Political science

રેગ્યુલેટિંગ ઍક્ટ, 1773

રેગ્યુલેટિંગ ઍક્ટ, 1773 : ઈસ્ટ ઇંડિયા કંપનીના ભારતમાંના વહીવટ ઉપર બ્રિટિશ તાજનો અંકુશ સ્થાપતો પ્રથમ કાયદો. ભારતના બંધારણીય વિકાસમાં રેગ્યુલેટિંગ ઍક્ટ પ્રથમ મહાન સીમાચિહન સમાન હતો. એપ્રિલ 1772માં ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિવિધ કાર્યવાહીની તપાસ કરવા વાસ્તે એક સમિતિ નીમી. કંપની દ્વારા કરવામાં આવતું પુષ્કળ ખર્ચ, વહીવટી અરાજકતા, કંપનીના…

વધુ વાંચો >

રેડક્લિફ ચુકાદો

રેડક્લિફ ચુકાદો : ભારત અને પાકિસ્તાનની સરહદો અંગે ઑગસ્ટ 1947માં આપવામાં આવેલો ચુકાદો. ભારતનું વિભાજન કરવાનો નિર્ણય લેવાયા બાદ તેની સરહદો ઠરાવવા માટે બે સીમા-પંચ નીમવામાં આવ્યાં. એક પંચ બંગાળનું વિભાજન તથા આસામમાંથી સિલ્હટને અલગ કરવા અને બીજું પંચ પંજાબના વિભાજન માટે નીમવામાં આવ્યું. દરેક પંચમાં કૉંગ્રેસે નીમેલા બે તથા…

વધુ વાંચો >

રેડ બુક (1966)

રેડ બુક (1966) : ચીનના નેતા માઓ-ત્સે-તુંગનાં સામ્યવાદ અંગેનાં વિચારો અને અવતરણોનો સંગ્રહ.  પૂરું શીર્ષક છે ‘લિટલ રેડ બુક.’ માઓએ 1966માં ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિનો આરંભ કર્યો. આ લડતને દોરવણી આપતું પુસ્તક ‘લિટલ રેડ બુક’ હતું, મૂળ પુસ્તક ‘ક્વોટેશન્સ ફ્રોમ ચેરમેન માઓ-ત્સે-તુંગ’ હતું જેનું સંપાદન લીન પિઆઓએ કર્યું. આ સંપાદન એટલે…

વધુ વાંચો >

રેડ્ડી, નીલમ સંજીવ

રેડ્ડી, નીલમ સંજીવ (જ. 19 મે 1913, ઇલુરુ, આંધ્રપ્રદેશ; અ. 1 જૂન 1996, બૅંગાલુરુ) : ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, સ્વાતંત્ર્યસેનાની અને કૉંગ્રેસના જાણીતા કાર્યકર. પિતા ચિન્નપ્પા રેડ્ડી. જાહેર જીવનના પ્રારંભે 1936માં આંધ્રપ્રદેશ કૉંગ્રેસ સમિતિના તેઓ મંત્રી હતા. 1946 સુધી આ પદ પર કામગીરી કરી તે દરમિયાન સત્યાગ્રહની લડતમાં તેમણે ભાગ લીધો…

વધુ વાંચો >

રૅન્કિન, જેનેટ

રૅન્કિન, જેનેટ (જ. 11 જૂન 1880, મિસૌલા, મૉન્ટાના, અમેરિકા; અ. 18 મે 1973, કાર્મેલ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં પ્રથમ મહિલા-સાંસદ, મહિલા-સ્વાતંત્ર્યનાં પુરસ્કર્તા અને પ્રખર શાંતિવાદી. અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા બાદ 1909માં તેમણે વૉશિંગ્ટન રાજ્યના સિયાટલ ખાતે સામાજિક પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો. આ કાર્યો દરમિયાન મહિલા-મતાધિકારના ધ્યેયથી તેઓ આકર્ષાયાં. વૉશિંગ્ટન, મૉન્ટાના અને…

વધુ વાંચો >

રેમૉસ-હૉટો જોસ

રેમૉસ-હૉટો જોસ (જ. 1950) : (અગ્નિ ઇન્ડોનેશિયા) પૂર્વ ટિમૉરના રાજકીય આંદોલનકાર. પૂર્વ ટિમૉરમાં સ્વાતંત્ર્ય-આંદોલનને ટેકો આપવા બદલ પૉર્ટુગીઝ સરકારે તેમને દેશનિકાલ કર્યા હતા. 1972–75 દરમિયાનના આંતરયુદ્ધમાં ભાગ લેવા તેઓ દેશ પાછા આવ્યા અને ફ્રૅટલિનના ગેરીલા-સભ્ય બન્યા. 1975માં ઇન્ડોનેશિયા તરફથી આક્રમણ થતાં તેઓ ઑસ્ટ્રેલિયા ચાલ્યા ગયા. તેમણે પૂર્વ ટિમૉરના વિદેશ મંત્રી…

વધુ વાંચો >

રે, રવિ

રે, રવિ (જ. 26 નવેમ્બર 1926, ભાઉરાગઢ, પુરી જિલ્લો, ઓરિસા) : કેન્દ્ર સરકારના આરોગ્ય અને કુટુંબકલ્યાણ-વિભાગના પૂર્વ મંત્રી અને લોકસભાના પૂર્વ અધ્યક્ષ. તેઓ કટકની રેવનશો કૉલેજમાંથી સ્નાતક થયા, ત્યાં રાજકારણના પ્રથમ પાઠ શીખ્યા, 1948માં કૉલેજના વિદ્યાર્થીમંડળના પ્રમુખ બન્યા. લૉ કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ત્યાં પણ તેઓ વિદ્યાર્થીમંડળના વડા બન્યા હતા. કૉલેજના…

વધુ વાંચો >

રૈયતવારી પદ્ધતિ

રૈયતવારી પદ્ધતિ : સામાન્ય ખેડૂત પાસેથી જમીનના પ્રકાર તથા પાક(ઉત્પાદન)ને ધ્યાનમાં રાખીને સરકારને આપવાનું મહેસૂલ નક્કી કરવાની પદ્ધતિ. આ પદ્ધતિમાં ખેડૂત ખેતર કે ખેતરોનો માલિક ગણાતો અને માલિકીહક તેને વારસાગત પ્રાપ્ત થતો હતો. આ રીતે મુંબઈ અને મદ્રાસ ઇલાકામાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમનાં ખેતરોના માલિકો હતા. તેમણે સરકારને નક્કી કર્યા…

વધુ વાંચો >

રૉકફેલર, નેલ્સન એ.

રૉકફેલર, નેલ્સન એ. (જ. 8 જુલાઈ 1908, બાર હાર્બર, મૅસેચૂસેટ્સ; અ. 26 જાન્યુઆરી 1979, ન્યૂયૉર્ક શહેર) : અમેરિકાના રાજકારણી, પૂર્વ ઉપપ્રમુખ, ન્યૂયૉર્કના પૂર્વ ગવર્નર, રિપબ્લિકન પક્ષના સમર્થનકાર અને કલાસંગ્રાહક. અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર જૉન ડી. રૉકફેલરના તેઓ પૌત્ર હતા. 1930માં ડાર્ટમથ કૉલેજમાંથી તેઓ સ્નાતક થયા અને ન્યૂયૉર્ક, પૅરિસ અને…

વધુ વાંચો >

રોઝેનબર્ગ, આલ્ફ્રેડ

રોઝેનબર્ગ, આલ્ફ્રેડ (જ. 12 જાન્યુઆરી 1893, રેવાલ, ઇસ્ટોનિયા, રશિયા; અ. 16 ઑક્ટોબર 1946, નુરેમ્બર્ગ) : જર્મનીના નાઝીવાદી નેતા. ઇસ્ટોનિયામાં જર્મન કારીગર માતાપિતાને ત્યાં જન્મ. રીગા અને મૉસ્કોમાં તેમણે સ્થાપત્યનો અભ્યાસ કરીને 1918માં સ્નાતકની પદવી મેળવી. આ દરમિયાન રશિયામાં થયેલી બૉલ્શેવિક ક્રાંતિના તે સાક્ષી બન્યા અને બૉલ્શેવિકવિરોધી પણ બન્યા. ધરપકડની શક્યતા…

વધુ વાંચો >