Physics
પ્રકાશનો વેગ (velocity of light)
પ્રકાશનો વેગ (velocity of light) : પ્રકાશ એ વીજચુંબકીય તરંગો છે. આવા વીજચુંબકીય તરંગો હવા અને શૂન્યાવકાશમાંથી કોઈ ચોક્કસ વેગથી ત્વરિત ગતિ કરે છે. પ્રકાશનું પ્રસરણ અત્યંત મોટા વેગથી થતું હોવાથી તેનું ચોકસાઈપૂર્વકનું માપન અત્યંત જરૂરી છે. વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે કોઈ અણુના નાભિ દ્વારા ઉત્સર્જિત ઊર્જાને ε = mc2…
વધુ વાંચો >પ્રકાશ-પ્રત્યાવસ્થા (photoelasticity)
પ્રકાશ–પ્રત્યાવસ્થા (photoelasticity) : પારદર્શક પદાર્થમાં થઈને પસાર થતા પ્રકાશ ઉપર પ્રતિબળ(stress)ની અસરનો અભ્યાસ. બેકેલાઇટ, સેલ્યુલૉઇડ, જિલેટિન, સિન્થેટિક રેઝિન તથા કાચ જેવી વસ્તુઓમાં સ્થિતિસ્થાપકતા, એકસમતા (homogeneity) વગેરે ગુણધર્મો હોવા ઉપરાંત તેઓ પ્રકાશીય રીતે સમદૈશિક (isotropic) પણ છે. તેઓ સામાન્ય રીતે વિરૂપણ (creep), એજિંગ તથા ધાર આગળના વિસ્થાપન(edge dislocations)થી મુક્ત પણ હોય…
વધુ વાંચો >પ્રકાશ-વાહકતા (photo-conductivity)
પ્રકાશ-વાહકતા (photo-conductivity) : ચાંદીના હેલાઇડ તથા અર્ધવાહક જેવા કેટલાક અધાતુ ઘન પદાર્થ પ્રકાશનું શોષણ કરે ત્યારે મળતી વીજ-વાહકતાની ઘટના. પદાર્થમાં શોષણ પામતો પ્રકાશ પારજાંબલી કિરણોથી ગૅમાકિરણો (γ-કિરણો) સુધીની કોઈ પણ યોગ્ય તરંગલંબાઈનો (એટલે કે, ઊર્જાનો) હોવો જોઈએ. (a) અર્ધવાહકમાં પ્રકાશ-વાહકતા : અર્ધવાહક પદાર્થ પર પ્રકાશ આપાત થાય તો પદાર્થમાં અવશોષણ…
વધુ વાંચો >પ્રકાશવાહક રેસા
પ્રકાશવાહક રેસા : જુઓ તંતુપ્રકાશિકી.
વધુ વાંચો >પ્રકાશ-વિઘટન (photo-disintegration)
પ્રકાશ-વિઘટન (photo-disintegration) : શક્તિશાળી γ–કિરણો (ફોટૉન) વડે લક્ષ્યતત્વ (target) ઉપર પ્રતાડન કરતાં, લક્ષ્યતત્વની નાભિ(nucleus)ના વિઘટનની થતી પ્રક્રિયા. આ પ્રક્રિયા પ્રકાશવિદ્યુત-અસર સાથે સામ્ય ધરાવતી હોવાથી તેને પ્રકાશ-નાભિ-અસર (photonuclear effect) તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રકાશ વિઘટનની ઘટનામાં મોટેભાગે ન્યુટ્રૉન ઉત્સર્જન પામતા હોય છે. જો જનિત તત્વની નાભિ અસ્થાયી હોય તો તે…
વધુ વાંચો >પ્રકાશ-વિદ્યુત-અસર (photoelectric effect)
પ્રકાશ-વિદ્યુત-અસર (photoelectric effect) સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર ઊંચી આવૃત્તિ(અર્થાત્ નાની તરંગલંબાઈ)વાળા પ્રકાશને આપાત કરતાં ધાતુની સપાટીમાંથી થતું ઇલેક્ટ્રૉનનું ઉત્સર્જન. આ ઘટનાનું પરીક્ષણ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ઈ.સ. 1887માં કર્યું હતું. ઈ. સ. 1888માં હોલવાસે જસત (ઝિંક) ધાતુની ત્રણ તકતી લઈ, એક તકતી વિદ્યુતભારરહિત (તટસ્થ), બીજી તકતી ધનવિદ્યુતભારિત અને ત્રીજી તકતી…
વધુ વાંચો >પ્રકાશવીજ
પ્રકાશવીજ : જુઓ પ્રકાશ-વિદ્યુત-અસર
વધુ વાંચો >પ્રકાશશાસ્ત્ર (optics)
પ્રકાશશાસ્ત્ર (optics) પ્રકાશની ઉત્પત્તિ, સંચારણ (પ્રેષણ), શોષણ, માપન અને ગુણધર્મોના અભ્યાસને લગતી ભૌતિકવિજ્ઞાનની શાખા. પ્રકાશશાસ્ત્રમાં ર્દશ્ય (visible) પ્રકાશ અને અર્દશ્ય એવા અધોરક્ત (infrared) અને પારજાંબલી (ultraviolet) વિકિરણનો સમાવેશ થાય છે. પ્રકાશશાસ્ત્રને મુખ્ય ત્રણ શાખાઓમાં વિભાજિત કરી શકાય છે : (1) ભૂમિતીય (geometrical) પ્રકાશશાસ્ત્ર; જેમાં પ્રકાશનું કિરણ વડે નિરૂપણ કરવામાં આવે…
વધુ વાંચો >પ્રકાશ સમાવર્તક (light modulator)
પ્રકાશ સમાવર્તક (light modulator) : નિવેશન સંકેતને અનુલક્ષી પ્રકાશની કિરણાવલીની તીવ્રતામાં ફેરફાર કરી શકે તેવી પ્રયુક્તિ. ટેલિફોનની વાતચીત દરમિયાન આવા ફેરફારો થતા હોય છે. કોઈ બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા એટલે તે બિંદુની આસપાસ પ્રકાશની પ્રસરણદિશાને લંબરૂપે આવેલી એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ઊર્જા. સમાવર્તન(modulation)ની પ્રક્રિયામાં તરંગોની એક પ્રણાલી ઉપર…
વધુ વાંચો >પ્રકાશીય કાચ
પ્રકાશીય કાચ : વ્યાપક પ્રમાણમાં વપરાતું પ્રકાશીય દ્રવ્ય (optical material). જુદા જુદા હેતુઓ માટેના પ્રકાશીય કાચ તેમના વક્રીભવનાંક (refractive indices) તથા વિક્ષેપણ (dispersion) બાબતે જુદા પડે છે. સામાન્ય કાચની સરખામણીમાં પ્રકાશીય કાચ અપૂર્ણતાઓ(imperfections)થી બને તેટલા મુક્ત હોવા જોઈએ. જેમ કે તે ગલન પામ્યા વિનાના (unmelted) કણો, હવાના પરપોટા વગેરેથી મુક્ત…
વધુ વાંચો >