Warfare
સ્ટેન એડિથ
સ્ટેન, એડિથ (જ. 12 ઑક્ટોબર 1891, બ્રેસ્લૉ, જર્મની; અ. 9/10 ઑગસ્ટ 1942, ઑશ્ચવિટ્ઝ, પોલૅન્ડ) : મૂળ જૂડેઇઝમ – યહૂદીઓના એકેશ્વર ધર્મનાં, પરંતુ પાછળથી રોમન કૅથલિક બનેલા અને કઠોર વ્રતધારી કાર્મેલાઇટ સાધ્વી, તત્વચિંતક અને આધ્યાત્મિક લેખનમાં રુચિ ધરાવનાર લેખિકા. ઉપનામ ટેરેસા બેનિડિક્ટા ઑવ્ ધ ક્રૉસ. (લૅટિનમાં ટેરેશિયા બેનિડિક્ટા અ ક્રૂસ.) મૂળ…
વધુ વાંચો >સ્ફોટક જિલેટિન (અથવા જિલિગ્નાઇટ) (blasting gelatin or gelignite)
સ્ફોટક જિલેટિન (અથવા જિલિગ્નાઇટ) (blasting gelatin or gelignite) : નાઇટ્રોગ્લિસરીન અને ગનકોટન (guncotton) (નાઇટ્રોસેલ્યુલોઝ કે સેલ્યુલોઝ નાઇટ્રેટ) ધરાવતો ઉચ્ચ વિસ્ફોટક. સ્વીડિશ વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કારના સ્થાપક આલ્ફ્રેડ નોબેલે 1867માં ઔદ્યોગિક દૃષ્ટિએ ઘણા અગત્યના એવા ડાઇનેમાઇટની શોધ કરી હતી. ડાઇનેમાઇટના ચાર મુખ્ય પ્રકાર છે : (i) સીધું (સરળ, straight) ડાઇનેમાઇટ, (ii)…
વધુ વાંચો >હવાઈ દળ
હવાઈ દળ : યુદ્ધ અથવા સશસ્ત્ર સંઘર્ષો દરમિયાન આકાશમાર્ગે દેશનું રક્ષણ કરનાર તથા શત્રુપક્ષનો વિનાશ નોતરનાર લશ્કરની એક લડાયક શાખા અથવા પાંખ. પ્રાથમિક સ્વરૂપે તેની શરૂઆત પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) દરમિયાન થઈ હતી. પછી વીસમી સદીના અંત સુધીમાં તે લશ્કરની એક સ્વતંત્ર અને મહત્વની શાખા બની ગઈ હતી, તે એટલે સુધી…
વધુ વાંચો >હાથગોળો/હાથબૉમ્બ (Hand grenade)
હાથગોળો/હાથબૉમ્બ (Hand grenade) : સામાન્ય રીતે હાથથી અથવા વિકલ્પે કોઈ યાંત્રિક સાધન વડે પણ નિર્ધારિત નિશાન પર ફેંકવામાં આવતો દાડમના આકારનો વિધ્વંસક દારૂગોળો. તે નાના કદના બૉમ્બ તરીકે પણ ઓળખાય છે. તેમાં કાચના બનેલા ગોળામાં વિસ્ફોટક રસાયણો ભરેલાં હોય છે જે નિશાન પર ધક્કા સાથે અથડાવાની સાથે જ વિસ્ફોટ કરી…
વધુ વાંચો >હેગ સમજૂતી
હેગ સમજૂતી : નેધરલૅન્ડ્ઝ અને ઇન્ડોનેશિયા પ્રજાસત્તાક વચ્ચે ડચ-ઇન્ડોનેશિયા દરમિયાન ચાલતા સંઘર્ષનો અંત લાવવા માટે 2 નવેમ્બર 1949ના રોજ કરવામાં આવેલ સમજૂતી. ઉપર્યુક્ત સમજૂતી હેઠળ વેસ્ટ ન્યૂ ગીનીનો પ્રદેશ બાદ કરતાં ડચ ઈસ્ટ ઇન્ડિઝનો બાકીનો સમગ્ર વિસ્તાર ઇન્ડોનેશિયાના પ્રજાસત્તાકને 30 ડિસેમ્બર, 1949 સુધી સોંપી દેવાનો કરાર કરવામાં આવેલો (જોકે હકીકતમાં…
વધુ વાંચો >હેલ્મેટ
હેલ્મેટ : માથાના રક્ષણ માટે પહેરાતું આવરણ. સૈનિકો ઉપરાંત અગ્નિશામક ટુકડીઓમાં કામ કરતા બંબાવાળા, ખાણોની ભીતર કામ કરતા શ્રમિકો, હુલ્લડોને ખાળવા ઊભા રખાતા પોલીસતંત્રના જવાનો તથા ક્રિકેટ જેવી રમતો રમતા ખેલાડીઓ પણ તે પહેરતા હોય છે. માર્ગ અકસ્માતને કારણે થતી માથાની ઈજાઓ દરમિયાન સ્કૂટર કે મોટર-સાઇકલ-સવારોને રક્ષણ મળે તે હેતુથી…
વધુ વાંચો >