Physics

નિમ્ન તાપમાન

નિમ્ન તાપમાન : જુઓ, નિમ્નતાપિકી

વધુ વાંચો >

નિમ્નતાપિકી

નિમ્નતાપિકી નિમ્નતાપિકી (Cryogenics) (ગ્રીક Kryos = અત્યંત ઠંડું) : અત્યંત નીચાં તાપમાનો મેળવવાનું, તેમને જાળવી રાખવાનું અને આ તાપમાનોએ દ્રવ્યના ગુણધર્મોના અભ્યાસ અંગેનું વિજ્ઞાન. સામાન્ય રીતે 120 K(કૅલ્વિન)થી લગભગ નિરપેક્ષ શૂન્ય (0K = –273.15° સે.) સુધીના તાપમાનની સીમાને નિમ્નતાપિકી વિસ્તાર તરીકે ગણવામાં આવે છે; કારણ કે આ સીમામાં મિથેન, ઑક્સિજન,…

વધુ વાંચો >

નિમ્નસ્તરીય વાયુ (degenerate gas)

નિમ્નસ્તરીય વાયુ (degenerate gas) : ફર્મિ-ઊર્જા કરતાં ઓછી ઊર્જાવાળા નીચેના સ્તરમાં કણોનું સંકેન્દ્રણ (concentration) થઈ સંપૂર્ણ ભરાઈ ગયા હોય તેવી અવપરમાણ્વીય (subatomic) વાયુપ્રણાલી, તેને અપભ્રષ્ટ (degenerate) વાયુ પણ કહે છે. એક જ ઊર્જાસ્તરને અનુરૂપ એક કરતાં વધુ ક્વૉન્ટમ સ્થિતિઓ હોય તેને અપભ્રષ્ટતા કહે છે, અને તેવી પ્રણાલીને અપભ્રષ્ટતા પ્રણાલી કહે…

વધુ વાંચો >

નિરપેક્ષ શૂન્ય તાપમાન (absolute zero temperature)

નિરપેક્ષ શૂન્ય તાપમાન (absolute zero temperature) : પદાર્થનું તાપમાન તેના અણુઓની યાદૃચ્છિક ગતિ(random motion)ને કારણે હોવાથી, જે લઘુતમ તાપમાને આવી ગતિ બંધ પડી, અણુઓની ગતિજ ઊર્જા (kinetic energy) શૂન્ય બને તે તાપમાન. ચિરપ્રતિષ્ઠિત યાંત્રિકી (classical mechanics) અનુસાર અણુઓની ગતિજ-ઊર્જા E =  kT વડે દર્શાવવામાં આવે છે. k = બોલ્ટ્સમાનનો અચળાંક…

વધુ વાંચો >

નિર્વાત લેપન (vacuum coating)

નિર્વાત લેપન (vacuum coating) શૂન્યાવકાશની સ્થિતિમાં કોઈ પદાર્થના નિમ્ન આધારપૃષ્ઠ (substrate) ઉપર અન્ય પદાર્થનું પાતળું સ્તર, વરખ કે પાતળી કપોટી(thin film)નો ઢોળ ચઢાવવાની પ્રક્રિયા. સુસ્પષ્ટ સ્ફટિકરચના ધરાવતી અને નિયંત્રિત દરે જુદા જુદા પદાર્થોની પાતળી ફિલ્મ બનાવવાના ક્ષેત્રે, છેલ્લા ચાર-પાંચ દાયકામાં ખૂબ ઝડપથી વિકાસ થયો છે. આવી ફિલ્મના બહુમુખી ગુણધર્મો જેવા…

વધુ વાંચો >

નિશ્ચલતા પરિકલ્પના (steady state hypothesis)

નિશ્ચલતા પરિકલ્પના (steady state hypothesis) : કોઈ પણ સમયે વિશ્વ એકસમાન હોવાની પરિકલ્પના. વિશ્વની પ્રકૃતિને લગતા આજે બે વાદ પ્રચલિત છે : (1) કેટલાક બ્રહ્માંડ-વિજ્ઞાનીઓ માને છે કે વિશ્વનાં બધાં જ બિંદુઓ એકબીજાથી અવિભેદ્ય (indistinguishable) છે. એટલે કે બધાં જ બિંદુઓ બધી જ રીતે સમાન છે. ઉપરાંત, વિશ્વ બધી દિશાઓમાં…

વધુ વાંચો >

નિહારિકાઓ (nebulas)

નિહારિકાઓ (nebulas) : દૂરબીન દ્વારા અવકાશમાં જોતાં દેખાતું રજકણો અને વાયુનું ઝાંખા પ્રકાશવાળું વિસ્તૃત વાદળ. હવે તો નિહારિકાને તારક-વાદળથી અલગ પાડી શકાય છે, જે થોડા સમય પહેલાં શક્ય ન હતું. પરાગાંગેય (extragalactic) નિહારિકાઓ, તેમનાં કદ અને તેમની અંદર તારાઓની સંખ્યાની દૃષ્ટિએ, આકાશગંગા તારાવિશ્વ અથવા મૅગલૅનિક વાદળો જેવડી તારાકીય (stellar) પ્રણાલી…

વધુ વાંચો >

નીલ, લૂઈ / લૂઇસ (Neel, Louis)

નીલ, લૂઈ / લૂઇસ (Neel, Louis) [જ. 22 નવેમ્બર 1904, લીઓં (Lyons), ફ્રાન્સ; અ. 17 નવેમ્બર 2000, Brive-La-Gaillarde] : ઘન પદાર્થના ચુંબકીય ગુણધર્મો ઉપરના તેમના પાયાના અભ્યાસ માટે, સ્વીડિશ ખગોળભૌતિકશાસ્ત્રી હૅન્સ આલ્ફવેન(Hannes Alfven)ની સાથે, 1970ની સાલ માટેના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સંયુક્ત વિજેતા. તેમની શોધખોળનું મુખ્ય પ્રદાન ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state…

વધુ વાંચો >

નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, નવી દિલ્હી

નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, નવી દિલ્હી : ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરી રાષ્ટ્રની વિવિધ જરૂરિયાતો પૂરી પાડતી, ઔદ્યોગિક ઉત્પાદન અને ગુણવત્તા વધારવા વૈજ્ઞાનિક કામગીરી બજાવતી દિલ્હી-સ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા. દેશમાં શરૂઆતમાં જે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી તેમાંની આ એક છે. ઔદ્યોગિક આયોજનસમિતિની ભલામણથી આ પ્રયોગશાળાનું ખાતમુહૂર્ત ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 4 જાન્યુઆરી, 1947ના રોજ…

વધુ વાંચો >

નોવા

નોવા : વિસ્ફોટ દરમિયાન અવકાશમાં વાયુ અને રજનો પ્રચંડ જથ્થો ફેંકતો સ્ફોટક તારક. સ્ફોટ દરમિયાન નોવાની દ્યુતિ, સૂર્યની દ્યુતિ કરતાં 10,000થી 10,00,000 ગણી વધારે થતી હોય છે. આટલી દ્યુતિ સાથે નોવા, મહિનો કે થોડોક વધુ સમય ચમકતો રહે છે. ત્યારબાદ દ્યુતિ ક્રમશ: ઘટતી જાય છે અને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે…

વધુ વાંચો >