Sociology
ભટ્ટ, ગુણવંતરાય
ભટ્ટ, ગુણવંતરાય (જ. 16 માર્ચ 1893, અવિધા, રાજપીપળા; અ. 9 મે 1991, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ) : ગુજરાતમાં સ્કાઉટ અને ગાઇડ પ્રવૃત્તિ વિકસાવવામાં જીવન અર્પી દેનાર સમાજસેવક. પિતાનું નામ મંગળભાઈ, માતાનું રુક્મિણીબહેન. માતા ભક્તિભાવવાળાં. પૌરાણિક કથાઓ કહે. મધુર સ્વરે ભજનો-ગીતો ગાઈ સંભળાવે. પિતા મનના કોમળ, પણ બહારથી કઠોર સ્વભાવના. નીડર અને સાચાને…
વધુ વાંચો >ભટ્ટ, ચિમનલાલ પ્રાણલાલ
ભટ્ટ, ચિમનલાલ પ્રાણલાલ (જ. 21 નવેમ્બર 1901, ભરૂચ; અ 10 જુલાઈ 1986, વેડછી, જિ. સૂરત) : ગુજરાતી કવિ, બાળવાર્તાલેખક, વેડછી સ્વરાજ આશ્રમના નિયામક, સ્વાતંત્ર્યસેનાની. ચિમનભાઈ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક થઈ થોડો સમય કરાંચીમાં શારદામંદિરમાં શિક્ષક રહ્યા. ત્યાંથી સૂરત આવી રાષ્ટ્રીય વિદ્યાલયમાં જોડાયા. આ પહેલાં, 1924માં ખાદીભક્ત ચૂનીભાઈ મહેતા ગાંધીજીની પ્રેરણાથી વાલોડ…
વધુ વાંચો >ભટ્ટ, માનશંકર નરભેશંકર
ભટ્ટ, માનશંકર નરભેશંકર (જ. 28 ઑગસ્ટ 1908, ભાવનગર; અ. 2 જાન્યુઆરી 2002, વડોદરા) : માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરનાર, કુશળ વહીવટકર્તા અને સમાજોપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા. એમના પિતા નરભેશંકર ભાવનગર રાજ્યમાં ફોજદાર હતા. માતા માણેકબહેનનું તેઓ નાના હતા ત્યારે અવસાન થતાં દાદા અંબાશંકરભાઈ પાસે ઊછર્યા. આઠ વર્ષની ઉંમરે ગૃહવ્યવસ્થા અને રસોઈમાં…
વધુ વાંચો >ભવિષ્યનિધિ ધારો, 1952
ભવિષ્યનિધિ ધારો, 1952 : નિવૃત્તિને કારણે નિયમિત આવકનો મુખ્ય સ્રોત બંધ થવાથી કર્મચારી કે કામદાર માટે જે આર્થિક વિમાસણ ઊભી થાય છે તેને પહોંચી વળવાના હેતુથી સામાજિક સુરક્ષાના ભાગ તરીકે કરવામાં આવતી વચગાળાની જોગવાઈને લગતો ધારો. વેતન મેળવનારાઓએ નિયત ઉંમરે નિવૃત્ત થવાનું હોય છે. નોકરીના સમય દરમિયાન એમને નિર્ધારિત આવક…
વધુ વાંચો >ભાઈકાકા
ભાઈકાકા : જુઓ પટેલ, ભાઈલાલભાઈ દ્યાભાઈ
વધુ વાંચો >ભાઈ પરમાનંદ
ભાઈ પરમાનંદ (જ. 1874, કાર્યાલા, જિ. જેલમ, પંજાબ; અ. 18 ડિસેમ્બર 1947, જાલંધર) : હિંદુ મહાસભાના નામાંકિત નેતા, સમાજસુધારક અને પત્રકાર. તેમણે બ્રિટિશ ઇન્ડિયન કૅવેલરી રેજિમેન્ટમાં સૈનિક તરીકે નોકરી કરી હતી. ભાઈ પરમાનંદ ચકવાલમાં અભ્યાસ કરી, મૅટ્રિક પાસ થયા બાદ લાહોરમાં દયાનંદ ઍંગ્લોવેદિક કૉલેજમાં જોડાયા. ત્યાંથી બી.એ. પાસ કરીને કોલકાતાની…
વધુ વાંચો >ભાઉ દાજી (ડૉ.)
ભાઉ દાજી (ડૉ.) (જ. 1822, માંજરે, ગોવા; અ. 31 મે 1874, મુંબઈ) : ડૉક્ટર, સમાજસુધારક અને પ્રાચ્યવિદ્યાના પ્રકાંડ વિદ્વાન. પૂરું નામ રામકૃષ્ણ વિઠ્ઠલ લાડ. પિતા દાજીને નામે અને પોતે બચપણમાં ભાઉના નામે ઓળખાતા હોઈ તેઓ ભાઉ દાજી તરીકે પ્રસિદ્ધ થયા. સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા ભાઉના પિતા શરૂઆતમાં ગોવામાં ખેતી કરતા.…
વધુ વાંચો >ભારત સેવાશ્રમ સંઘ
ભારત સેવાશ્રમ સંઘ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવધર્મ અને સમાજસેવાને વરેલું લોકહિતૈષી સંગઠન, જેમાં સંન્યાસીઓ અને નિઃસ્વાર્થી કાર્યકર્તા ભ્રાતૃભાવથી ઈ. સ. 1917થી અવિરત જનકલ્યાણનાં કાર્ય કરી રહ્યા છે. સંસ્થાની સ્થાપના યોગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી (1896–1941)એ પોતાના જન્મસ્થાન બાજિતપુરા(જિ. ફરીદપુર, બાંગ્લાદેશ)માં સ્મશાનની નિકટના સ્થાનમાં વનદેવી દુર્ગાના સ્થાનક પાસે આશ્રમ બનાવીને ત્યાં…
વધુ વાંચો >ભાવે, બાળકોબા
ભાવે, બાળકોબા (જ. 1890, જમખંડી, કર્ણાટક; અ. 28 ઑગસ્ટ 1981, ઉરુલીકાંચન, મહારાષ્ટ્ર) : રચનાત્મક કાર્યકર. વિનોભા ભાવેના વચલા ભાઈ. વિનોબાથી એ પાંચ વર્ષ નાના હતા. બચપણ ગાગોદામાં વીત્યું. પ્રાથમિક અભ્યાસ પૂરો કરી એ વડોદરાના કલાભવનમાં દાખલ થયા. ત્યાંથી એમણે ક્લે-મૉડલિંગનો ડિપ્લોમા મેળવ્યો. વિનોબાની પાછળ એ પણ 1916માં ગાંધીજીના આશ્રમમાં ગયા.…
વધુ વાંચો >ભાવે, વિનોબા
ભાવે, વિનોબા [જ. 11 સપ્ટેમ્બર 1895, ગાગોદા, જિ. કુલાબા (રાયગડ); અ. 15 નવેમ્બર 1982, પવનાર, વર્ધા] : ગાંધીમાર્ગી સેવક, ચિંતક અને સંત. જન્મ ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં. મૂળ નામ વિનાયક નરહરિ ભાવે. પિતા સ્વમાની, વ્યવસ્થાપ્રિય, વૈજ્ઞાનિક અને બુદ્ધિનિષ્ઠ. માતા રુક્મિણીબાઈ ભક્ત અને ભોળાં. એ વહેલી પરોઢિયે ઊઠી સંતોનાં ભજનો ગાતાં ગાતાં…
વધુ વાંચો >