Sports
ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)
ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…
વધુ વાંચો >ગુજરાત રાજ્ય રમતગમત પરિષદ (Gujarat State Sports Council) :
ગુજરાત રાજ્ય રમતગમત પરિષદ (Gujarat State Sports Council) : ગુજરાતમાં રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તરફથી રચાયેલી સંસ્થા. ગુજરાત રાજ્યના રમતવીરોને વિકાસલક્ષી પ્રોત્સાહન આપવા, યુવાશક્તિને રચનાત્મક કાર્યોમાં હેતુપૂર્વક કામે લગાડવા, ઉચ્ચ કક્ષાની સિદ્ધિ મેળવવા રમતવીરોને અદ્યતન વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવા, વ્યક્તિનો સર્વાંગી વિકાસ હાંસલ કરવા અને તાલુકા, જિલ્લા તથા…
વધુ વાંચો >ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ : વ્યાયામ પ્રચારને વરેલી ગુજરાતની અગ્રણી સંસ્થા. 1905ની બંગભંગની ચળવળનો જે એક તણખો ગુજરાતમાં પણ પડ્યો તેણે રાષ્ટ્રીય વ્યાયામ પ્રવૃત્તિનું સ્વરૂપ લીધું અને ‘‘શરીર સેવા માટે, રાષ્ટ્ર માટે, જીવનના ઉચ્ચતમ આદર્શ માટે’’ મુદ્રાલેખ ધરાવતા ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની સૌપ્રથમ વ્યાયામ સંસ્થા ‘શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળા’ની સ્થાપના 1…
વધુ વાંચો >ગુજરાત સ્ટેડિયમ
ગુજરાત સ્ટેડિયમ : જુઓ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ
વધુ વાંચો >ગુપ્તે, સુભાષ પંઢરીનાથ
ગુપ્તે, સુભાષ પંઢરીનાથ (જ. 11 ડિસેમ્બર 1929, મુંબઈ ; અ. 31 મે 2002, ટ્રિનિડાડ, વેસ્ટ ઇન્ડિઝ) : ભારતીય ક્રિકેટ ખેલાડી, જમોડી લેગ-બ્રેક અને ગૂગલી ગોલંદાજ. તેઓ એમની કારકિર્દીની ટોચે હતા ત્યારે જગતના શ્રેષ્ઠ લેગ-બ્રેક ગોલંદાજ ગણાતા હતા. એમણે 1948–49માં મુંબઈ તરફથી ચેન્નાઈ સામે રમીને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો. પ્રથમ…
વધુ વાંચો >ગૂગલી
ગૂગલી : ક્રિકેટની રમતમાં થતી સ્પિન ગોલંદાજીનો એક વિલક્ષણ પ્રકાર. તે બહુ જ ઓછા સ્પિન ગોલંદાજોને ફાવ્યો છે. કોઈ સ્પિન ગોલંદાજ ‘લેગ-બ્રેક’ ઍક્શન સાથે ગોલંદાજી કરે અને દડો આગળ વધતાં બૅટ્સમૅન પાસે પહોંચી ‘ઑફ-બ્રેક’ થઈ જાય તેવા દડાને ગૂગલી અને તેવા ગોલંદાજને ગૂગલી ગોલંદાજ કહેવામાં આવે છે. 1900માં ગૂગલી ગોલંદાજીની…
વધુ વાંચો >ગેડીદડા
ગેડીદડા : પરાપૂર્વથી ગામની ભાગોળે અથવા બે અડોઅડ ગામોની વચ્ચેના વિસ્તારમાં રમાતી આવેલી ભારતીય રમત. ગેડીદડાની રમત એ આંતરરાષ્ટ્રીય હૉકીની રમતના જેવી ભારતની રાષ્ટ્રીય લોકરમત છે. આ રમતનું પગેરું મહાભારતકાળ સુધી જાય છે. ગેડીદડાની રમતમાં દડો વજનદાર હોવાથી ખેલાડીના કાંડાને વધારે તાકાતની જરૂર પડે છે તથા રમતનાં ગેડી અને દડા…
વધુ વાંચો >ગોયલ, સુરેશ
ગોયલ, સુરેશ (જ. 20 જૂન 1943, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 13 એપ્રિલ 1978, વારાણસી) : બૅડમિન્ટનની રમતના આંતરરાષ્ટ્રીય સ્તરના ભારતીય ખેલાડી. તેઓ રેલવેની ટીમ તરફથી વર્ષો સુધી રમ્યા અને 5 વાર રાષ્ટ્રીય વિજેતા બન્યા. મ્યૂનિક ઑલિમ્પિક પૂર્વે યોજાયેલી ડેમૉન્સ્ટ્રેશન ટુર્નામેન્ટમાં વિશ્વના 11 દેશોના ઉત્કૃષ્ટ 22 ખેલાડીઓમાં સ્થાન પામી મ્યૂનિક ગયા. આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >ગૉલ્ફ
ગૉલ્ફ : મૂળ સ્કૉટલૅન્ડની પણ યુરોપખંડમાંથી વિશ્વના વિવિધ દેશોમાં પ્રસરેલી લોકપ્રિય રમત. આ મેદાની રમતનું પગેરું આપણને પંદરમી સદી સુધી લઈ જાય છે. 4,500થી 5,500 મી. જેટલી લંબાઈની લગભગ 60 હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં રેતીના ટેકરા, ખાઈ, પાણીનાં ખાબોચિયાં અસમાન સપાટીવાળું ઘાસ વગેરે જેવા અવરોધો હોય ત્યાં આ રમત રમાય…
વધુ વાંચો >ગોસ્વામી, ચુન્ની
ગોસ્વામી, ચુન્ની (જ. 15 જાન્યુઆરી 1938, કૉલકાતા; અ. 30 એપ્રિલ 2020 કોલકાતા) : ફૂટબૉલના ભારતીય ખેલાડી. ભારતીય ફૂટબૉલના ઇતિહાસમાં તેમનું નામ તેમની સિદ્ધિ માટે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. અસલ નામ સુબિમલ ગોસ્વામી. ભારતીય આમજનતા તેમને ચુન્ની ગોસ્વામી તરીકે ઓળખે છે. પોતાના બાળપણના દિવસોમાં મિત્રોને ફૂટબૉલ રમતા જોઈ તેમણે…
વધુ વાંચો >