Zoology

છછુંદર (shrew/musk rat)

છછુંદર (shrew/musk rat) : ઉંદર જેવા દેખાવનું રાતે ઘરની આસપાસ ફરતું કીટભક્ષી (Insectivora) શ્રેણીનું સસ્તન પ્રાણી. ચહેરો લાંબો અને અણીદાર, આંખ ઝીણી અને નાના કાનને કારણે તે ઉંદરથી જુદું પડે છે. તેનું શરીર એક ઉગ્ર ગંધવાળા પ્રવાહીનો સ્રાવ કરે છે. ખાસ કરીને પ્રજનનકાળની પરિપક્વતાની આરે આવે તે દિવસોમાં તે ભારે…

વધુ વાંચો >

છીપ (Bivalve)

છીપ (Bivalve) : પરશુપદી વર્ગનાં, બે ચૂનાયુક્ત કડક આવરણો વચ્ચે ઢંકાયેલા દરિયાઈ કે મીઠા પાણીના મૃદુકાય સમુદાય(phylum)ના જીવો. મીઠા પાણીની છીપોનાં બાહ્ય કવચ દરિયાઈ છીપોના કવચ કરતાં પાતળાં અને નાજુક હોય છે. તે બે કવચ ધરાવતાં હોવાથી તેમને દ્વિપુટ (bivalve) પણ કહે છે. પરશુપદી વર્ગના આ જીવોનો એકમાત્ર માંસલ પગ…

વધુ વાંચો >

જનીન

જનીન : આનુવંશિક લાક્ષણિકતાઓના સંચારણ માટે સંકેતો ધરાવતો એકમ. આ સંકેતોના અનુલેખનની અસર હેઠળ સજીવોના શરીરનું બંધારણ અને શરીરમાં થતી જૈવ ક્રિયાઓ નિશ્ચિત બને છે. સજીવોના શરીરમાં સાંકળ રૂપે DNAના અણુઓ આવેલા હોય છે. આ સાંકળ ડીઑક્સિરિબોન્યૂક્લિઇક ઍસિડ (ન્યુક્લિયોટાઇડો) અણુઓની બનેલી છે. સાંકળમાં આવેલા ન્યુક્લિયોટાઇડોના એકમો વિશિષ્ટ ક્રમમાં ગોઠવાયેલા હોય…

વધુ વાંચો >

જનીન-ઇજનેરી (genetic engineering)

જનીન-ઇજનેરી (genetic engineering) : જનીનોના એકમો અથવા તો જનીનોના સંકુલમાં ફેરબદલી સાથે સંકળાયેલી પ્રવિધિ. આનુવંશિક લક્ષણોના સંચારણ માટે અગત્યનાં જનીનોનું વહન સજીવો કરતા હોય છે. જનીનોમાં વિશિષ્ટ લક્ષણોને કારણભૂત એવાં પ્રોટીનોના અણુઓના સંશ્લેષણ માટે અગત્યની માહિતી, સંકેતો રૂપે રાસાયણિક સ્વરૂપમાં સંઘરેલી હોય છે. જનીનિક ઇજનેરી તકનીકીના ઉપયોગથી ઇચ્છિત લક્ષણ ધારણ…

વધુ વાંચો >

જનીનપ્રરૂપ અથવા જનીન પ્રકાર (genotype)

જનીનપ્રરૂપ અથવા જનીન પ્રકાર (genotype) : સજીવના કોઈ એક આનુવંશિક લક્ષણ માટે જવાબદાર જનીનબંધારણ. તે એક કે તેથી વધારે રંગસૂત્રસ્થાને આવેલાં વિકલ્પી જનીનોનો સેટ છે. પ્રજનકોમાંથી પ્રાપ્ત થયેલ આ જનીનો સંતાનોના શરીરના દરેક કોષમાં જોવા મળે છે. સજીવોની લાક્ષણિકતા આવાં જનીનપ્રરૂપોને આભારી છે. જોકે પર્યાવરણની અસર હેઠળ આ લાક્ષણિકતામાં ફેરફારો…

વધુ વાંચો >

જનીન સંકેત

જનીન સંકેત : શરીરમાં પ્રોટીન-અણુઓના નિર્માણમાં અગત્યના એવા, m-RNA પર આવેલા ત્રણ ન્યુક્લીઓટાઇડના સમૂહો વડે બનેલા સંકેતો. તેમને ત્રિઅક્ષરી (triplet) જનીન સંકેતો કહે છે. આનુવંશિક લક્ષણોના સંચારણ માટે અગત્યના સંકેતો DNAના અણુઓમાં આવેલા હોય છે. કોષની અંતરાવસ્થા દરમિયાન સંકેતોનું અનુલેખન (transcription) m-RNAના અણુઓના સ્વરૂપે કરવામાં આવે છે. આ અણુમાં ક્રમવાર…

વધુ વાંચો >

જન્યુજનન

જન્યુજનન : જુઓ ગર્ભવિદ્યા (પ્રાણી)

વધુ વાંચો >

જરખ

જરખ : માંસાહારી (Carnivora) શ્રેણીના હાયેનિડે કુળનું સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ Hyaena hyaena Linn.  અંગ્રેજી : Indian Hyaena. તે કૂતરાની જેમ હંમેશાં નખ બહાર રાખે છે. તેને પગદીઠ ચાર આંગળીઓ હોય છે. બાંધો કૂતરા જેવો. બિલાડીની જેમ મોં પર મૂછ; આગલા પગ સહેજ ઊંચા, પાછળના પગ પ્રમાણમાં ટૂંકા; પૂંછડી ટૂંકી.…

વધુ વાંચો >

જલૌકા

જલૌકા : જુઓ જળો

વધુ વાંચો >

જળકૂકડી (old world coot)

જળકૂકડી (old world coot) : ગ્રુઇફૉર્મિસ શ્રેણીના રૅલિડે કુળનું એક જળચારી પક્ષી. જળકૂકડીનું વૈજ્ઞાનિક નામ Fulica atra Linn. છે. તેની શરીરરચના મરઘીના જેવી હોય છે તેમજ જળાશયોની આસપાસ નિવાસ કરવાને કારણે તે જળકૂકડી તરીકે ઓળખાય છે. બીજાં જળચારી પક્ષીની જેમ તેને પણ પુચ્છ હોતું નથી. તરતી વખતે અમુક અંતરે તેનો…

વધુ વાંચો >