Physics
મિલિકન તેલ-બુંદ પ્રયોગ
મિલિકન તેલ-બુંદ પ્રયોગ : ઇલેક્ટ્રૉનનો વિદ્યુતભાર ચોકસાઈપૂર્વક માપવા માટેનો પ્રયોગ. મિલિકન પહેલાં એચ. એ. વિલ્સને ઇલેક્ટ્રૉનનો વિદ્યુતભાર માપવા માટે પ્રયોગ કરેલા, પણ તેમાં રહેલી કેટલીક ક્ષતિઓને કારણે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું મળ્યું. મિલિકને આ ક્ષતિઓ દૂર કરવા માટે અબાષ્પશીલ પ્રવાહી અથવા તેલના સમાન કદનાં બુંદનો ઉપયોગ કર્યો. વધુમાં તેણે માત્ર એક…
વધુ વાંચો >મિલિકન, રૉબર્ટ ઍન્ડ્રૂઝ
મિલિકન, રૉબર્ટ ઍન્ડ્રૂઝ (જ. 22 માર્ચ 1868, મૉરિસન, ઇલિનૉઇ, યુ.એસ.; અ. 19 ડિસેમ્બર 1953, સૅન મરિનો કૅલિફૉર્નિયા) : પ્રસિદ્ધ અમેરિકન ભૌતિકવિજ્ઞાની, જેમના નામ પરથી ઇલેક્ટ્રૉનનો વિદ્યુતભાર નિયત કરવાનો ‘મિલિકનનો તૈલ-બુંદ પ્રયોગ’ જાણીતો થયો હતો. મિલિકને પોતાની તેજસ્વી વિદ્યાકીય કારકિર્દી દરમિયાન કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી અને વૈજ્ઞાનિક શોધખોળોમાં ઊંડી દિલચસ્પી…
વધુ વાંચો >મુક્ત ઊર્જા
મુક્ત ઊર્જા (free energy) : પ્રણાલીના સ્વયંભૂ (spontaneous) રૂપાંતરણ(transfromation)માંથી પ્રાપ્ય મહત્તમ કાર્યની આગાહી કરવા માટેની યથાર્થ (exact) ઉષ્માગતિજ રાશિ. તે રૂપાંતરણ અથવા પ્રક્રિયાની સ્વયંસ્ફૂરિતતા (સ્વયંભૂતા) માટેનું અભિલક્ષણ (criterion) પૂરું પાડે છે અને પ્રક્રિયા કેટલી મહત્તમ માત્રા (extent) સુધી થશે અથવા કેટલી મહત્તમ નીપજ આપશે તેનું સૂચન કરે છે. રાસાયણિક સમતોલનની…
વધુ વાંચો >મુક્તતાની માત્રા
મુક્તતાની માત્રા (degree of freedom) : યાંત્રિક પ્રણાલીના અવકાશી અવસ્થા(configuration)ના નિરૂપણ માટે આવશ્યક સ્વતંત્ર માર્ગ(રીત)ની સંખ્યા. બીજી રીતે, યાંત્રિક પ્રણાલીની મુક્તતાની માત્રાની સંખ્યા એટલે પ્રણાલીની શક્ય એવી સ્વતંત્ર ગતિઓની સંખ્યા (s). પૂર્ણ સંકેતિત (holonomic) પ્રણાલી માટે મુક્તતાની માત્રાની સંખ્યા પ્રણાલીના વ્યાપ્તીકૃત યામો(generalised co-ordinates)ની સંખ્યા(l) બરાબર થાય છે. એટલે કે s…
વધુ વાંચો >મુક્ત પતન (ભૌતિકવિજ્ઞાન)
મુક્ત પતન (ભૌતિકવિજ્ઞાન) : પૃથ્વીના માત્ર ગુરુત્વાકર્ષણબળની હાજરીમાં પદાર્થની પૃથ્વીના કેન્દ્ર તરફ પ્રવેગી ગતિ. અહીં પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળ સિવાય બીજા કોઈ પ્રકારનું બળ લાગતું નથી. પૃથ્વીની સપાટી નજીક પદાર્થ મુક્ત પતન કરતો હોય તો તે પ્રત્યેક સેકન્ડે લગભગ 9.8 મીટર/સેકન્ડ વેગ પ્રાપ્ત કરે છે. એટલે કે આ પદાર્થમાં ઉત્પન્ન થયેલો પ્રવેગ…
વધુ વાંચો >મુન્સેલ રંગ-પ્રણાલી
મુન્સેલ રંગ-પ્રણાલી (Munsell Colour System) : જુદા જુદા રંગોને ઓળખવા કે તેમને ચિહનિત કરવા માટે રચવામાં આવેલી એક ખાસ પદ્ધતિ. તે વીસમી સદીના આરંભે આલ્બર્ટ એચ. મુન્સેલ દ્વારા શોધી કાઢવામાં આવી હતી. મુન્સેલ એક અમેરિકન કલાકાર તેમજ કલા-પ્રશિક્ષક હતા. મુન્સેલ રંગ-પ્રણાલીમાં વિવિધ રંગોનું વર્ગીકરણ કરવા માટે પ્રત્યેકનાં વર્ણ (hue), મૂલ્ય…
વધુ વાંચો >મુલર, એરવિન વિલ્હેલ્મ
મુલર, એરવિન વિલ્હેલ્મ (Mueller Erwin Wilhelm) (જ. 13 જૂન 1911, બર્લિન; અ. 1977) : ભૌતિકશાસ્ત્રી તેમજ શિક્ષણશાસ્ત્રી. પિતાનું નામ વિલ્હેમ અને માતાનું નામ કેથ (Kathe). 1935માં ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાં ડિપ્લોમા લીધો. 1936માં ડૉક્ટરેટ મેળવી. 13મી ફેબ્રુઆરી 1939ના રોજ ક્લૅરા ઈ. થ્યુસિંગ (Klara E. Thussing) સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1951માં જર્મનીથી…
વધુ વાંચો >મુલર, કાર્લ ઍલેક્સ
મુલર, કાર્લ ઍલેક્સ (જ. 20 એપ્રિલ 1927, બૅસ્લે, સ્વિટ્ઝર્લૅન્ડ) : સિરૅમિક દ્રવ્યમાં અતિવાહકતા(superconductivity)ની શોધ બદલ 1987ના વર્ષનો ભૌતિકશાસ્ત્રના વિષયનો જે. જી. બેડ્નૉર્ઝની ભાગીદારીમાં નોબેલ પુરસ્કાર મેળવનાર સ્વિસ ભૌતિકવિજ્ઞાની. ઝૂરિકના ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(FTH)માં અભ્યાસ કરી 1958માં સ્નાતક થયા. ત્યારબાદ તે ઝૂરિક યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા. તે પછી 1963થી તેઓ આઇ.બી.એમ. ઝૂરિક…
વધુ વાંચો >મૂળભૂત કણો
મૂળભૂત કણો : જુઓ, અવપરમાણુ કણો.
વધુ વાંચો >મૅક, અર્ન્સ્ટ
મૅક, અર્ન્સ્ટ (જ. 18 ફેબ્રુઆરી 1838, તૂરાસિન, મેરેવિયા, ચેકોસ્લોવેકિયા; અ. 19 ફેબ્રુઆરી 1916) : ઑસ્ટ્રિયાના ભૌતિકશાસ્ત્રી અને માનસશાસ્ત્રી. તેમણે વિયેના યુનિવર્સિટી(ઑસ્ટ્રિયા)માંથી સ્નાતક સુધીનું શિક્ષણ લીધું હતું. તેમણે વાયુઓ અને હવામાં અત્યંત ઝડપથી ગતિ કરતા પદાર્થોનો અભ્યાસ કર્યો. ક્રમશ: અભ્યાસ બાદ ધ્વનિના વેગના સંદર્ભમાં પદાર્થોના વેગ-માપન માટેની ચોક્કસ પદ્ધતિ વિકસાવી. આ…
વધુ વાંચો >