psychology
સાહચર્ય-કસોટી (Association test)
સાહચર્ય–કસોટી (Association test) : મનોવિશ્લેષણમાં ઉપયોગી બનતી એવી પ્રવિધિ (ટૅકનિક) જેમાં અસીલ શાંત બનીને પોતાના મનમાં જે કાંઈ આવે તે [ગમે તેટલું ક્ષોભ કે પીડા ઉપજાવે એવું હોય કે ક્ષુલ્લક જણાય તોપણ] કહે છે. સાહચર્ય-કસોટી એક પ્રકારની ભાવવિરેચન(Catharsis)ની પદ્ધતિ છે. આપણા એક અનુભવનું અન્ય અનુભવો સાથે મનમાં સાહચર્ય વડે જોડાણ…
વધુ વાંચો >સાહચર્યવાદ (Associationism)
સાહચર્યવાદ (Associationism) : સાહચર્યને માનસિક જીવનના પ્રાથમિક સિદ્ધાંત તરીકે સ્વીકારતો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત. સાહચર્યના સિદ્ધાંતનું મૂળ છેક પ્લેટો અને એરિસ્ટોટલના સમયથી જ્ઞાનમીમાંસા અને તત્ત્વજ્ઞાનમાં શોધી શકાય છે અને તેનો પ્રભાવ વર્તમાન મનોવિજ્ઞાન સુધી ચાલુ રહ્યો છે. એક યા બીજા રૂપે મનોવિજ્ઞાનના દરેક સંપ્રદાયે સાહચર્યવાદી ખ્યાલોનો પુરસ્કાર કર્યો છે અને પોતાના સિદ્ધાંતતંત્રમાં…
વધુ વાંચો >સિજવિક હેન્રી
સિજવિક, હેન્રી (જ. 31 મે 1838, સ્કિપટૉન, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 28 ઑગસ્ટ 1900) : જ્હૉન સ્ટૂઅર્ટ મિલ અને જેરિ બેન્થમની જેમ જ પાશ્ર્ચાત્ય (ઇંગ્લિશ) નીતિશાસ્ત્રમાં સુખવાદી ઉપયોગિતાવાદ-(hedonistic utilitarianism)માં ખૂબ જ મહત્ત્વનું યોગદાન કરનાર વિદ્વાન. સિજવિકે કૅમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 1869થી 1900 સુધી કેમ્બ્રિજમાં જ અધ્યાપનકાર્ય કર્યું…
વધુ વાંચો >સૂચન (suggestion)
સૂચન (suggestion) : કશી ઊંડી તપાસ કર્યા વગર અમુક વિધાનનો સીધેસીધો સ્વીકાર કરવો તે. કશી પણ ચિકિત્સા વગર અન્યનું કથન આખેઆખું સ્વીકારી માણસ તેનાં વિચાર, વલણ અને વર્તનમાં ફેરફાર કરે ત્યારે તે માણસ સૂચનવશ થયો એમ કહી શકાય. તેમ થાય ત્યારે માણસની તાર્કિક રીતે વિચારવાની વૃત્તિ તેટલો વખત કામ કરતી…
વધુ વાંચો >સેન સોસાયટી ધ
સેન સોસાયટી, ધ : એરિક ફ્રોમ (1900-1980) નામના જર્મનીમાં જન્મેલા પણ અમેરિકામાં કાયમી વસવાટ કરવા સ્થળાંતર કરી ગયેલા મનોવૈજ્ઞાનિક અને સામાજિક દાર્શનિકે 1955માં પ્રકાશિત કરેલો વિખ્યાત ગ્રંથ. આ ગ્રંથમાં લેખકે એવી દલીલ કરી છે કે આધુનિક જમાનાના ગ્રાહકપ્રણીત ઔદ્યોગિક સમાજમાં માણસ પોતાનાથી વિખૂટો પડી ગયેલો છે. તેના ઉપાય તરીકે તેમણે…
વધુ વાંચો >સ્કિનર બી. એફ. (Skinner B. F.)
સ્કિનર, બી. એફ. (Skinner, B. F.) (જ. 20 માર્ચ 1904, પેન્સિલવેનિયા; અ. 18 ઑગસ્ટ 1990, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અગ્રણી મનોવૈજ્ઞાનિક અને વર્તનવાદના પુરસ્કર્તા. આખું નામ બરહસ ફ્રેડરિક સ્કિનર. પિતા વ્યવસાયે વકીલ અને માતા ગૃહિણી હતાં. તેમનો ઉછેર અત્યંત જુનવાણી, રૂઢિચુસ્ત વાતાવરણમાં થયો હતો. હેમિલ્ટન કૉલેજમાંથી અંગ્રેજી સાથે સ્નાતકની પદવી મેળવ્યા…
વધુ વાંચો >સ્મૃતિ અને સ્મૃતિલોપ
સ્મૃતિ અને સ્મૃતિલોપ સ્મૃતિ (memory) નવી માહિતીનો કાર્યક્ષમ રીતે સંગ્રહ કરીને જાળવી રાખવાની એવી ક્રિયા, જેને લીધે સમય વીત્યા પછી જરૂર પડે ત્યારે તેને સભાન મનમાં લાવી શકાય. આમ સ્મૃતિ એટલે જ્ઞાનને મનના સંગ્રહ-કોઠારમાં મૂકવું અથવા ત્યાંથી બહાર કાઢીને એ જ્ઞાનથી ફરી સભાન બનવું. જે રીતે સંગણક યંત્ર (computer) સંચય…
વધુ વાંચો >સ્વત્વ
સ્વત્વ : સ્વત્વ અથવા સ્વખ્યાલ વિશેની મનોવૈજ્ઞાનિક વિચારણા. કાર્લ યુંગના મંતવ્ય મુજબ, ‘સ્વ’ એ વ્યક્તિત્વનું મધ્યબિંદુ છે, જેની આસપાસ વ્યક્તિત્વનાં અન્ય તંત્રો સંગઠિત થાય છે. ‘સ્વ’ દ્વારા વ્યક્તિત્વને સ્થિરતા, સંતુલા અને એકત્વ પ્રાપ્ત થાય છે. ગોર્ડન ઑલપોર્ટે તેના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં સ્પષ્ટ કર્યું છે કે મનુષ્ય ‘સ્વ’ કે ‘અહમ્’ શબ્દ દ્વારા…
વધુ વાંચો >સ્વપ્નવિદ્યા
સ્વપ્નવિદ્યા : વ્યક્તિની જાગ્રતાવસ્થાની બોધનાત્મક પ્રવૃત્તિઓનું અને અન્ય અનુભવોના બદલાયેલા સ્વરૂપનું નિદ્રાવસ્થામાંથી બહાર આવતાં થતું દર્શન. મુખ્યત્વે નિદ્રાના ઝડપી નેત્રગતિ(rapid eye movement)ના તબક્કામાં ઊપજતી સ્પષ્ટ (vivid) અને મહદંશે દૃશ્ય (visual) અને શ્રાવ્ય (auditory) પ્રતિમાઓ અને એવા અનુભવો જેમાં વ્યક્તિ સંપૂર્ણપણે નિમગ્ન (absorbed) થઈ જાય છે. સ્વપ્ન નિદ્રાવસ્થા દરમિયાન હારમાળામાં આવતાં,…
વધુ વાંચો >સ્વપ્રેમગ્રંથિ (Narcissism)
સ્વપ્રેમગ્રંથિ (Narcissism) : સ્વપ્રેમદર્શક ગ્રંથિ એટલે વ્યક્તિને પોતાની જાત પ્રત્યે અનહદ પ્રેમ. માણસે પોતાના જ પ્રેમમાં પડેલા રહેવું તે. આ આત્મપ્રેમ અતિશયતાની સીમા વટાવી ગયો હોય ત્યારે તે વિકૃતિ બની ગ્રંથિ, વળગણ બની જાય છે. ગ્રીક દંતકથામાં નાર્સિસસ નામનો સોળ વરસનો અતિશય સ્વરૂપવાન રાજકુમાર હતો. તે ઈકો નામની તેની પ્રિયતમા…
વધુ વાંચો >