Punjabi literature
અર્જુનદેવ (ગુરુ)
અર્જુનદેવ (ગુરુ) (જ. 15 એપ્રિલ 1563, ગોઇંદવાલ, જિ. અમૃતસર; અ. 30 મે 1606, લાહોર) : શીખોના પાંચમા ગુરુ, કવિ, વિદ્વાન તથા તેમના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ અર્થાત્ ‘આદિગ્રંથ’ના સંકલનકર્તા. ગુરુ રામદાસના નાના પુત્ર. અમૃતસરના સુવર્ણમંદિરનું મુખ્ય દેવસ્થાન હરિમંદિર તેમણે 1589માં બંધાવ્યું અને તેના પાયાની ઈંટ મુસ્લિમ સૂફી સંત મિયાં મીરના…
વધુ વાંચો >અહલુવાલિયા, જસબીરસિંઘ
અહલુવાલિયા, જસબીરસિંઘ (જ. 5 ફેબ્રુઆરી 1935, લુધિયાણા, પંજાબ, અ. 19 એપ્રિલ 2019, ચંદીગઢ, પંજાબ) : પંજાબી કવિ, વિવેચક, વિદ્વાન. અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ., પીએચ.ડી. પંજાબ મુલકી સેવામાં અધિકારી. મહદંશે પંજાબીમાં પ્રયોગવાદના પ્રવર્તક તરીકે જાણીતા. માર્ક્સવાદ અને પ્રગતિવાદની અસરના પ્રતિકાર રૂપે આ વહેણ 195૦ના દાયકાના ઉત્તરાર્ધમાં પ્રગટ થયું હતું. અહલુવાલિયાએ પંજાબીમાં…
વધુ વાંચો >અહલુવાલિયા, રોશનલાલ
અહલુવાલિયા, રોશનલાલ (જ. 191૦) : પંજાબી નાટ્યકાર તથા વાર્તાકાર. વતન લુધિયાણા (પંજાબ). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ત્યાં લઈને પછી સ્નાતક સુધીનું શિક્ષણ અમૃતસરમાં લીધું. બી.એ.માં અંગ્રેજી વિષય લઈને, સુવર્ણચંદ્રક મેળવ્યો. એમ.એ. પણ અમૃતસરમાં જ અંગ્રેજી વિષય લઈને કર્યું અને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. પછી તિબ્બી કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક નિમાયા. કૉલેજના…
વધુ વાંચો >આઝાદ, અવતારસિંઘ
આઝાદ, અવતારસિંઘ (જ. ડિસેમ્બર 1906; અ. 31 મે 1972) : પંજાબી કવિ. વ્યવસાયે પત્રકાર. સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લેવા બદલ તેમણે બ્રિટિશ જેલોમાં સજા ભોગવેલી. તેમણે કાવ્યોના કુલ 10 સંગ્રહો (‘વિશ્વવેદના’ – 1941, ‘સોન સવેરા’ – 1945, ‘સોન શીખરાન’ – 1958) આપ્યા છે. ઉમર ખય્યામના ‘ખૈયામ ખુમારી’, ગુરુ ગોવિંદસિંહના ‘ઝફરનામા’ અને…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આરિફ, કિશનસિંઘ
આરિફ, કિશનસિંઘ (જ. 1836, અમૃતસર, પંજાબ; અ. 1904, પંજાબ, ઇન્ડિયા) : પંજાબી કવિ. 28 કાવ્યગ્રંથોના લેખક. આમાં ધાર્મિક, ઉપદેશાત્મક તથા હીર, શીરીન-ફરહાદ, પૂરણ ભગત, ભરથરી-હરિ, રાજા-રસૂલા, દુલ્લા-ભટ્ટી અને અન્ય પ્રેમકિસ્સાઓની કાવ્યરચનાઓ છે. તેઓ મહદંશે હીર(કલિયનવાલી હીર)ના કાવ્યસ્વરૂપના કારણે જાણીતા છે. આરિફ 19મી સદીના ઉત્તરાર્ધના પ્રતિનિધિ કવિ છે. તેઓ ઊર્મિપ્રધાનતા અને…
વધુ વાંચો >