Physics
રિચાર્ડસન, રૉબર્ટ કૉલેમન
રિચાર્ડસન, રૉબર્ટ કૉલેમન (Richardson, Robert Coleman) (જ. 26 જૂન 1937, વૉશિન્ગ્ટન ડી. સી., યુ.એસ.એ.; અ. 19 ફેબ્રુઆરી 2013, ઈથાકા, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : હીલિયમ-3ની અતિતરલતા(superfluidity)ની શોધ માટે 1996નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ડેવિડ લી અને ડગ્લાસ ઓશરોફ સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો (અથવા વિભાજિત થયો હતો.) રિચાર્ડસને…
વધુ વાંચો >રિઝ, આદમ જી. (Riess, Adam G.)
રિઝ, આદમ જી. (Riess, Adam G.) (જ. 16 ડિસેમ્બર 1969, વૉશિંગ્ટન ડી. સી., યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ સાઓલ પર્લમટર તથા બ્રાયેન શ્મિટ વચ્ચે વિભાજિત થયો હતો. ઍડમ…
વધુ વાંચો >રીડબર્ગ અચળાંક (Rydberg constant)
રીડબર્ગ અચળાંક (Rydberg constant) : ઇલેક્ટ્રૉન અને પારમાણ્વિક નાભિકની બંધન-ઊર્જા (binding energy) સાથે સંકળાયેલ અને પારમાણ્વિક વર્ણપટના સૂત્રમાં વપરાતો અચળાંક. સંજ્ઞા R . અન્ય અચળાંકો સાથે તે નીચેના સૂત્ર વડે જોડાયેલો છે : જ્યાં μo = ચુંબકીય અચળાંક, m અને e ઇલેક્ટ્રૉનના અનુક્રમે દળ અને વીજભાર, c પ્રકાશનો વેગ અને…
વધુ વાંચો >રીન્સ, ફ્રેડરિક (Reines, Frederick)
રીન્સ, ફ્રેડરિક (Reines, Frederick) (જ. 16 માર્ચ 1918, પેટરસન, ન્યૂજર્સી, યુ.એસ.એ.; અ. 26 ઑગસ્ટ 1998, ઑરેન્જ, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : લૅપ્ટૉન ભૌતિકશાસ્ત્રમાં મૂળભૂત પ્રાયોગિક સંશોધનો માટે – ટાઉ લૅપ્ટૉનની શોધ માટે 1995નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર ફ્રેડરિક રીન્સ અને માર્ટિન એલ. પર્લને સંયુક્ત રીતે મળ્યો હતો. ફ્રેડરિક રીન્સનાં…
વધુ વાંચો >રુન્કૉર્ન સ્ટેનલી કીથ
રુન્કૉર્ન સ્ટેનલી કીથ (જ. 19 નવેમ્બર 1922, સાઉથ પૉર્ટ, લકેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 5 ડિસેમ્બર 1955, સેન ડિયેગો, યુનાઈટેડ્ સ્ટેટ્સ) : પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવર્તક ઉત્ક્રમણો (reversals)નો પુરાવો આપનાર પ્રથમ બ્રિટિશ ભૂભૌતિક વિજ્ઞાની (geophysicist). આવા ઉત્ક્રમણને ભૂભૌતિક ધ્રુવીય (polar) ઉત્ક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1956થી 196૩ સુધી તે ડર્હાહામ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >રુબિયા, કાર્લો
રુબિયા, કાર્લો (જ. ૩1 માર્ચ 19૩4, ગોરિઝિયા, ઇટાલી) : મંદ આંતરક્રિયાના સંવાહકો તરીકે ક્ષેત્ર-કણો (field-particles) W અને Zની શોધ બદલ સાઇમન વાન દર મીર સાથે 1984નો નોબેલ પુરસ્કાર મેળવનાર ઇટાલિયન ભૌતિકવિજ્ઞાની. કાર્લોએ સ્નાતક સુધીનું શિક્ષણ કોલંબિયા અને રોમ યુનિવર્સિટીમાંથી લીધું. 1960થી તેમણે CERN(જિનીવા)માં સંશોધક ભૌતિકવિજ્ઞાની તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેમણે…
વધુ વાંચો >રુસ્કા અર્ન્સ્ટ
રુસ્કા અર્ન્સ્ટ (જ. 25 ડિસેમ્બર 1906; અ. 27 મે 1988, વેસ્ટ બર્લિન) : ઇલેક્ટ્રૉન-પ્રકાશિકી(electron optics)માં મૂળભૂત સંશોધનકાર્ય અને પ્રથમ ઇલેક્ટ્રૉન-માઇક્રોસ્કોપની રચના કરવા બદલ અન્ય બે વિજ્ઞાનીઓ સાથે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીના પ્રારંભકાળમાં પરમાણુની આંતરિક સંરચના સ્પષ્ટ થઈ. વિજ્ઞાનીઓને ખ્યાલ આવ્યો કે પરમાણુની…
વધુ વાંચો >રેઇનવૉટર જેમ્સ
રેઇનવૉટર જેમ્સ (જ. 9 ડિસેમ્બર 1917, કાઉન્સિલ, ઇડાહો, યુ.એસ.; અ. 31 મે 1986, યૉન્કર્સ, ન્યૂયૉર્ક) : ઈ. સ. 1975નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર, અમેરિકન નાગરિકત્વ ધરાવનાર ભૌતિકવિજ્ઞાની. પારમાણ્વિક ન્યૂક્લિયસમાં સામૂહિક ગતિ અને કણગતિ વચ્ચેના સંબંધ(જોડાણ)ને લગતી શોધ તથા આ સંબંધ ઉપર આધારિત પારમાણ્વિક ન્યૂક્લિયસની સંરચનાના વિકાસને લગતી શોધ બદલ તેમને…
વધુ વાંચો >રેખા-વિસ્તરણ (line broadenning)
રેખા-વિસ્તરણ (line broadenning) : વર્ણપટવિજ્ઞાન મુજબ ઉત્સર્જન-રેખાનું મોટી તરંગલંબાઈ કે આવૃત્તિના પ્રદેશમાં થતું વિસ્તરણ. વર્ણપટ-રેખાના કેન્દ્રથી બન્ને બાજુ, જ્યાં કેન્દ્રની તીવ્રતા કરતાં અડધી તીવ્રતા મળતી હોય તેવાં બે બિંદુઓ વચ્ચેના અંતરને તે રેખાની પહોળાઈ તરીકે લેવામાં આવે છે. કોઈ પણ વર્ણપટ-રેખા સંપૂર્ણ તીવ્ર હોતી નથી, અર્થાત્ તેની આવૃત્તિ તદ્દન એક…
વધુ વાંચો >રેડિયલ, તરંગફલન (radial wave-function) R(r) અથવા R(nl)
રેડિયલ, તરંગફલન (radial wave-function) R(r) અથવા R(nl) : પરમાણુના નાભિકથી તેના અંતરના ફલન (function) તરીકે ઇલેક્ટ્રૉનની વર્તણૂક દર્શાવતું તરંગફલન. પરમાણુઓ અથવા અણુઓમાંના ઇલેક્ટ્રૉનની વર્તણૂક સમજવા માટે ક્વૉન્ટમ યાંત્રિકીનો ઉપયોગ થાય છે. આ સિદ્ધાંત પ્રણાલીના ક્વૉન્ટીકૃત (quantized) ઊર્જાસ્તરોની આગાહી કરે છે. અહીં અણુ કે પરમાણુની કક્ષકોમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રૉનની ગતિ વર્ણવવામાં…
વધુ વાંચો >