Political science
વાચ્છા, દીનશા એદલજી (સર)
વાચ્છા, દીનશા એદલજી (સર) (જ. 2 ઑગસ્ટ 1844, મુંબઈ; અ. 1936) : મહાન રાષ્ટ્રવાદી, જાહેર સેવક, કૉંગ્રેસના સ્થાપક-સભ્ય અને પ્રમુખ. દીનશાનો જન્મ મધ્યમવર્ગના પારસી પરિવારમાં થયો હતો. એયરટન સ્કૂલમાં અભ્યાસ કરીને તે 1858માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા; અને ત્રણ વર્ષ બાદ, પિતાશ્રીના મુંબઈ અને એડનના વેપારમાં મદદ કરવા અભ્યાસ છોડી દીધો.…
વધુ વાંચો >વાજપેયી, અટલબિહારી
વાજપેયી, અટલબિહારી (જ. 24 ડિસેમ્બર 1924, લશ્કર, ગ્વાલિયર) : ભારતના અગ્રણી રાજપુરુષ, વિચક્ષણ સાંસદ, સાહિત્યપ્રેમી કવિ તથા દેશના પૂર્વ પ્રધાનમંત્રી. પિતા કૃષ્ણવિહારી ગ્વાલિયરમાં શિક્ષક હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગ્વાલિયરમાં લીધા બાદ વિનયન વિદ્યાશાખાની સ્નાતક પદવી ગ્વાલિયરની લક્ષ્મીબાઈ (મૂળ નામ વિક્ટોરિયા) કૉલેજમાંથી અને અનુસ્નાતક પદવી ડી. એ. વી. કૉલેજ, કાનપુરથી…
વધુ વાંચો >વાજા વંશ
વાજા વંશ : મારવાડના રાઠોડ સરદાર અજના બીજા પુત્ર વીંજોજીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સ્થાપેલ વંશ. એક અનુશ્રુતિ પ્રમાણે દ્વારકામાં અનંતદેવ ચાવડાનો દીકરો ભીખનસિંહ શાસન કરતો હતો, ત્યારે મારવાડના અજ નામના રાઠોડ સરદારે હેરોલ તથા ચાવડાઓના સંઘર્ષમાં હેરોલ રાજપૂતોને સહાય કરી. તેણે દ્વારકા પ્રદેશમાંથી ચાવડા સત્તાનો અંત આણ્યો. ત્યારબાદ હેરોલોને પણ અંકુશમાં…
વધુ વાંચો >વાટાઘાટ
વાટાઘાટ : મંત્રણા દ્વારા સંઘર્ષો ઉકેલવાની પ્રમુખ પદ્ધતિ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સંઘર્ષો, વિવાદો અને સમસ્યાઓના નિરાકરણની પ્રક્રિયામાં વાટાઘાટ એક અનિવાર્ય સાધન છે. સાંસ્કૃતિક, ભૌગોલિક, રાજકીય અને ઐતિહાસિક પરિબળોથી પ્રભાવિત આંતરરાષ્ટ્રીય સ્તરની વાટાઘાટ આંતરિક વાટાઘાટ કરતાં વધુ જટિલ અને સંકુલ હોય છે. વાટાઘાટ દ્વિપક્ષીય કે બહુપક્ષીય હોઈ શકે અને તે…
વધુ વાંચો >વાત્સ્યાયન, કપિલા
વાત્સ્યાયન, કપિલા (જ. 25 ડિસેમ્બર 1928, દિલ્હી) : કલા, સાહિત્ય, શિક્ષણ, લેખન, રાજદ્વારી વહીવટ, સંસ્થા-સંચાલન – એમ વિવિધ ક્ષેત્રે જ્વલંત કારકિર્દી ધરાવતી મહિલાઓ પૈકીનાં એક. પિતા શ્રીરામ લાલ મલિક સ્વદેશપ્રેમી તેમજ કાયદાશાસ્ત્રી. માતા શ્રીમતી સત્યવતી કલાસાહિત્ય, ચિત્રકળા તેમજ હસ્તકળા અને હુન્નરમાં રસ ધરાવતાં હતાં. કપિલાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી, કોલકાતા, શાંતિનિકેતન…
વધુ વાંચો >વાલેસ, ગ્રેહામ
વાલેસ, ગ્રેહામ (જ. 31 મે 1858, બિશપ વેરમાઉથ, સુંદરલેન, બ્રિટન; અ. 9 ઑગસ્ટ 1932, લંડન) : બ્રિટિશ રાજ્યશાસ્ત્રી અને વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના પ્રણેતા. રોસ્બરી શાળામાં 1871થી 1877 સુધી અભ્યાસ કર્યા બાદ ઑક્સફર્ડની કૉર્પસ ક્રિસ્ટી કૉલેજમાં અભ્યાસ કરી તેઓ 1881માં સ્નાતક થયા. ત્યારબાદ 1885 સુધી લંડનની હાઈગેટ સ્કૂલ તથા અન્યત્ર શાળાના શિક્ષક…
વધુ વાંચો >વાલ્ધેમ, કુર્ત
વાલ્ધેમ, કુર્ત (જ. 21 ડિસેમ્બર 1918, વિયેના) : રાષ્ટ્રસંઘના ચોથા મહામંત્રી, ઑસ્ટ્રિયાના પ્રમુખ (1986-92) અને રાજનીતિજ્ઞ. મધ્યમવર્ગીય કૅથલિક પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તે સમયે ઑસ્ટ્રો-હંગેરીનું સામ્રાજ્ય તૂટ્યું અને ઑસ્ટ્રિયા સંકોચાઈને એકમાત્ર નાનું રાજ્ય બની રહ્યું હતું. વિયેના યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરી 1944માં સ્નાતક બન્યા. 1945માં ઑસ્ટ્રિયાની વિદેશસેવામાં જોડાયા. બીજા…
વધુ વાંચો >વાંચ્છુ, કૈલાસનાથ
વાંચ્છુ, કૈલાસનાથ (જ. 25 ફેબ્રુઆરી, 1903, મંદસૌર, મધ્યપ્રદેશ; અ. ?) : જાહેર જીવનના અગ્રણી નેતા અને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. પિતા પ્રિથીનાથ અને માતા બિશનદેવી. તેમણે મ્યુર સેન્ટ્રલ કૉલેજ, અલ્લાહાબાદમાંથી શિક્ષણ મેળવ્યું અને સ્નાતક થયા. ત્યારપછી વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ જઈ ઑક્સફર્ડની વાધેમ કૉલેજમાં જોડાયા. તેમણે ભારતીય સનદી સેવામાં જોડાઈ…
વધુ વાંચો >વાંટા પદ્ધતિ
વાંટા પદ્ધતિ : ગુજરાતના સુલતાન અહમદશાહ પહેલા(1411’-42)એ રાજપૂત અને કોળી જમીનમાલિકોના વિરોધને શાંત પાડવા દાખલ કરેલી પદ્ધતિ. આ પદ્ધતિ અગાઉ અહમદશાહે જમીન પોતાને કબજે કરી લેવાનું શરૂ કર્યું, ત્યારે વારસાગત જમીન ધરાવનારા રાજપૂતો અને કોળીઓએ વિરોધ અને તોફાનો કર્યાં. એમણે ખાલસા ગામોના લોકોને પજવવા માંડ્યા. તેથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ…
વધુ વાંચો >વિજયરાઘવાચારી, સી.
વિજયરાઘવાચારી, સી. (જ. 18 જૂન 1852, પોન વિલેઇન્ધ કાલાતુર, જિ. ચિંગલપુટ, તમિલનાડુ; અ. 19 એપ્રિલ 1944, સાલેમ) : 1920માં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની નાગપુર બેઠકના અને 1931માં ઑલ ઇન્ડિયા હિંદુ મહાસભાની અકોલા બેઠકના પ્રમુખ. તેમનો જન્મ ધર્મચુસ્ત વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સદાગોપાચારી અને માતા કન્કાવલ્લી અમ્મલનાં બાર…
વધુ વાંચો >