Physics
ફૂકો, ઝ્યાં બર્નાર્ડ-લિયૉન
ફૂકો, ઝ્યાં બર્નાર્ડ-લિયૉન (જ. 18 સપ્ટેમ્બર 1819, પૅરિસ, ફ્રાંસ; અ. 11 ફેબ્રુઆરી 1868) : ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની. તેમણે પ્રકાશનો વેગ માપવા માટે અત્યંત ચોકસાઈવાળી કાર્યપદ્ધતિ (technique) વિકસાવી. ઉપરાંત તેમણે પ્રાયોગિક રીતે પણ પુરવાર કર્યું કે પૃથ્વી પોતાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ(axis)ની આસપાસ ભ્રમણ (rotation) કરે છે. આમ તો તેમણે પોતે તબીબી…
વધુ વાંચો >ફૂરિયે રૂપાન્તર
ફૂરિયે રૂપાન્તર (Fourier transform) : કોઈ બે યોગ્ય ચલરાશિઓ x અને pને અનુલક્ષીને કોઈ વિધેય f(x)ના સંકલન–રૂપાન્તર (integral transform) દ્વારા મળતું વિધેય g(p). તે નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે : જેમાં છે. વિધેય f(x)નું ફૂરિયે રૂપાન્તર g(p) છે તો g(p)નું પ્રતીપ (inverse) રૂપાન્તર f(x) છે; અર્થાત્ સમીકરણો (1) અને (2)…
વધુ વાંચો >ફૅરડે અસર
ફૅરડે અસર : કાચ જેવા સમદિગ્ધર્મી (isotropic) માધ્યમને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકી તેમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ(plane polarized light)ને કિરણક્ષેત્રની દિશામાં પસાર કરવામાં આવે ત્યારે થતી કિરણના ધ્રુવીભવન-તલના પરિભ્રમણની ઘટના. આ ઘટનાને ફૅરડે અસર (faraday effect) કહે છે. માઇકલ ફૅરડેએ ઈ. સ. 1845માં પ્રાયોગિક રીતે આ ઘટના પુરવાર કરી હતી. ચુંબકીય…
વધુ વાંચો >ફૅરડેના વિદ્યુતવિભાજનના નિયમો
ફૅરડેના વિદ્યુતવિભાજનના નિયમો : વિદ્યુતવિભાજન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાની માત્રા સમજાવતાં માઇકલ ફૅરડે દ્વારા રજૂ થયેલા બે નિયમો. આ નિયમો નીચે પ્રમાણે છે : (i) વિદ્યુતવિભાજન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાની માત્રા (amount) પસાર કરવામાં આવેલા વિદ્યુતજથ્થાના અનુપાતમાં હોય છે (m ∝ Q). (ii) પદાર્થના m જેટલા દળને છૂટું પાડવા અથવા…
વધુ વાંચો >ફૅરડેનો વિદ્યુત-પ્રેરણનો નિયમ
ફૅરડેનો વિદ્યુત-પ્રેરણનો નિયમ : વાહક ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રના ફ્લક્સ(બળરેખાઓની સંખ્યા)માં ફેરફાર થાય ત્યારે ગૂંચળામાં પ્રેરિત વિદ્યુતચાલકબળ પેદા થવાની અને પરિણામે ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન થવાની ઘટના. આ ઘટનાને વિદ્યુતચુંબકીય પ્રેરણ કહે છે. ફૅરડેએ ઈ. સ. 1820થી 1831 દરમિયાન સંખ્યાબંધ પ્રયોગો કરી વિદ્યુત-પ્રેરણની ઘટના શોધી, જેનાથી ઔદ્યોગિક વિકાસનો પાયો નંખાયો.…
વધુ વાંચો >ફૅરડે, માઇકલ
ફૅરડે, માઇકલ (જ. 22 સપ્ટેમ્બર 1791, ન્યૂઇંગટન, સરે, ઇંગ્લૅન્ડ; અ. 25 ઑગસ્ટ 1867, હૅમ્પટન કોર્ટ, સરે) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી તથા રસાયણશાસ્ત્રી, જેમના ઘણાબધા પ્રયોગોએ વિદ્યુતચુંબકત્વની ઘટના સમજાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જીવનની શરૂઆત તેમણે પુસ્તકવિક્રેતા અને પુસ્તકો બાંધનાર (bookbinder) તરીકે કરી. 21 વર્ષની વયે તેમની નિમણૂક સુવિખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી સર…
વધુ વાંચો >ફૅરનહાઇટ, ગ્રેબ્રિયલ
ફૅરનહાઇટ, ગ્રેબ્રિયલ [જ. 24 મે 1686, ગડાન્સ્ક (Gdansk), પોલૅન્ડ; અ. 16 સપ્ટેમ્બર 1736, હેગ] : આલ્કોહૉલ થરમૉમિટર (1709) અને પારાના થરમૉમિટર(1714)ના શોધક. તેમણે ફૅરનહાઇટ તાપમાન માપક્રમ દાખલ કર્યો. તે યુ.એસ. અને કૅનેડામાં આજે પણ વપરાય છે. આ બે રાષ્ટ્રો સિવાય તાપમાનનો આ માપક્રમ (scale) હવે બીજા કોઈ રાષ્ટ્રમાં વપરાશમાં નથી.…
વધુ વાંચો >ફેરેન્સ, ક્રાઉઝ
ફેરેન્સ, ક્રાઉઝ (Krausz, Ferenc) (જ. 17 મે 1962, મોર, હંગેરિયન પીપલ્સ રિપબ્લિક) : પદાર્થ(દ્રવ્ય)માં ઇલેક્ટ્રૉનની ગતિક્રિયાના અભ્યાસ માટે પ્રાયોગિક રીતે પ્રકાશનાં ઍટોસેકન્ડ કંપનો ઉત્પન્ન કરવા માટે 2023નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર પિયર ઍગોસ્ટિની અને આન લુઈલિયે સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. ફેરેન્સ ક્રાઉઝે બુડાપેસ્ટની ઍટવૉસ લોરેન્ડ…
વધુ વાંચો >ફોટૉન
ફોટૉન : વિદ્યુતચુંબકીય વિકિરણ ઊર્જાનો જથ્થો (quantum). તે hυ જેટલી ઊર્જા ધરાવે છે, જ્યાં h પ્લાંકનો અચળાંક અને υ વિકિરણની આવૃત્તિ છે. તે ઊર્જાકણ (energy-particle) છે. તે એવો મૂળભૂત કણ છે, જે પ્રકાશ અને વિદ્યુતચુંબકીય વિકિરણનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે, ગામા કિરણો, ઍક્સ-કિરણો પારજાંબલી કિરણો, ર્દશ્ય-પ્રકાશ અધોરક્ત કિરણ અને રેડિયો-તરંગો…
વધુ વાંચો >ફોનૉન (Phonon)
ફોનૉન (Phonon) : સ્ફટિકના લૅટિસ દોલનોમાં ઉષ્મીય (thermal) ઊર્જાનો જથ્થો (quantum). ફોનૉનની ઊર્જાનો જથ્થો hυ વડે અપાય છે, જ્યાં h, પ્લાંકનો અચળાંક અને υ દોલનની આવૃત્તિ છે. ફોનૉન એ ફોટૉન જેવો કણ છે. ફોટૉન વિદ્યુતચુંબકીય ઊર્જાનો ક્વૉન્ટમ છે તો ફોનૉન એ ધ્વનિ-ઊર્જા(સ્થિતિસ્થાપક તરંગોની ઊર્જા)નો ક્વૉન્ટમ છે. સામાન્ય રીતે ધ્વનિને તરંગ-વિક્ષોભ…
વધુ વાંચો >