Vultures-specialized scavenging birds of prey-known for feeding primarily on carrion.
ગીધ (vulture)
ગીધ (vulture) : શ્રેણી સિંચાનક(Falconiformes)નું મૃતભક્ષી, માંસાહારી પક્ષી. તે બે પ્રકારનાં હોય છે. પૌરસ્ત્ય ગોળાર્ધ ગીધ (old world vulture) અને પાશ્ચાત્ય ગોળાર્ધ ગીધ (new world vulture). આમ તો બંને સમૂહનાં ગીધ દેખાવમાં એકસરખાં હોય છે. ગીધના શીર્ષ અને ગ્રીવાના ભાગો પીછાંવિહોણા હોય છે, જ્યારે આ ભાગની ત્વચાનો રંગ નોંધપાત્ર હોય…
વધુ વાંચો >