Religious mythology
લામા
લામા : આધ્યાત્મિક ઉપદેશ આપનાર તિબેટન ગુરુ. સંસ્કૃતમાં ‘ગુરુ’ શબ્દ વપરાય છે, તે જ રીતે તિબેટન ભાષામાં ‘લામા’ શબ્દ વપરાય છે. ‘લામા’ એટલે ‘ઉચ્ચતર ગુરુ’. આથી બધા બૌદ્ધ ભિખ્ખુઓ લામા નથી હોતા, તેમજ બધા લામાઓ ભિખ્ખુઓ પણ નથી હોતા. તિબેટી ભાષામાં ભિખ્ખુ માટેનો શબ્દ ‘ત્રાપા’ છે, ‘લામા’ નથી. બૌદ્ધ ધર્મનો…
વધુ વાંચો >લાલદાસ, સંત
લાલદાસ, સંત (જ. 1539, ધૌલી ધૂપ, પંજાબ; અ. 1647, નગલા, પંજાબ) : પંજાબમાં સોળમી અને સત્તરમી સદીમાં થઈ ગયેલ એક સંત તથા લાલદાસી નામથી ઓળખાતા સંપ્રદાયના પ્રવર્તક. એક જમાનામાં લૂંટારાઓ તરીકે જાણીતી બનેલી મેવ જાતિમાં તેમનો જન્મ થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત કપરી હોવાથી બાલ્યાવસ્થામાં જ લાલદાસને પરિવારના ભરણપોષણ…
વધુ વાંચો >લાલદાસસ્વામી
લાલદાસસ્વામી : પ્રણામી સંપ્રદાયના સંતમહાત્મા. 17મી સદીમાં થયેલા આ સંત મૂળ પોરબંદરના વતની હતા. તેમનું મૂળ નામ લક્ષ્મણદાસ હતું. વ્યવસાયે તેઓ વેપારી હતા અને સિંધમાં ઠઠ્ઠા બંદરેથી તેમના 99 જેટલાં વહાણો મારફતે મુખ્યત્વે અરબ દેશો સાથે વેપાર કરતા હતા. તેઓ અરબી, ફારસી અને સંસ્કૃત ભાષાના જ્ઞાતા અને વિદ્વાન હતા. ભાગવતના…
વધુ વાંચો >લિયો (મહાન)
લિયો (મહાન) (જ. ?, ટસ્કની, ઉત્તર ઇટાલી; અ. 10 નવેમ્બર 461, રોમ) : 440થી 461 સુધી પોપ. પોપની સર્વોચ્ચતાનો આગ્રહ સેવનાર ચર્ચના વડા. પોપના સર્વોપરીપણા હેઠળ પાશ્ર્ચાત્ય ચર્ચની એકતા તેમણે પ્રાપ્ત કરી હતી. પોપનું પદ સ્વીકાર્યા પછી તરત જ તેમણે પાખંડ દૂર કરવાના ઉપાયો કર્યા. તેમની સૌથી મહત્વની સિદ્ધિ સનાતની…
વધુ વાંચો >લિવિંગ્સ્ટન, ડેવિડ
લિવિંગ્સ્ટન, ડેવિડ (જ. 19 માર્ચ 1813, બ્લેનટાયર, સ્કૉટલૅન્ડ; અ. 1 મે 1873, ચિતામ્બો, ઝામ્બિયા) : આફ્રિકામાં ધર્મપ્રચાર કરનાર સ્કૉટલૅન્ડના પાદરી (મિશનરી) અને આફ્રિકામાં નવા પ્રદેશોના શોધક. તેમણે આફ્રિકામાં પાશ્ચાત્ય રીતભાત ફેલાવી હતી. લિવિંગ્સ્ટન સ્કૉટલૅન્ડના એક ગરીબ, પરિશ્રમી, શિક્ષણ પ્રત્યે ઉત્સાહી અને સેવાભાવી પરિવારમાં ઊછર્યા હતા. માત્ર દસ વર્ષની વયે તેમણે…
વધુ વાંચો >લિંગ અને લિંગપૂજા (શૈવ સંપ્રદાય)
લિંગ અને લિંગપૂજા (શૈવ સંપ્રદાય) : ભગવાન શિવનું પૂજાતું સ્વરૂપ. શિવની પૂજા કરવામાં આવતી નથી, ફક્ત તેમના ચિહની પૂજા કરવામાં આવે છે કે જેને શિવલિંગ કહે છે. સ્કંદપુરાણ મુજબ આકાશ લિંગ છે અને પૃથ્વી તેની વેદી કે પીઠિકા છે. શિવની આઠ મૂર્તિઓમાં આકાશ પણ એક મૂર્તિ છે. શિવલિંગમાં દેવી પાર્વતી…
વધુ વાંચો >લિંગપુરાણ
લિંગપુરાણ : સંસ્કૃત ભાષાનાં 18 મુખ્ય પુરાણોમાંનું શિવવિષયક પુરાણ. ‘લિંગપુરાણ’ બે ભાગમાં વહેંચાયેલું છે. પૂર્વાર્ધમાં 108 અને ઉત્તરાર્ધમાં 55 અધ્યાય છે. પ્રથમ ભાગમાં શિવના લિંગની ઉત્પત્તિ અને લિંગ સંપ્રદાયવિષયક વિવિધ પરંપરાઓ આપવામાં આવી છે. શિવપૂજા, તેનાં વિધિવિધાન વગેરે વિવિધ પુરાકથાઓ, આખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા દર્શાવાયાં છે. ‘લિંગપુરાણ’માં નિરૂપિત ભૌગોલિક વિગતોમાં…
વધુ વાંચો >લિંગાયત સંપ્રદાય
લિંગાયત સંપ્રદાય : કટ્ટર શિવોપાસક સંપ્રદાય. આ સંપ્રદાયના લોકો પોતાના શરીર પર લિંગ ધારણ કરતા હોવાથી તેમને ‘લિંગાયત’, ‘લિગાંગી’ અને ‘લિંગવત’ જેવાં જુદાં જુદાં પણ સમાનાર્થી નામોથી ઓળખવામાં આવે છે. બસવેશ્વર આ સંપ્રદાયના પુરસ્કર્તા ગણાય છે. મહદ્અંશે કર્ણાટક રાજ્યમાં આ સંપ્રદાયના લોકોની વસ્તી કેન્દ્રિત થયેલી છે. દક્ષિણ મહારાષ્ટ્રમાં પણ તેમની…
વધુ વાંચો >લેશ્યા
લેશ્યા : જૈન દર્શન અનુસાર મનના ભાવ કે મનના પરિણામ (અધ્યવસાય) અને કર્મના સંમિશ્રણથી નિષ્પન્ન ગાઢ રીતે ગૂંથાયેલ ભાત. લેશ્યા અ જીવાત્માનો કર્મસંસર્ગથી ઉત્પન્ન થતો વિકાર છે. તે અત્યંત સૂક્ષ્મ હોઈ તેનું ચક્ષુ દ્વારા નિરીક્ષણ શક્ય નથી. જેમ સ્ફટિક રત્ન પાસે જે રંગની ચીજ રાખીએ તેવા રંગવાળું સ્ફટિક રત્ન દેખાય…
વધુ વાંચો >લોકનાથ
લોકનાથ : સર્વરોગના નાશ કરનારા મનાતા બોધિસત્વ. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તેઓ શ્વેતવર્ણના અને દ્વિભુજ છે. જમણો હાથ વરદામુદ્રામાં અને ડાબા હાથમાં કમળ ધારણ કરેલ છે. લલિતાસનમાં બેઠેલા છે. તેમની જમણી બાજુએ વરદમુદ્રામાં તારા બેઠેલ છે અને ડાબી બાજુએ રક્તવર્ણના હયગ્રીવ હાથમાં દંડ સાથે બેઠેલ છે. તેમણે વ્યાઘ્રચર્મ ધારણ કરેલ છે.…
વધુ વાંચો >