Physics
રડાર
રડાર સ્થિર અથવા ગતિ કરતી વસ્તુનું સ્થાન નક્કી કરવા માટેની ઇલેક્ટ્રૉનિક પ્રણાલી. રડાર એ Radio Detection and Ranging(RADAR)નું સંક્ષિપ્ત રૂપ છે. રડાર માણસની દૃષ્ટિની બહાર હોય તેવા દૂર દૂરના પદાર્થોની દિશા, અંતર, ઊંચાઈ અને ઝડપ નક્કી કરે છે. સૂક્ષ્મ જંતુથી માંડીને મોટા મોટા પહાડ જેવડા પદાર્થોને તે શોધી કાઢે છે.…
વધુ વાંચો >રબી, ઇસિડૉર આઇઝાક
રબી, ઇસિડૉર આઇઝાક (જ. 29 જુલાઈ 1898, રૈમાનોવ, ઑસ્ટ્રિયા; અ. 1988) : અમેરિકન ભૌતિકશાસ્ત્રી. પિતાનું નામ ડેવિડ રૉબર્ટ અને માતાનું નામ જેનેટ ટાઇગે. 1899માં પરિવાર સાથે અમેરિકામાં સ્થળાંતર કર્યું, શાળાનો અભ્યાસ ન્યૂયૉર્કમાં કર્યા બાદ, 1919માં ત્યાંની કૉર્નેલ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની અને 1921માં અનુસ્નાતકની પદવી મેળવી અને 1927માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી સ્ફટિકોના…
વધુ વાંચો >રંગ અને રંગમાપન
રંગ અને રંગમાપન (colour, measurement of colour and colorimetry) : દૃદૃશ્ય પ્રકાશ માટેનું આંખનું સંવેદનાતંત્ર. રંગની સંવેદના : નેત્રપટલની અંદર આવેલ બે પ્રકારના કોષોને કારણે સંવેદના થાય છે. એક પ્રકારના કોષો નળાકાર કોષો (rods) ઝાંખા પ્રકાશમાં સંવેદનશીલ હોવાથી, સંધ્યાસમયે અને ઝાંખા પ્રકાશમાં તેમની સંવેદના દ્વારા પદાર્થોને જોઈ શકાય છે; પરંતુ…
વધુ વાંચો >રંગકેન્દ્રો (colour centres)
રંગકેન્દ્રો (colour centres) : ઘન પદાર્થોના સ્ફટિક સ્વરૂપમાં તેમના પરમાણુઓની નિયમિત અને કેટલીક નિશ્ચિત ભૌમિતિક રચના. તે અનુસાર પરમાણુઓ નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. તે રચનાઓને lattice structures કહેવાય છે. ઉદાહરણ તરીકે મીઠા(NaCl)ના સ્ફટિકમાં, તેનાં Na અને Cl પરમાણુઓ (વધુ ચોકસાઈથી કહીએ તો આયનો) વારાફરતી એક ઘનચતુષ્કોણ (cubic) સ્વરૂપનું lattice…
વધુ વાંચો >રંગતાપમાન (colour temperature)
રંગતાપમાન (colour temperature) : વિકિરણના રંગના આધારે તાપમાન માપવા માટેનો અભ્યાસ. દૂરના પદાર્થોનું તાપમાન, તેમના દ્વારા ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણોના વર્ણપટના અભ્યાસ દ્વારા તારવી શકાય છે. ભૌતિકવિજ્ઞાનમાં Wienના નિયમ તરીકે જાણીતા એક નિયમ અનુસાર, પદાર્થના તાપમાન (K) અને તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણોની મહત્તમ માત્રા માટેની તરંગલંબાઈ lm વચ્ચે λmT = અચળાંક …
વધુ વાંચો >રંગાવરણ
રંગાવરણ : સૂર્યના શ્યબિંબના તેજાવરણ ઉપર આવેલ એક પાતળું સ્તર. સૂર્યના દૃશ્યબિંબની જે સપાટી દેખાય છે તે તેનું તેજાવરણ અર્થાત્ photosphere કહેવાય છે. આ તેજાવરણની ઉપર આવેલ એક પાતળું સ્તર તે રંગાવરણ એટલે કે chromosphere સૂર્યના કેન્દ્રથી તેજાવરણની સપાટી સાત લાખ કિમી.ના અંતરે છે, પરંતુ તેની ઉપર આવેલ આ રંગાવરણના…
વધુ વાંચો >રામચંદ્રન, ગોપાલસમુદ્રમ્ નારાયણ
રામચંદ્રન, ગોપાલસમુદ્રમ્ નારાયણ (જ. 8 ઑક્ટોબર 1922, એર્નાકુલમ, કેરળ; અ. 7 એપ્રિલ 2001) : આણ્વિક જૈવવિજ્ઞાન, સ્ફટિકવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનના લબ્ધપ્રતિષ્ઠ સંશોધક અને અભ્યાસી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાંથી લીધું. 1942માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એસસી. (ઑનર્સ); 1944માં એ જ યુનિવર્સિટીમાંથી એમ.એસસી; 1947માં બૅંગલોરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ(I.I.Sc.)માંથી ડી.એસસી. થયા. 1947-49 દરમિયાન કેમ્બ્રિજ…
વધુ વાંચો >રામન અસર
રામન અસર : પ્રકાશની કિરણાવલીને પ્રવાહી કે વાયુમાંથી પસાર કરતાં આવૃત્તિના ફેરફાર સાથે મળતી પ્રકાશના પ્રકીર્ણનની ઘટના (અસર). આકાશના નીલવર્ણ અને સમુદ્રના ભૂરાશ પડતા રંગના પાણીનું રહસ્ય જાણવાના ઇરાદાથી જ્યારે રામન પ્રકાશના પ્રકીર્ણનનો અભ્યાસ કરતા હતા ત્યારે એકવર્ણી પ્રકાશની કિરણાવલીને બેન્ઝીન, ટૉલ્યૂન જેવા કાર્બનિક પ્રવાહીમાં પસાર કરતાં પ્રકાશના પ્રકીર્ણનની ઘટના…
વધુ વાંચો >રામન, ચંદ્રશેખર વેંકટ (સર)
રામન, ચંદ્રશેખર વેંકટ (સર) (જ. 8 નવેમ્બર 1888, તિરુચિરાપલ્લી, ભારત; અ. 21 નવેમ્બર 1970, બૅંગ્લોર) : પ્રકાશના પ્રકીર્ણન ઉપર સંશોધન કરી રામન ઘટનાની શોધ કરનાર અને તે માટે 1930માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ભૌતિકવિજ્ઞાની. રામન બાળપણથી જ અસાધારણ હતા. 11 વર્ષની વયે તેમણે મૅટ્રિકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.…
વધુ વાંચો >રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બૅંગલોર
રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બૅંગલોર : જગપ્રસિદ્ધ વિજ્ઞાની સી. વી. રામનની સ્મૃતિમાં સ્થપાયેલી બૅંગલોરસ્થિત અદ્યતન સંશોધન સંસ્થા. બૅંગલોરમાં નંદી હિલ્સ ખાતે મૈસૂરના મહારાજાએ ભેટ આપેલી 10 એકર જમીન પર આવેલી આ સંશોધન સંસ્થાની સ્થાપના એશિયાના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા મહાન ભારતીય વિજ્ઞાની સર ચંદ્રશેખર વેંકટ રામનની સ્મૃતિમાં થયેલી. 2 એપ્રિલ 1934ના…
વધુ વાંચો >