World history
અર્બન બીજો
અર્બન બીજો (જ. આશરે 1035, શેમ્પેન–ફ્રાન્સ; અ. 29 જુલાઈ 1099, રોમ) : રોમન કૅથલિક ચર્ચના પોપ. મૂળ નામ ઑડો ઑવ્ શાટીલોન – સુર–માર્ન. 1088થી 1099 સુધી રોમન કૅથલિક ચર્ચના વડાપદે રહ્યા હતા. તેમણે પોપ–ગ્રેગરી સાતમા દ્વારા શરૂ કરાયેલ ચર્ચ સંબંધી સુધારાઓને આગળ વધારેલા અને રાજકીય એકમ તરીકે પોપ અને ચર્ચનું…
વધુ વાંચો >અલી (હજરત)
અલી (હજરત) (જ. 599, મક્કા, અરબસ્તાન; અ. 661, કૂફા, અરબસ્તાન) : ઇસ્લામના પેગમ્બર હજરત મુહમ્મદના પિતરાઈ ભાઈ, જમાઈ તેમજ તેમના ચોથા ખલીફા (ઉત્તરાધિકારી). મૂળ નામ અલી. પિતાનું નામ અબૂ તાલિબ. નાની વયે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. નવો ધર્મ સ્વીકારવામાં તેમનો બીજો કે ત્રીજો નંબર હોવાનું મનાય છે. હિજરતની રાત્રે પેગમ્બરસાહેબની…
વધુ વાંચો >અલ્જિરિયા
અલ્જિરિયા ઉત્તર આફ્રિકાનો ભૂમધ્યસમુદ્રને કિનારે મઘ્રેબ (વાયવ્ય આફ્રિકા)માં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ 9° ઉ.અ.થી 37° ઉ.અ. અને 9° પૂ.રે.થી 12° પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનો વિસ્તાર 23,84,741 ચોકિમી છે. તે વિસ્તારની દૃષ્ટિએ દુનિયામાં દસમા ક્રમે અને આફ્રિકાનો સૌથી મોટો દેશ છે. તેની ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને ટ્યુનિસિયા…
વધુ વાંચો >અલ્-બિરૂની
અલ્-બિરૂની (જ. 5 સપ્ટેમ્બર 973, કાથ, ઉઝબેકિસ્તાન; અ. 13 ડિસેમ્બર 1048, ગઝની, અફઘાનિસ્તાન) : આરબ ખગોળશાસ્ત્રી, ઇતિહાસકાર અને બહુશ્રુત વિદ્વાન. મૂળ નામ અબૂરેહાન મુહંમદ. પિતાનું નામ અહમદ. અર્વાચીન ઉઝબેકિસ્તાનના કાથ(કાસ) (= ખીવ)ના ઉપનગર(બિરૂન)માં જન્મ. તેથી અલ-બિરૂની કહેવાયો. વતનમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી બુખારા, જુર્જાન, રે (Rayy) વગેરે સ્થળોએ ફરીને…
વધુ વાંચો >અસુર બાનીપાલ
અસુર બાનીપાલ (જ. ઈ. પૂ. 685, એશિરિયા; અ. ઈ. પૂ. 631, ઇરાક) : એસિરિયાના સામ્રાજ્યનો અંતિમ સમ્રાટ. તે મહાન વિજેતા બન્યો હતો. એલમ અને ઇજિપ્ત પર તેણે વિજય મેળવ્યો હતો. પશ્ચિમ એશિયાના સમગ્ર વિસ્તાર પર તેની ધાક પ્રવર્તતી હતી. તે વિદ્યાપ્રેમી અને સાહિત્ય તથા કલાનો ભારે શોખીન હતો. તેણે પાટનગર…
વધુ વાંચો >અસુર સંસ્કૃતિ
અસુર સંસ્કૃતિ : જુઓ, એસિરિયન સંસ્કૃતિ.
વધુ વાંચો >અંગકોર
અંગકોર : કમ્પુચિયા (પ્રાચીન કમ્બુજ) દેશમાં યશોધરપુર અને અંગકોરથોમ નામે બે રાજધાનીઓ ધરાવતો વિસ્તાર. યશોધરપુર મૂળમાં કમ્બુપુરીને નામે ઓળખાતું શહેર હતું અને તેની સ્થાપના ખ્મેર સમ્રાટ યશોવર્મા(889-9૦૦)એ કરી હતી. નોમ બળેન નામની ટેકરીની આસપાસ આ શહેર વસ્યું હતું. યશોવર્માએ ટેકરી પર રાજગઢ અને શહેર બહાર ‘યશોધર-તટાક’ નામે વિશાળ જળાશય કરાવ્યાં…
વધુ વાંચો >અંતિયોક 3જો
અંતિયોક 3જો (ઈ. પૂ. ત્રીજી સદી) : સેલુકવંશનો ગ્રીક રાજા. સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એશિયાઈ મુલકો ઉપર યવનવિજેતા સેલુકસની સત્તા જામી. આ સેલુકવંશમાં અંતિયોક 3જો થયો, જેણે પહલવ અને બાહલિક રાજ્યો ઉપર સત્તા જમાવવા નિષ્ફળ કોશિશ કરેલી. આથી દિમિત્રને પોતાની કુંવરી પરણાવીને તેણે તે રાજ્ય સાથે મૈત્રીસંબંધો બાંધ્યા. આરંભમાં એણે…
વધુ વાંચો >આતાતુર્ક, મુસ્તફા કમાલ પાશા
આતાતુર્ક, મુસ્તફા કમાલ પાશા (જ. 1881, સાલોનિકા – ગ્રીસ; અ. 10 નવેમ્બર 1938, ઇસ્તંબુલ) : આધુનિક તુર્કી પ્રજાસત્તાકના સ્થાપક, સમાજ સુધારક અને પ્રજાસત્તાક પ્રમુખ (1923-1938). 1923ના ઑક્ટોબરમાં તેમણે તુર્કીના પ્રજાસત્તાકની સ્થાપના કરી અને લોકમત દ્વારા પ્રથમ રાષ્ટ્રપ્રમુખપદે ચૂંટાયા. તેમણે ક્રાંતિકારી પગલાં લઈને તુર્કીના નવનિર્માણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. ખલીફનો મજહબી…
વધુ વાંચો >આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં)
આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં) : મ્યાનમારમાં પાગાન નગરમાં આવેલું પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર. આ મંદિર ક્યાનઝીથ્થ (1084–1112) રાજાએ 1090માં બંધાવ્યું હતું. આ બૌદ્ધ પેગોડા આશરે 187 મી. × 187 મી.ના સમચોરસમાં બાંધેલું છે અને આશરે 90 મી. પહોળું તથા 50 મી. ઊંચું છે. તેની વિવિધ બેઠકોનું નીચેથી ઉપર ઘટતું જતું કદ,…
વધુ વાંચો >