Physics
લેન્સ (lens)
લેન્સ (lens) : કાચ કે અન્ય પારદર્શક માધ્યમનો ટુકડો, જેની એક અથવા બંને સપાટી(ઓ) વક્રાકાર હોય. લેન્સની એક સપાટી તરફ કોઈ વસ્તુ કે ચિત્ર મૂકેલ હોય તો તેનું પ્રતિબિંબ પ્રકાશના વક્રીભવન બાદ બીજી સપાટી તરફથી અવલોકવામાં આવે છે. લેન્સની બંને (અથવા એક) સપાટી ગોળાકાર હોય છે. એટલે કે તેની વક્રતા-ત્રિજ્યા…
વધુ વાંચો >લેન્સ (કૅમેરાનો)
લેન્સ (કૅમેરાનો) : કૅમેરામાં ફોટો લેવા માટે વપરાતું અત્યંત મહત્ત્વનું કાચનું ઉપકરણ. તસવીરો ઝડપવા માટે જેમ કૅમેરાની તેમ અત્યંત આકર્ષક તસવીરો ઝડપવા માટે સારા પ્રકારના કૅમેરાના લેન્સની પણ આવદૃશ્યકતા હોય છે. કૅમેરામાં જડેલા લેન્સ ઉપરાંત વિવિધ પ્રકારની તસવીરો ઝડપવા માટે અન્ય વિવિધ લેન્સની પણ આવદૃશ્યકતા રહે છે અને આવા લેન્સ…
વધુ વાંચો >લેપ્ટૉન
લેપ્ટૉન : યથાર્થ મૂળભૂત કણોના ત્રણ પરિવાર (સમૂહ). કેટલાક કણોને મૂળભૂત તરીકે લેવામાં આવે છે. પણ ખરેખર અર્થમાં મૂળભૂત કણો એટલે લેપ્ટૉન, જે હકીકતમાં મૂળભૂત પ્રકૃતિ ધરાવે છે. તેમની આંતરિક સંરચના કે અવકાશમાં તેમના વિસ્તરણ વિશે કોઈ અણસાર મળતો નથી. લેપ્ટૉન બિંદુવત્ કણો છે. આથી હલકામાં હલકા છે. લેપ્ટૉન પરિવાર…
વધુ વાંચો >લૅમ્બર્ટનો નિયમ (Lambert’s law)
લૅમ્બર્ટનો નિયમ (Lambert’s law) : પ્રકાશનું અવશોષણ કરતા માધ્યમની જાડાઈ અને વિકિરણના પારગમન તથા અવશોષણને સાંકળી લેતો નિયમ. જ્યારે કોઈ એક સમાંગ (homogeneous) માધ્યમ ઉપર એકવર્ણી (monochromatic) અથવા વિષમાંગ (heterogeneous) પ્રકાશ પડે છે, ત્યારે તેમાંનો કેટલોક ભાગ (portion) પરાવર્તન પામે છે, કેટલોક માધ્યમમાં અવશોષાય છે અને બાકીનો પારગમન પામે છે.…
વધુ વાંચો >લૅમ્બ, વિલિસ યૂજીન
લૅમ્બ, વિલિસ યૂજીન (જ. 1913) : અમેરિકન ભૌતિકવિજ્ઞાની અને 1955ના તે વિષયના નોબેલ પુરસ્કારના સહ-પ્રાપ્તકર્તા. તે પારિતોષિક તેમને અન્ય એક ભૌતિકવિજ્ઞાની પોલિકાર્પ કુશ(Polykarp Kusch)ની સાથે પ્રાપ્ત થયું હતું. યુ.એસ.ના લૉસ ઍન્જલસ-કૅલિફૉર્નિયામાં જન્મેલ લૅમ્બ 1938માં ન્યૂયૉર્ક શહેરની કોલંબિયા યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાંની રેડિયેશન લેબૉરેટરીમાં બીજા વિશ્વયુદ્ધના સમય દરમિયાન પણ કાર્યરત રહ્યા.…
વધુ વાંચો >લોથર મેયરનો વક્ર
લોથર મેયરનો વક્ર : જર્મન વૈજ્ઞાનિક લોથર મેયર દ્વારા 1868-69માં રજૂ કરાયેલ તત્વોના પરમાણુભાર અને તેમના કેટલાક ગુણધર્મો વચ્ચેનો આવર્તનીય(periodic) સંબંધ દર્શાવતો વક્ર. આ અગાઉ તેમણે 1864માં 49 તત્વોની સંયોજકતા(valences)નું એક કોષ્ટક પ્રકાશિત કરેલું. અકાર્બનિક રસાયણશાસ્ત્રના અભ્યાસમાં તત્વોના રાસાયણિક ગુણધર્મોની આવર્તિતા (periodicity)નો ખ્યાલ કેન્દ્ર-સ્થાને છે. 1913માં એચ. જી. જે. મોસેલીએ…
વધુ વાંચો >લૉરેન્ઝ, હૅન્ડ્રિક આન્ટૂન
લૉરેન્ઝ, હૅન્ડ્રિક આન્ટૂન (જ. 18 જુલાઈ 1853, એમ્હેમ, હૉલેન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1928) : વિકિરણ ઘટનાઓ ઉપર ચુંબકત્વની અસરને લગતા સંશોધન દ્વારા કરેલી ઉત્કૃષ્ટ સેવા અને તેની સ્વીકૃતિ બદલ 1902નું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ ભૌતિકવિજ્ઞાની. નવ વર્ષની ઉંમરે માતાનું અવસાન થતાં તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે…
વધુ વાંચો >લૉરેન્સ, અર્નેસ્ટ ઑર્લાન્ડો
લૉરેન્સ, અર્નેસ્ટ ઑર્લાન્ડો (જ. 1901; અ. 1958) : 1939ના વર્ષના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકવિજેતા. અમેરિકન ભૌતિકવિજ્ઞાની. આ પારિતોષિક તેમને કણપ્રવેગક (particle accelerator) ‘સાઇક્લોટ્રૉન’ની શોધ કરવા બદલ મળ્યું હતું. લૉરેન્સને 1925માં અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મળી હતી. પ્રારંભમાં ત્યાં જ સહ પ્રાધ્યાપક તરીકે જોડાયા બાદ તેઓ બર્કલેની યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા ખાતે…
વધુ વાંચો >લોલક
લોલક : દૃઢ (rigid) આધાર પરથી નગણ્ય (negligible) વજનની અવિતાન્ય (inextensible) દોરીના બીજા છેડે લટકાવેલો અને ઊર્ધ્વ સમતલમાં દોલનો કરી શકે તેવો ભારે પદાર્થ. આ રીતે લટકાવેલા ભારે પદાર્થને એક બાજુ પર લઈ જઈને છોડી દેતાં તે આગળ-પાછળ દોલનો કરે છે. આધાર આગળ બિલકુલ ઘર્ષણ ન હોય અને માધ્યમનો અવરોધ…
વધુ વાંચો >