Physics

પાસ્કલ બ્લેઝ

પાસ્કલ, બ્લેઝ (જ. 19 જૂન 1623, ક્લેરમૉન્ટ ફરાન્ડ, ફ્રાંસ; અ. 19 ઑગસ્ટ 1662, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, ફિલસૂફ અને ફ્રેંચ ગદ્યના પ્રખર પંડિત. શાળાએ ગયા વગર જ પિતા પાસેથી પ્રાચીન ગ્રીક અને લૅટિન કલા અને સાહિત્ય શીખ્યા હતા. 12 વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે ભૂમિતિનો અભ્યાસ કરી લીધો…

વધુ વાંચો >

પિકરિંગ એડવર્ડ ચાર્લ્સ

પિકરિંગ, એડવર્ડ ચાર્લ્સ (જ. 19 જુલાઈ 1846, બૉસ્ટન; અ. 3 ફેબ્રુઆરી 1919, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : ખ્યાતનામ યુ.એસ. ભૌતિકવિજ્ઞાની અને ખગોળવિદ. તેમણે તારાઓની માત્રા (magnitude) માપવા માટે યામ્યોત્તર પ્રકાશમાપક(meridian photometer)નો ઉપયોગ દાખલ કર્યો અને હાર્વર્ડ પ્રકાશમિતિની 1884માં સ્થાપના કરી. 1867માં પિકરિંગ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (MIT) ખાતે ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. અહીં…

વધુ વાંચો >

પિક્ચર ટ્યૂબ

પિક્ચર ટ્યૂબ : જુઓ ટેલિવિઝન.

વધુ વાંચો >

પિયરે ગિલ્સ દ્ જેનેઝ

પિયરે ગિલ્સ દ્ જેનેઝ (જ. 1932, પૅરિસ, અ. 18 મે 2007, ઓરસે, ફ્રાંસ) : ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી. સાદા તંત્ર(પ્રણાલિ)માં બનતી ક્રમિત (order) ઘટનાઓનો અભ્યાસ કરીને પ્રવાહી-સ્ફટિક (liquid-crystal) અને બહુલક (polymers) જેવા જટિલ સ્વરૂપ ધરાવતા પદાર્થો માટે સામાન્યીકરણના અભ્યાસની પદ્ધતિઓના શોધક. આ શોધ માટે તેમને 1991માં ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.…

વધુ વાંચો >

પીબલ્સ જેમ્સ (Peebles James)

પીબલ્સ, જેમ્સ (Peebles, James) (જ. 25 એપ્રિલ 1935, વિનપેગ, કૅનેડા) : ભૌતિક બ્રહ્માંડ-વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક શોધો માટે 2019નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. બીજો અર્ધભાગ મિશેલ મેયર તથા ડિડયેર કેલોઝને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. જેમ્સ પીબલ્સે યુનિવર્સિટી ઑવ મેનિટોબા, કૅનેડામાંથી વિજ્ઞાન વિષયમાં સ્નાતકની પદવી…

વધુ વાંચો >

પુર:સરણ (precession)

પુર:સરણ (precession) : કોઈ પદાર્થ પોતાની ધરી ઉપર પરિભ્રમણ કે ઘૂર્ણી ગતિ (spin) કરતો હોય ત્યારે બાહ્ય રીતે તેના ઉપર બળયુગ્મ (બળ-આઘૂર્ણ, torque) લગાડતાં તેના પરિભ્રમણ-અક્ષમાં પ્રાપ્ત થતો કોણીય વેગ. આ પ્રકારની પુર:સરણીય ગતિ ભમરડામાં, જાયરૉસ્કોપ(gyroscope)માં, અવકાશીય પદાર્થોમાં, ઇલેક્ટ્રૉન જેવા વિદ્યુતભારિત કણોમાં જોવા મળે છે. આકૃતિ 1 પોતાની ધરી ઉપર…

વધુ વાંચો >

પૂરકતાનો સિદ્ધાંત (complementarity principle)

પૂરકતાનો સિદ્ધાંત (complementarity principle) : ઇલેક્ટ્રૉન જેવી સૂક્ષ્મ પ્રણાલીની કણ-પ્રકૃતિ અથવા તરંગ-પ્રકૃતિનું વર્ણન કરતો સિદ્ધાંત. નીલ બ્હોરના મત મુજબ ઇલેક્ટ્રૉન-પ્રણાલીની કણ અને તરંગ-પ્રકૃતિના ખ્યાલ એકબીજાને પૂરક છે. જે પ્રયોગ વડે ઇલેક્ટ્રૉનની કણ-પ્રકૃતિનું વર્ણન કરી શકાય છે તેના વડે તરંગ-પ્રકૃતિનું વર્ણન કરી શકાતું નથી અને તેથી ઊલટું પણ સાચું છે. પ્રયોગની…

વધુ વાંચો >

પૂર્ણ આંતરિક પરાવર્તન (total internal reflection)

પૂર્ણ આંતરિક પરાવર્તન (total internal reflection) : પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ(optically denser medium)માંથી, પ્રકાશીય પાતળા (rarer) માધ્યમ પ્રતિ જઈ રહ્યું હોય ત્યારે અમુક નિયત આપાત-કોણ કરતાં વધુ કોણે આપાત થતાં ઉદભવતી ઘટના. તે વખતે પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને પાતળા માધ્યમમાંથી બહાર આવવાને બદલે તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને તે…

વધુ વાંચો >

પૃષ્ઠતાણ

પૃષ્ઠતાણ : પ્રવાહીની સપાટીમાં પ્રવર્તતું, તેના ક્ષેત્રફળને ઓછામાં ઓછું રાખવાનો પ્રયત્ન કરતું બળ. પ્રવાહી/વાયુ, પ્રવાહી/પ્રવાહી, ઘન/ઘન, ઘન/પ્રવાહી અને ઘન/વાયુ જેવી બે પ્રાવસ્થા વચ્ચેનાં આંતરપૃષ્ઠ (interface) આંતરપૃષ્ઠીય ઊર્જા ϒ ધરાવે છે. પ્રવાહી અને વાયુ વચ્ચેના આંતરપૃષ્ઠ માટેની આવી ઊર્જાને પૃષ્ઠતાણ કહે છે. પૃષ્ઠતાણ માટે ϒ અથવા Γ સંજ્ઞા વપરાય છે. પ્રવાહીનાં ટીપાંનો ગોળ આકાર…

વધુ વાંચો >

પેન્ઝિયાસ આર્નો આલ્ડા

પેન્ઝિયાસ, આર્નો આલ્ડા (જ. 26 એપ્રિલ 1933, મ્યૂનિક, જર્મની) : કૉસ્મિક સૂક્ષ્મ તરંગ પૃષ્ઠભૂમિ વિકિરણ(cosmic microwave background radiation)ની શોધ માટે, અમેરિકન ખગોળ-ભૌતિકવિજ્ઞાની (astorphysicist), રૉબર્ટ વુડ્રો વિલ્સનની સાથે 1978ના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓ તેમનાં માતાપિતા સાથે 1940માં યુ.એસ. ગયા અને ત્યાં ન્યૂયૉર્કની સિટી કૉલેજ તથા કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો…

વધુ વાંચો >