Space science
ઉષ્મા-ન્યૂટ્રૉન
ઉષ્મા-ન્યૂટ્રૉન (thermal neutron) : જે દ્રવ્યમાંથી પસાર થઈ રહ્યા હોય તે દ્રવ્ય સાથે, ઉષ્મીય સમતોલનમાં આવ્યા હોય તેવા ન્યૂટ્રૉન. આ ન્યૂટ્રૉન મૅક્સવેલનું ઊર્જા-વિતરણ ધરાવે છે. તેને લીધે તે સંભાવ્યતમ (most probable) મૂલ્ય-તાપમાન પર આધારિત છે. ઊર્જા પ્રમાણે ન્યૂટ્રૉનનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. 1.2 MeV કરતાં વધારે ઊર્જા ધરાવતા ન્યૂટ્રૉનને ઝડપી…
વધુ વાંચો >ઉહુરુ
ઉહુરુ (Uhuru) : નાના કદનો ખગોલીય ઉપગ્રહ (SAS-I). (ઉહુરુનો અર્થ સ્વાહિલી ભાષામાં ‘સ્વતંત્રતા’ થાય છે.) 1970માં કેન્યાના સમુદ્રકિનારેથી ઇટાલિયન સાન માર્કો પ્લૅટફૉર્મ પરથી ઉહુરુને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. અવકાશમાંના ઍક્સ-કિરણોના સ્રોતોને શોધવા, સમય સાથે તેમનામાં થતાં પરિવર્તનો નોંધવા તથા આ સ્રોતોમાંથી આવતાં વિકિરણોનું 1 KeVથી 20 KeV ઊર્જાના (l =…
વધુ વાંચો >ઊટી રેડિયો ઑબ્ઝર્વેટરી
ઊટી રેડિયો ઑબ્ઝર્વેટરી : દક્ષિણ ભારતમાં નીલગિરિની સુંદર ટેકરીઓથી ઘેરાયેલ ઊટી પાસે સ્થપાયેલું રેડિયો ખગોલીય કેન્દ્ર. અહીં ખગોળ અને ખગોલીય ભૌતિકી(astrophysics)માં સંશોધનકાર્ય માટે રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની સગવડ આપતાં ઊટી રેડિયો ટેલિસ્કોપ (ORT) અને ઊટી સિન્થેસિસ રેડિયો ટેલિસ્કોપ (OSRT) છે; તેમનું કાર્યક્ષેત્ર 322 અને 328.5 MHz આવૃત્તિ પટાઓની વચ્ચે છે. ORT…
વધુ વાંચો >એકો ઉપગ્રહ
એકો ઉપગ્રહ (Echo satellites) : સંદેશાવ્યવહાર માટેનો નિષ્ક્રિય પ્રકારનો બલૂન ઉપગ્રહ. તેની રચનામાં પૉલિયેસ્ટર બલૂનની બહારની સપાટી ઉપર ઍલ્યુમિનિયમનું 0.0013 સેમી. જાડાઈનું અત્યંત પાતળું (સિગારેટના પાકીટ ઉપરના સેલોફેનના પેકિંગની અડધી જાડાઈ જેટલું) ચળકતું પડ ચડાવેલું હોય છે. તેનો ઉપયોગ રેડિયો-તરંગોનું પરાવર્તન કરીને, યુરોપ-અમેરિકા વચ્ચે ટેલિફોન અને ટેલિવિઝનની આપ-લે માટે કરવામાં…
વધુ વાંચો >એક્સ અને ગૅમા-કિરણ સ્ફોટકો
એક્સ અને ગૅમા-કિરણ સ્ફોટકો (X and γ-ray bursters) : અવકાશીય સંશોધનની ફલશ્રુતિરૂપ 1971ની આસપાસ શોધાયેલા વિસ્ફોટ કરતા અવકાશી પદાર્થો. અવારનવાર થોડીક ક્ષણો માટે તેમનો વિસ્ફોટ થતાં એક્સ તથા ગૅમા-કિરણો રૂપે પ્રચંડ ઊર્જાનું ઉત્સર્જન થતું હોય છે. તે ઉત્સર્જન સૂર્યમાંથી મળતા આ પ્રકારના ઉત્સર્જન કરતાં લાખોગણું પ્રબળ હોય છે. જોડિયા તારાની…
વધુ વાંચો >એપલ ઉપગ્રહ
એપલ ઉપગ્રહ : ભારતનો પ્રથમ સ્વદેશી સંચાર ઉપગ્રહ. ઇસરોનો એપલ (Ariane Passenger PayLoad Experiment) ઉપગ્રહ ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં એક સીમાચિહ્નરૂપ અભિયાન હતું. એપલ ઉપગ્રહે ભારતની ઉપગ્રહ ટેકનોલોજીમાં સ્વનિર્ભરતાનો પાયો નાખ્યો. ઇસરોનો આ સ્વદેશી ઉપગ્રહ ભારતનો પ્રથમ સંચાર ઉપગ્રહ હતો. તેને 19 જૂન 1981ના રોજ ભૂસ્થિત ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો. તેને…
વધુ વાંચો >એ. પી. જે. અબ્દુલ કલામ
એ. પી. જે. અબ્દુલ કલામ (જ. 15 ઑક્ટોબર 1931, રામેશ્વરમ્, તમિલનાડુ; અ. 27 જુલાઈ 2015, શિલોંગ) : ગણતંત્ર ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ. ભારતરત્ન, દિગ્ગજ વિજ્ઞાની અને પ્રખર મિસાઇલ ટેક્નૉલૉજિસ્ટ. ડૉ. કલામે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતન રામેશ્વરમ્માંથી જ લીધું; ઉચ્ચ શિક્ષણ ચેન્નઈની એવિયેશન ઇજનેરી કૉલેજમાં. તેઓ કોઈ યુનિવર્સિટીના વિધિસરના ‘ડૉક્ટરેટ’…
વધુ વાંચો >એપૉલો કાર્યક્રમ
એપૉલો કાર્યક્રમ : ચંદ્રના તલસ્પર્શી અભ્યાસ માટે, ચંદ્ર ઉપર સમાનવ ઉપગ્રહ મોકલવાનો અમેરિકાનો કાર્યક્રમ. તેની સંકલ્પના (concept) 1960માં થઈ હતી. તેનું ધ્યેય માનવીને ચંદ્ર પર ઉતારવાનું, ત્યાંની સૃષ્ટિ નિહાળવાનું અને ત્યાંની ધરતીની માટી, ખડકો વગેરેના નમૂના પૃથ્વી પર લાવીને, તેમનો ઊંડો અભ્યાસ કરવાનું હતું. સમાનવ ઉપગ્રહનું ચંદ્ર પર ઉતરાણ થાય…
વધુ વાંચો >એરિયાન
એરિયાન : યુરોપીય અંતરીક્ષ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવેલ પ્રમોચન રૉકેટ. આ રૉકેટના ત્રણ તબક્કાઓ પ્રવાહી બળતણ વડે કાર્ય કરે છે. પહેલા અને બીજા તબક્કામાં હાઇડ્રેઝીન અને નાઇટ્રોજન ટેટ્રૉક્સાઇડ ઉપચાયક (oxidiser) તરીકે કાર્ય કરે છે. ત્રીજા તબક્કામાં પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઑક્સિજનનો ઉપયોગ થાય છે. એરિયાન રૉકેટની કુલ ઊંચાઈ 47…
વધુ વાંચો >