Physics
પ્રક્ષુબ્ધ પ્રવાહ (turbulent flow)
પ્રક્ષુબ્ધ પ્રવાહ (turbulent flow) : વેગ અને દબાણમાં અનિયમિત રીતે ફેરફાર થતા હોય તેવી તરલ ગતિ. પવન અને નદીના પ્રવાહ જેવા ઘણાખરા કુદરતી પ્રવાહો પ્રક્ષુબ્ધ હોય છે. રેનોલ્ડ આંક છે; જ્યાં ρ તરલની ઘનતા; v તરલનો વેગ; η તરલનો શ્યાનતા ગુણાંક (co-efficient of viscosity) અને D નળીનો વ્યાસ છે. NRનું…
વધુ વાંચો >પ્રક્ષેપણાસ્ત્ર (missile)
પ્રક્ષેપણાસ્ત્ર (missile) : દૂરથી નિયંત્રિત અથવા આપમેળે ચાલતું બાબ જેવું અંતર્નિહિત યંત્રણાથી નિયંત્રિત (guided) અસ્ત્ર. તેની અંદર કમ્પ્યૂટર સહિત અન્ય ખાસ સામગ્રી રાખેલી હોય છે જેના વડે તેનું દૂરથી નિયંત્રણ કરી શકાય છે. કેટલાંક પ્રક્ષેપણાસ્ત્ર એવાં હોય છે જે દુશ્મનના વિમાનનો અથવા આગળ ધપતા લક્ષ્યાંકનો પીછો કરીને તેનો નાશ કરે…
વધુ વાંચો >પ્રક્ષેપાસ્ત્ર (ballistic missile)
પ્રક્ષેપાસ્ત્ર (ballistic missile) : ઇચ્છિત સ્થળ ઉપર મોકલવા પ્રાક્ષેપિકીય ગતિપથ(ballistic trajectory)ને અનુસરે તેવા વેગ સાથે પોતાની જાતે માર્ગ શોધીને આગળ ધકેલાય તેવું સક્ષમ વાહન. કયા સ્થળેથી તેમનું ઉડ્ડયન શરૂ થાય છે અને ક્યાં તેનો અંત આવે છે તેના સંદર્ભે દૂરથી નિયંત્રિત (guided) થતા પ્રક્ષેપાસ્ત્રને ચાર વિભાગમાં વહેંચી શકાય છે :…
વધુ વાંચો >પ્રક્ષોભ (turbulence)
પ્રક્ષોભ (turbulence) : અનિયમિત ગતિ ધરાવતા તરલની સ્થિતિ. તરલની આવી અનિયમિત ગતિમાં કોઈ પણ બિંદુ આગળ ગતિની દિશા અને મૂલ્ય સમય સાથે બદલાય છે. ગતિ કરતા તરલમાં જ્યારે ઘૂમરી પ્રવાહ (eddy current) રચાય છે, ત્યારે તેની સાથે પ્રક્ષોભ-ગતિ પણ સંકળાયેલી હોય છે. ઉપરાંત તરલના વેગમાનમાં ઝડપી ફેરફારો થવાથી પણ પ્રક્ષોભ-ગતિ…
વધુ વાંચો >પ્રઘાતી તરંગ (shock wave)
પ્રઘાતી તરંગ (shock wave) : કોઈ માધ્યમમાંથી પસાર થતો મોટા કંપવિસ્તારવાળો દાબ(અથવા સંઘનન)તરંગ, કે જેમાં દબાણ, ઘનતા અને કણોનો વેગ મોટા ફેરફાર પામતાં હોય. પ્રઘાતી તરંગનું ઊગમસ્થાન તે માધ્યમમાં ધ્વનિ કરતાં વધુ ઝડપે ગતિ કરતું હોય છે. પ્રઘાતી તરંગો તીવ્ર અને પ્રચંડ પ્રક્ષોભમાંથી જન્મે છે. આવો પ્રક્ષોભ (disturbance) વીજકડાકાથી કે…
વધુ વાંચો >પ્રચક્રણ (spin)
પ્રચક્રણ (spin) : વ્યાપક અર્થમાં, કોઈ ર્દઢ પદાર્થનું તેમાંથી પસાર થતી કાલ્પનિક કે વાસ્તવિક અક્ષને ફરતે પરિભ્રમણ; જેમ કે, પૃથ્વીની દૈનિક ગતિ, ભમરડાનું તેની અણી પર ફરવું, ક્રિકેટ કે ટેનિસના દડાની ચક્રીય ગતિ વગેરે પ્રચક્રણનાં સામાન્ય ઉદાહરણો છે. ‘પ્રચક્રણ’ શબ્દ ઇલેક્ટ્રૉન, પ્રોટૉન, ન્યૂટ્રૉન વગેરે સૂક્ષ્મ (મૂળભૂત) કણોનો એક ખાસ ગુણધર્મ…
વધુ વાંચો >પ્રણાલન (channeling/channelization)
પ્રણાલન (channeling/channelization) : ભૌતિકવિજ્ઞાનમાં, કોઈ માધ્યમની અંદર રહેલાં રિક્ત-સ્થાન (voids) કે ઓછી ઘનતાવાળા ભાગ તરફ કણો અથવા તરલનું વહન. પ્રણાલન દ્વારા માધ્યમમાં બધી જગ્યાએ ઘનતા એકસમાન બને છે. ઘન પદાર્થોના ભૌતિકવિજ્ઞાનમાં, પ્રણાલન એટલે વેગીલાં આયનો (ions) તેમજ પરમાણુઓનું એવી દિશામાં પરિવહન (transport) કે જ્યાં સ્ફટિક અથવા લૅટિસના પરમાણુઓ નિકટ-બદ્ધ (closed-packed)…
વધુ વાંચો >પ્રતિકણ (antiparticle)
પ્રતિકણ (antiparticle) : વિરુદ્ધ વિદ્યુતભાર સિવાય, બધી જ રીતે સામાન્ય મૂળભૂત કણને મળતો આવતો કણ. ફોટૉન (પ્રકાશ અથવા વિદ્યુત-ચુંબકીય વિકિરણનો ઊર્જા-કણ) અને πo – મેસૉન (ઇલેક્ટ્રૉન કરતાં ભારે અને પ્રોટૉન કરતા હલકો વિદ્યુતભાર વિનાનો કણ) સિવાય પ્રત્યેક મૂળભૂત કણને પ્રતિકણ હોય છે. પ્રતિકણ બેરિયૉન આંક (B) ધરાવે છે. ન્યુક્લિયૉન અને…
વધુ વાંચો >પ્રતિઘાત (reactance)
પ્રતિઘાત (reactance) : પ્રત્યાવર્તી ધારા(alternating current A.C.)ના માર્ગમાં સંગ્રાહક(capacitor)ને કારણે થતો અસરકારક વિરોધ. પ્રત્યાવર્તી વિદ્યુતચાલક બળ ε = εo sin ωt અને માત્ર સંધારકના વિદ્યુત-પરિપથ માટે પ્રતિઘાત સૂત્ર વડે મળે છે. જ્યાં Eo મહત્તમ વિદ્યુતચાલક બળ; ω કોણીય આવૃત્તિ, f આવૃત્તિ અને C સંધારિતા છે. લગાડવામાં આવતા વિદ્યુતચાલક બળની આવૃત્તિ…
વધુ વાંચો >પ્રતિચુંબકત્વ (diamagnetism)
પ્રતિચુંબકત્વ (diamagnetism) : ઋણ ચુંબકીય સુગ્રાહિતા (susceptibility) ધરાવતા પદાર્થનો ગુણધર્મ. ઋણ ચુંબકીય સુગ્રાહિતાને કારણે પદાર્થની સાપેક્ષ પારગમ્યતા (premeability) μr શૂન્યાવકાશની પારગમ્યતા કરતાં ઓછી હોય છે. ન્યૂક્લિયસની આસપાસ ઇલેક્ટ્રૉનની ભ્રમણગતિને કારણે પરમાણુમાં પ્રતિચુંબકત્વ અસ્તિત્વમાં આવે છે. તારના ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. બિલકુલ તેવી જ…
વધુ વાંચો >