Urdu literature

તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો

તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો : ઉર્દૂ ભાષા–સાહિત્યના વિકાસ માટેની સંસ્થા. ઉર્દૂ ભાષાના સર્વાંગી વિકાસ અને પ્રસારણ માટે માનવ-સંસાધન મંત્રાલયે પહેલા ‘તરક્કી-એ-ઉર્દૂ બૉર્ડ’ અને પાછળથી ‘તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો’ની સ્થાપના કરી છે. તે ઉર્દૂ ભાષા માટે વ્યાપક, વિસ્તૃત અને નક્કર કાર્યક્રમોનું આયોજન કરે છે. ઉર્દૂ જ્ઞાનકોશ, બૃહત શબ્દકોશ, વૈજ્ઞાનિક અને ટૅકનિકલ વિદ્યાઓને લગતા સંજ્ઞાકોશ તેમજ…

વધુ વાંચો >

તાબાં, ગુલામ રબ્બાની

તાબાં, ગુલામ રબ્બાની (જ. 15 ફેબ્રુઆરી 1914, પતોરા, ઉ.પ્ર.; અ. 1993, દિલ્હી) : પ્રગતિશીલ ઉર્દૂ સાહિત્યના કવિ અને લેખક. ઉત્તરપ્રદેશના જિલ્લા ફર્રુખાબાદના નાનકડા ગામ કાયમગંજ પાસેના પતોરા નામની વસ્તીમાં એક સુખી સંપન્ન જાગીરદાર કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ મેળવીને ફર્રુખાબાદમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ઉચ્ચ શિક્ષણાર્થે અલીગઢ યુનિવર્સિટીમાં જોડાયા.…

વધુ વાંચો >

દહેલવી શાહિદ એહમદ

દહેલવી શાહિદ એહમદ (જ. 26 મે 1906, દિલ્હી; અ. 27 મે 1967, કરાંચી) : ઉર્દૂ લેખક. તેમણે 1925માં ઉર્દૂ વિષય સાથે બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. સાહિત્યરુચિ અને લેખનશૈલી તેમને વારસાગત હતાં. શરૂઆતથી જ તેઓ લેખન, સંપાદન અને પ્રકાશનના વ્યવસાયમાં જોડાયા. સાહિત્યકારો અને સમીક્ષકો વચ્ચેની કેટલીક રીતિનીતિથી વ્યથિત બનીને તેમણે તેમની પોતાની…

વધુ વાંચો >

દાર, મિયાં બશીર અહમદ

દાર, મિયાં બશીર અહમદ (જ. 1 એપ્રિલ 1908; પંજાબ; અ. 29 માર્ચ 1979) : ઉર્દૂ સાહિત્યના સાહસિક નીડર અને વિદ્વાન તંત્રી. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી, લાહોરની સેન્ટ્રલ સ્કૂલમાં દાખલ થયા. 1910માં સરકારી કૉલેજમાંથી પ્રથમ વર્ષની પરીક્ષા આપ્યા પછી તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો (ઈ. સ. 1913). કૉલેજમાં…

વધુ વાંચો >

દીવાને ગાલિબ

દીવાને ગાલિબ (1958) : ઉર્દૂના વિદ્વાન ‘અર્શી’ (જ. 1904) સંપાદિત ગાલિબનો કાવ્યસંગ્રહ. ઇમતિયાઝઅલી ‘અર્શી’ ઉર્દૂ, અરબી તથા ફારસીના નામાંકિત અભ્યાસી હતા. શાયર ગાલિબની મહાન કવિઓમાં ગણના થાય છે. તેમની કવિતાનો આસ્વાદ સરળ અને સુલભ બનાવવા તેમણે આ સંગ્રહ જહેમતપૂર્વક સંપાદિત કર્યો છે. તેમાં અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના ઉપરાંત નોંધ, વિવરણ, ગાલિબના જીવન…

વધુ વાંચો >

દેહલવી, સૈયદ અહમદ

દેહલવી, સૈયદ અહમદ (જ. 1846, દિલ્હી; અ. 1918, દિલ્હી) : ઉર્દૂ ભાષાના કોશકાર અને ભાષાશાસ્ત્રી. જન્મ દિલ્હીમાં થયો હતો તે પરથી ‘દહલ્વી’ (દેહલવી) અટક રાખેલી છે. તેમના પિતા સૈયદ અબ્દુર્રેહમાન પ્રતિષ્ઠિત ખાનદાનના નબીરા હતા. સૈયદ અહમદ પ્રાથમિક શિક્ષણ દિલ્હીની નૉર્મલ સ્કૂલમાં મેળવીને લેખનકાર્યમાં વ્યસ્ત રહેવા લાગ્યા. શાળાકીય જીવનમાં તેમણે ‘તિફલીનામા’…

વધુ વાંચો >

નજર ઔર નજરિયા

નજર ઔર નજરિયા (1973) : ઉર્દૂ વિવેચક અલ-એ-અહેમદ સુરૂર (Ale Ahmed Suroor) (જ. 1912-2002)નો વિવેચનગ્રંથ. વિવિધ સાહિત્ય-વિષયો પરના કુલ 13 વિવેચનલેખો આ સંગ્રહમાં છે. ‘કવિતાની ભાષા’ તથા ‘ગદ્યશૈલી’ ઉર્દૂ સાહિત્યવિષયક વિવેચના માટે તદ્દન નવો ચીલો પાડનારા છે. એમાં ઉર્દૂ ભાષાની અભિવ્યક્તિક્ષમતા વિશે સૌપ્રથમ વાર તલસ્પર્શી વિચારસરણી આલેખાઈ છે. ‘વિવેચનની સમસ્યા’…

વધુ વાંચો >

નઝીર, મોહંમદવલી અકબરાબાદી

નઝીર, મોહંમદવલી અકબરાબાદી (જ. 1740, દિલ્હી; અ. 16 ઑગસ્ટ 1830, આગ્રા) : ઉર્દૂ ભાષાના કવિ. તેમણે પ્રણાલી મુજબ જરૂરી શિક્ષણ મેળવ્યું હતું. અરબી-ફારસી ભાષા તેઓ સારી રીતે સમજતા હતા, છતાં તેમની કવિતા અરબી-ફારસીના પ્રભાવથી મુક્ત રહી છે. તેમણે શિક્ષણ-અધ્યાપનનો વ્યવસાય અપનાવ્યો હતો. નઝીરના વ્યક્તિત્વમાં વિનમ્રતા, હૃદયની વિશાળતા તેમજ ધાર્મિક સદભાવના…

વધુ વાંચો >

નદવી, અબ્દુસ્સલામ

નદવી, અબ્દુસ્સલામ (જ. 1882; અ. 1956, આઝમગઢ) :  અલનદવામાં તાલીમ પામેલા અને દારુલ મુસન્નિફીનમાં આજીવન સેવા આપનારા વિદ્વાન. કોઈ એક સંસ્થામાં મન મૂકીને નિષ્ઠાપૂર્વક સાહિત્ય-સંશોધનના કામમાં વ્યસ્ત રહેનારા લોકોમાં તેમનું નામ યાદગાર રહેશે. તેમણે ઉર્દૂ કાવ્યના ઇતિહાસ વિશે સદૃષ્ટાંત સમીક્ષાના બે ગ્રંથો લખ્યા છે. વિષયની દૃષ્ટિએ તે ખૂબ ઉપયોગી નીવડ્યા…

વધુ વાંચો >

નદવી, સૈયદ સુલેમાન

નદવી, સૈયદ સુલેમાન (જ. 22 નવેમ્બર 1884, બિહાર; અ. 22 નવેમ્બર 1953, કરાંચી) : ઉર્દૂભાષા અને સાહિત્યના વિદ્વાન. તત્કાલીન પરંપરા મુજબ શરૂઆતની તાલીમ ઘરઆંગણે લીધા પછી તે 1901માં વિખ્યાત મદરેસા નદવતુલઉલેખાંમાં દાખલ થયા. ત્યાં તે ઇતિહાસકાર, લેખક અને કવિ અલ્લામા શિબ્લી નોંમાનીના સંપર્કમાં આવ્યા અને પોતે તેમના કાબેલ અનુગામી પુરવાર…

વધુ વાંચો >