Sports
મુસ્તાક મહંમદ
મુસ્તાક મહંમદ (જ. 22 નવેમ્બર 1943, કરાંચી) : પાકિસ્તાનના મજબૂત જમોડી બૅટ્સમેન અને લેગ બ્રેક ગોલંદાજ એવા સશક્ત ટેસ્ટ ઑલરાઉન્ડર તથા સુકાની. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરવેઝ, કરાંચી, નૉર્ધમ્પટનશાયર અને પાકિસ્તાન તરફથી 1956થી 1980 દરમિયાન સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી ચૂકેલા પાકિસ્તાનના સંગીન ઑલરાઉન્ડર, મુસ્તાક મહંમદના લોહીમાં ક્રિકેટ હતું. પાકિસ્તાનના વિખ્યાત ટેસ્ટ…
વધુ વાંચો >મૂર, આર્ચી
મૂર, આર્ચી (જ. 13 ડિસેમ્બર 1913 અથવા 1916, બૅનૉઇટ, મિશિગન; અ. 9 ડિસેમ્બર 1998, સૅન ડાયેગો, કેલિફોર્નિયા) : અમેરિકાના જાણીતા મુક્કાબાજ. મૂળ નામ આર્ચિબાલ્ડ લી રાઇટ. તેમના કહેવા મુજબ તેમની સાચી જન્મતારીખ વિશે કોઈ ચોકસાઈ નથી. તેઓ અત્યારે પણ સૌથી મોટી વયના મુક્કાબાજ છે. લાઇટ-હેવી વેટના કોઈ પણ અન્ય ચૅમ્પિયન…
વધુ વાંચો >મેઇડન ઓવર
મેઇડન ઓવર : ક્રિકેટની મૅચમાં કોઈ ગોલંદાજ પોતાની છ કે આઠ દડાની ઓવરમાં બૅટ્સમૅનને એક પણ રન નોંધાવવાની તક ન આપે તે ઓવર, એક પણ વાઇડ, નો-બૉલ કે લેગ-બાયનો રન પણ ન આપે તેવી લાગલાગટ છ કે આઠ દડાની ઓવરને ‘મેઇડન ઓવર’ (કોરી ઓવર) કહેવામાં આવે છે. 1851માં ઑલ ઇંગ્લૅન્ડ…
વધુ વાંચો >મૅક, કૉની
મૅક, કૉની (જ. 22 ડિસેમ્બર 1862, ઈસ્ટ બ્રુકફીલ્ડ, મૅસેચૂસેટ્સ; અ. 8 ફેબ્રુઆરી 1956, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા) : અમેરિકાના બેઝબૉલ ખેલાડી અને મૅનેજર. 1886થી 1916 દરમિયાન વિવિધ ટીમમાં તે ‘કૅચર’ તરીકે રમ્યા. 1894–96માં પિટ્સબર્ગ ખાતે મૅનેજર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. 1901માં તે ફિલાડેલ્ફિયા ગયા અને ત્યાં 50 વર્ષ રહ્યા. તેમને નામે ચઢેલા…
વધુ વાંચો >મૅકેન્લી, હર્બ
મૅકેન્લી, હર્બ (જ. 10 જુલાઈ 1922, ક્લૅરન્ડન, જમૈકા; અ. 26 નવેમ્બર 2007, જમૈકા) : જમૈકાના દોડવીર. 400 મી. (1948–50) તથા 440 વાર(1947–56)ની સ્પર્ધાઓમાં તેમણે વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. ઇલિનૉઇ યુનિવર્સિટી તરફથી સ્પર્ધામાં ભાગ લઈને તે 220 વાર(1947–48)ની સ્પર્ધા માટે ‘નૅશનલ કૉલેજિયેટ ઍથ્લેટિક ઍસોસિયેશન ચૅમ્પિયન’ બન્યા અને 440 વાર (1945; 1947–48)ની સ્પર્ધામાં…
વધુ વાંચો >મેકૉર્મિક, પેર્ટિસિયા
મેકૉર્મિક, પેર્ટિસિયા (જ. 12 મે 1930, સીલ બીચ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં મહિલા તરવૈયા. તેઓ ઑલિમ્પિક રમતોમાં ભાગ લેનાર સૌથી મહાન મહિલા તરણ-ખેલાડી મનાય છે. હેલસિન્કી (1952) અને મેલબૉર્ન (1956) એમ 2 ઑલિમ્પિક રમતોમાં પ્લૅટફૉર્મ પરથી (10 મી. ટાવર) તથા સ્પ્રિંગબૉર્ડ(3મી.)ની એમ બંને તરણસ્પર્ધામાં સુવર્ણચંદ્રકો મેળવનાર તે એકમાત્ર વ્યક્તિ છે. પ્રારંભમાં…
વધુ વાંચો >મૅથિયસ, બૉબ
મૅથિયસ, બૉબ (જ. 17 નવેમ્બર 1930, ટુલૅર, કૅલિફૉર્નિયા, અમેરિકા; અ. 2 સપ્ટેમ્બર 2006, Fresno, કૅલિફૉર્નિયા, અમેરિકા) : દોડપથ અને રમતમેદાનના અદભુત અમેરિકી ખેલાડી. માત્ર 17 વર્ષની વયે જ તેઓ ઑલિમ્પિક રમતોત્સવમાં ડિકૅથલૉન નામની 10 રમતોમાં વિજેતા બન્યા. હાઈસ્કૂલના સિનિયર વિદ્યાર્થી તરીકે તેઓ આ 10 રમતોની સ્પર્ધા પ્રથમ વાર શીખ્યા હતા…
વધુ વાંચો >મૅથ્યૂઝ, સ્ટૅનલી (સર)
મૅથ્યૂઝ, સ્ટૅનલી (સર) (જ. 1 ફેબ્રુઆરી 1915, હૅન્લી, સ્ટૅફર્ડશાયર, મધ્ય ઇંગ્લૅન્ડ; અ. 23 ફેબ્રુઆરી 2000, Stoke-on Trent, U.K.) : ફૂટબૉલના આંગ્લ ખેલાડી. સૉકરની રમતના ઇતિહાસમાં તે દંતકથારૂપ પાત્ર બની ગયા છે. તે બાજુમાંથી રમનારા (winger) અદભુત ખેલાડી હતા અને શરીર તથા ફૂટબૉલ પર કંઈક એવું જાદુઈ પ્રભુત્વ અને નિયંત્રણ ધરાવતા…
વધુ વાંચો >મૅથ્યૂસન, ક્રિસ્ટી
મૅથ્યૂસન, ક્રિસ્ટી (જ. 12 ઑગસ્ટ 1880, ફૅક્ટરીવિલે, પેન્સિલવેનિયા, અમેરિકા; અ. 7 ઑક્ટોબર 1925) : અમેરિકાના ખ્યાતનામ બેઝબૉલ ખેલાડી. જમણા હાથે દડો ફેંકનારા (pitcher) તેઓ અગ્રણી ખેલાડી હતા. આ કૌશલ્યને પરિણામે તેઓ તેમની કારકિર્દી દરમિયાન 373 રમતોમાં વિજેતા બન્યા; આ (ગ્રોવર ઍલેક્ઝાન્ડર સાથેનો) એક વિક્રમજનક દેખાવ લેખાય છે. પોતાના શહેરમાં અવૈતનિક…
વધુ વાંચો >મેદાની રમતો
મેદાની રમતો : રમતો – સ્પર્ધાત્મક રમતો આંતરભિત્તીય (INDOOR) તેમજ બહિરભિત્તીય (OUTDOOR) પ્રકારની હોય છે. મેદાની રમતો બહુધા બહિરભિત્તીય રમતો છે. મેદાની રમતો ખુલ્લા આકાશ નીચે મેદાનમાં રમાય છે. મેદાની રમતોમાં રમવાની સપાટી જમીન, ઘાસ, બરફ તેમજ કૃત્રિમ ઘાસ – સિન્થેટિક્સ–ની હોય છે. ઘણી રમતો પશ્ચિમના દેશોમાં આંતરભિત્તીય રમાય છે;…
વધુ વાંચો >