Political science
મૅકમેહૉન, વિલિયમ (સર)
મૅકમેહૉન, વિલિયમ (સર) (જ. 23 ફેબ્રુઆરી 1908, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 31 માર્ચ 1988, સિડની, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના રાજકારણી તથા વડાપ્રધાન (1971–72). તેમણે સિડની યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને સૉલિસિટર તરીકેની લાયકાત અને સજ્જતા કેળવી તેમણે તે ક્ષેત્રે કારકિર્દીનો આરંભ કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં સેવા આપ્યા પછી તેઓ લિબરલ પાર્ટીમાં સક્રિય બન્યા…
વધુ વાંચો >મૅકાર્થી, જોસેફ રેમન્ડ
મૅકાર્થી, જોસેફ રેમન્ડ (જ. 14 નવેમ્બર 1908, ગ્રાંડ શૂટ, વિસ્કૉન્સિન; અ. 2 મે 1957, બેથેસ્ડા, અમેરિકા) : અમેરિકાના જમણેરી વિચારસરણી ધરાવતા રિપબ્લિકન સેનેટર. મિલ્વાકીમાં આવેલી મારક્વેટ યુનિવર્સિટીમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું. 1940થી ’42 દરમિયાન તેમણે સરકિટ જજ તરીકે કામગીરી બજાવી, ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં સેવાઓ આપી. 1945માં તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ…
વધુ વાંચો >મૅકાર્થી, યૂજીન જૉસેફ
મૅકાર્થી, યૂજીન જૉસેફ (જ. 29 માર્ચ 1916, વૉટકિન્સ, મિનેસોટા, અમેરિકા; અ. 10 ડિસેમ્બર 2005 વોશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના પ્રખ્યાત રાજદ્વારી પુરુષ. તેમણે સેંટ જૉન્સ યુનિવર્સિટી તથા મિનેસોટા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. 1940–43 દરમિયાન તેમણે સેન્ટ જૉન્સ ખાતે શિક્ષણકાર્ય સંભાળ્યું. તે પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી બાતમી શાળામાં કામગીરી બજાવી.…
વધુ વાંચો >મૅકાર્થીવાદ
મૅકાર્થીવાદ : સામ્યવાદી હોવાના આક્ષેપ માટે અમેરિકામાં 1950ના દાયકામાં પ્રયોજાયેલો શબ્દ. આ શબ્દ શંકાસ્પદ સામ્યવાદી પ્રવૃત્તિઓ અંગેના આક્ષેપો અને તેમની તપાસ માટે વ્યાપક રીતે પ્રયોજાતો હતો. ગમે તે વ્યક્તિ સામે શંકાસ્પદ રીતે સામ્યવાદી હોવાનો અવિચારી આક્ષેપ કરી તેના પર જુલમ ગુજારવાની પ્રવૃત્તિ પાછળ રહેલી વિચારસરણીનો તે શબ્દ દ્યોતક છે. સેનેટર…
વધુ વાંચો >મૅકિન્લે, વિલિયમ
મૅકિન્લે, વિલિયમ (જ. 29 જાન્યુઆરી 1843, નાઇલ્સ, ઓહાયો, યુ.એસ.; અ. 14 સપ્ટેમ્બર 1901, બફેલો, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકાના રાજકારણી અને પચીસમા પ્રમુખ. તેમણે અમેરિકાના આંતરવિગ્રહ દરમિયાન સેવા બજાવી અને પછી વકીલાતનો વ્યવસાય અપનાવ્યો. 1877માં તેઓ અમેરિકાની કૉંગ્રેસમાં ચૂંટાયા; 1881માં તે ઓહાયોના ગવર્નર બન્યા. તેમનું નામ ‘મૅકિન્લે બિલ’ સાથે સંકળાયેલું છે.…
વધુ વાંચો >મેજર, જૉન
મેજર, જૉન (જ. 29 માર્ચ 1943, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના રાજકારણી અને 1990થી 1997 સુધીના ગાળાના વડાપ્રધાન. તેમણે પ્રારંભ કર્યો બૅંકિંગ ક્ષેત્રથી. પછી તેઓ 1979માં હન્ટિંગડનશાયરમાંથી રૂઢિચુસ્ત પક્ષ તરફથી પાર્લમેન્ટના સભ્ય બન્યા. 1981માં તેઓ માર્ગારેટ થૅચરની સરકારમાં જુનિયર પ્રધાન તરીકે જોડાયા. 1987માં તેઓ ટ્રેઝરી ચીફ સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા. ત્યારપછી…
વધુ વાંચો >મૅઝિનો આન્દ્રે
મૅઝિનો આન્દ્રે (જ. 1877, પૅરિસ; અ. 1932) : ફ્રાન્સના રાજકારણી. 1910માં તેઓ સૌપ્રથમ વાર ‘ચેમ્બર’માં ચૂંટાયા હતા. યુદ્ધ-મંત્રી તરીકે તેમણે (1922–24 અને 1926–31) લશ્કરી સંરક્ષણની નીતિ સતત અપનાવી; જર્મની સામેના સરહદ-વિસ્તારમાં મજબૂત કિલ્લેબંધીની પ્રથાનો પ્રારંભ તેમણે કર્યો. તેમના નામથી આ કિલ્લેબંધી ‘મૅઝિનો લાઇમ’ તરીકે ઓળખાવા લાગી. મહેશ ચોકસી
વધુ વાંચો >મૅડિસન, જેમ્સ
મૅડિસન, જેમ્સ (જ. 16 માર્ચ 1751, પૉર્ટ કૉનવે, વર્જિનિયા; અ. 28 જૂન 1836, ઓરેન્જ, વર્જિનિયા) : અમેરિકાના રાજકારણી અને ચોથા પ્રમુખ (1809–1817). તેમણે કૉલેજ ઑવ્ ન્યૂ જર્સી (પ્રિન્સટન યુનિવર્સિટી) ખાતે અભ્યાસ કર્યો. 1776માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે 1787ના ‘કૉન્સ્ટિટ્યૂશનલ કન્વેન્શન’માં અગ્રણી તરીકે ભાગ ભજવ્યો. ‘ધ ફેડરાલિસ્ટ પેપર્સ’ના લેખનમાં તેમનો…
વધુ વાંચો >મૅડિસન, ડૉલી
મૅડિસન, ડૉલી (જ. 20 મે 1768, ન્યૂ ગાર્ડન, નૉર્થ કૅરોલિના, યુ.એસ.; અ. 12 જુલાઈ 1849, વોશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના પ્રમુખ જેમ્સ મૅડિસનનાં પત્ની (ફર્સ્ટ લૅડી). તેમના પ્રથમ પતિનું અવસાન થતાં, 1794માં તેમણે જૅમ્સ મેડિસન સાથે લગ્ન કર્યાં. પ્રમુખપત્ની તરીકે તેઓ ખૂબ લોકચાહના અને આદર પામ્યાં હતાં. મૅડિસનની રાજકીય કારકિર્દી આગળ…
વધુ વાંચો >મેનન, કેશવ કે. પી.
મેનન, કેશવ કે. પી. (જ. 1 સપ્ટેમ્બર 1886, તરુર, પાલઘાટ; અ. 9 નવેમ્બર 1978) : કેરળના સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી, મુત્સદ્દી, તંત્રી અને લેખક. તેમના પિતા પાલઘાટ રાજવી પરિવારના ભીમચ્ચન રાજવી હતા. તેમની સમગ્ર કારકિર્દીમાં અનેક મહત્વની ઘટનાઓ વણાયેલી છે અને કેરળનાં અનેકવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં તેમનો ચિરસ્થાયી પ્રભાવ પડ્યો છે. તેઓ બૅરિસ્ટર થયા…
વધુ વાંચો >