Physics
રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર
રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર (જ. 30 જૂન 1934, બૅંગાલુરુ, કર્ણાટક) : આણ્વિક વર્ણપટ અને ઘનાવસ્થા રસાયણના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રસાયણભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. માઇસૉર યુનિવર્સિટીમાંથી 1951માં બી.એસસી., બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1953માં એમ.એસસી., પરડ્યૂ યુનિવર્સિટી(યુ.એસ.)માંથી 1957માં પીએચ.ડી., માઇસૉર યુનિવર્સિટીમાંથી 1957માં ડી.એસ.સી. થયા. 1953-54 દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(ખડગપુર)માં સંશોધક વિદ્યાર્થી…
વધુ વાંચો >રાસાયણિક ગતિશાસ્ત્ર (chemical kinetics)
રાસાયણિક ગતિશાસ્ત્ર (chemical kinetics) : રાસાયણિક પ્રક્રિયાના દર (rate) અને તેની ક્રિયાવિધિ(mechanism)ની સમજૂતી આપતી ભૌતિક-રસાયણશાસ્ત્રની એક શાખા. તેને પ્રક્રિયા ગતિશાસ્ત્ર (reaction kinetics) પણ કહે છે. રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર નામની એક અન્ય શાખા પ્રક્રિયામાં ભાગ લેતા અને પ્રક્રિયા દ્વારા ઉદભવતી નીપજોના ઊર્જા-સંબંધો(energy relations)ને લક્ષમાં લે છે. તેના દ્વારા પ્રક્રિયા સંભવિત છે કે…
વધુ વાંચો >રાસાયણિક નિક્ષેપો
રાસાયણિક નિક્ષેપો : ખડક-ખવાણમાંથી જલીય દ્રાવણોરૂપે વહીને ભૌતિક-રાસાયણિક ક્રિયાઓ દ્વારા બાષ્પીભવન કે અવક્ષેપનથી અન્યત્ર જમાવટ પામેલા નિક્ષેપો. દ્રાવણમાંથી અવક્ષેપિત થતું દ્રવ્ય સામાન્ય રીતે સૂક્ષ્મ સ્ફટિક સ્વરૂપનું કે દળદાર સ્વરૂપનું હોય છે, તેમાંથી તૈયાર થતા ખડકોનાં કણકદ સૂક્ષ્મ હોય છે; જ્યારે દ્રાવણોના બાષ્પીભવનમાંથી તૈયાર થતા નિક્ષેપો, અનુકૂળ સંજોગો મળે તો, ચિરોડી…
વધુ વાંચો >રિક્ટર, બર્ટન
રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >રિચર્ડસન અને કૉમ્પ્ટન પ્રયોગ
રિચર્ડસન અને કૉમ્પ્ટન પ્રયોગ : ફોટોઇલેક્ટ્રૉનના વેગ અને ઊર્જાની જાણકારીને લગતો પ્રયોગ. પ્રકાશને સંવેદનશીલ એવી ધાતુની સપાટી ઉપર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરવાથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રૉનને ફોટોઇલેક્ટ્રૉન કહે છે. આવા ફોટોઇલેક્ટ્રૉન કેટલા વેગ અને કેટલી ઊર્જાથી ઉત્સર્જિત થાય છે તે લાંબા સમયથી ચાલતો આવતો કોયડો હતો. 1912માં રિચર્ડસન અને કૉમ્પ્ટને…
વધુ વાંચો >રિચર્ડસન, ઓવેન વિલાન્સ (સર)
રિચર્ડસન, ઓવેન વિલાન્સ (સર) (જ. 26 એપ્રિલ 1879, ડ્યુસબરી, યૉર્કશાયર; અ. 15 ફેબ્રુઆરી 1959, એલ્ટૉન, હૅમ્પશાયર) : તાપાયનિક (ઉષ્મીય) ઘટનાને લગતા કાર્ય બદલ જેમને 1928નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ તે બ્રિટિશ ભૌતિકવિજ્ઞાની. રિચર્ડસને શિક્ષણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લીધું. 1906–1913 સુધી યુ.એસ.ની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય કર્યું. તે પછી તેઓ ઇંગ્લૅન્ડ પાછા…
વધુ વાંચો >રિચાર્ડસન, રૉબર્ટ કૉલેમન
રિચાર્ડસન, રૉબર્ટ કૉલેમન (Richardson, Robert Coleman) (જ. 26 જૂન 1937, વૉશિન્ગ્ટન ડી. સી., યુ.એસ.એ.; અ. 19 ફેબ્રુઆરી 2013, ઈથાકા, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : હીલિયમ-3ની અતિતરલતા(superfluidity)ની શોધ માટે 1996નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ડેવિડ લી અને ડગ્લાસ ઓશરોફ સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો (અથવા વિભાજિત થયો હતો.) રિચાર્ડસને…
વધુ વાંચો >રિઝ, આદમ જી. (Riess, Adam G.)
રિઝ, આદમ જી. (Riess, Adam G.) (જ. 16 ડિસેમ્બર 1969, વૉશિંગ્ટન ડી. સી., યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ સાઓલ પર્લમટર તથા બ્રાયેન શ્મિટ વચ્ચે વિભાજિત થયો હતો. ઍડમ…
વધુ વાંચો >રીડબર્ગ અચળાંક (Rydberg constant)
રીડબર્ગ અચળાંક (Rydberg constant) : ઇલેક્ટ્રૉન અને પારમાણ્વિક નાભિકની બંધન-ઊર્જા (binding energy) સાથે સંકળાયેલ અને પારમાણ્વિક વર્ણપટના સૂત્રમાં વપરાતો અચળાંક. સંજ્ઞા R . અન્ય અચળાંકો સાથે તે નીચેના સૂત્ર વડે જોડાયેલો છે : જ્યાં μo = ચુંબકીય અચળાંક, m અને e ઇલેક્ટ્રૉનના અનુક્રમે દળ અને વીજભાર, c પ્રકાશનો વેગ અને…
વધુ વાંચો >રીન્સ, ફ્રેડરિક (Reines, Frederick)
રીન્સ, ફ્રેડરિક (Reines, Frederick) (જ. 16 માર્ચ 1918, પેટરસન, ન્યૂજર્સી, યુ.એસ.એ.; અ. 26 ઑગસ્ટ 1998, ઑરેન્જ, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : લૅપ્ટૉન ભૌતિકશાસ્ત્રમાં મૂળભૂત પ્રાયોગિક સંશોધનો માટે – ટાઉ લૅપ્ટૉનની શોધ માટે 1995નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર ફ્રેડરિક રીન્સ અને માર્ટિન એલ. પર્લને સંયુક્ત રીતે મળ્યો હતો. ફ્રેડરિક રીન્સનાં…
વધુ વાંચો >