Physics
દિશાનિર્ધારણ
દિશાનિર્ધારણ (direction-finding) હવાઈ કે દરિયાઈ જહાજ તેની મુસાફરી દરમિયાન તેના માર્ગમાં કયે સ્થળે આવેલું છે તેમ જ આગળ કઈ દિશામાં જઈ રહ્યું છે તે નિશ્ચિત કરતી એક સંરચના. દિશાનિર્ધારણ ત્રણ જુદી જુદી રીતે થઈ શકે છે. (1) દિગ્ધર્મી ઍન્ટેના, (2) ઉપગ્રહ અને (3) રડાર વડે. કાર કે બસના કિસ્સામાં દિશાનિર્ધારણ…
વધુ વાંચો >દીર્ઘકાલીન પરિવર્તન
દીર્ઘકાલીન પરિવર્તન (secular changes) : ઘણો વધારે અર્ધ-જીવનકાળ ધરાવતાં રેડિયોઍક્ટિવ વિભંજનશીલ તત્વોમાં, લાંબા સમય બાદ થતો ફેરફાર. ભારે અસ્થાયી રેડિયોઍક્ટિવ તત્વોની ન્યૂક્લિયસમાંથી આલ્ફા અને બીટા જેવા અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારિત કણો અને γ (ગૅમા) વિકિરણ-ઊર્જાના ઉત્સર્જનની ઘટનાને રેડિયોઍક્ટિવિટી કહે છે. આ તત્વને રેડિયોઍક્ટિવ કહે છે. જે સમય દરમિયાન તત્વ(કે…
વધુ વાંચો >દીવા
દીવા (lamps) : હજારો વર્ષ પૂર્વે જ્યારે સૂર્ય કે ચંદ્રના પ્રકાશનો અન્ય કોઈ વિકલ્પ ન હતો ત્યારે તે પ્રકાશ દરમિયાન મનુષ્યો દિવસે કે રાત્રે વિવિધ કાર્ય કરી શકતા હતા, પરંતુ સૂર્યાસ્ત થતાં કે રાત્રિના અંધકાર દરમિયાન અંધકાર છવાય ત્યારે તેમનાં સમગ્ર કાર્ય બંધ થઈ જતાં. જૂના ઇતિહાસના આધારે સંશોધન દ્વારા…
વધુ વાંચો >દૂરબીન
દૂરબીન (Telescope) : દૂરની વસ્તુ નજીક દેખાય તે માટેનું સાધન. દૂરની વસ્તુનું પ્રતિબિંબ મેળવી તેનું આવર્ધન (magnification) કરવાથી આવું બની શકે છે. ફક્ત સુપરિચિત તારાઓ અને ગ્રહોનો જ અભ્યાસ નહિ, પરંતુ અન્ય અનેક અવકાશી પિંડ, જે દૂરબીન વગર જોઈ શકાતા નથી તેમનો અભ્યાસ પણ ખગોળવેત્તા માટે આ સાધનને કારણે શક્ય…
વધુ વાંચો >દૂરમાપન
દૂરમાપન (telemetry) : કોઈ એક સ્થળ A આગળ આવેલા તંત્ર (system) પર ચાલતા વૈચારિક પ્રયોગ અથવા તો કુદરતી પ્રક્રિયાના વિવિધ તબક્કે, તંત્ર તાપમાન, દબાણ, પ્રવેગ વગેરે ભૌતિક રાશિઓનાં ચોક્કસ મૂલ્ય, દૂરના અન્ય સ્થળ B આગળ આવેલા નિરીક્ષણમથક (monitoring station) સુધી પહોંચાડવાની યોજના. A અને B વચ્ચેનું અંતર અમુક કિસ્સામાં 200…
વધુ વાંચો >દૂરવાણી
દૂરવાણી દૂરવાણી (telephony) : દૂરનાં બે સ્થળો વચ્ચે સંદેશાવ્યવહાર સ્થાપવા માટેના વ્યાપક-દૂરસંચાર(telecommunication)ની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી શાખા. આ પદ્ધતિમાં ટેલિફોન જેવા સાદા ઉપકરણનો ઉપયોગ કરીને, કોઈ પણ દેશની વ્યક્તિ, ગમે તે દેશની બીજી વ્યક્તિ સાથે સીધી જ વાતચીત કરી શકે છે. ટેલિફોનની શોધ, સ્કૉટલૅન્ડમાં જન્મેલા પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલા, બોસ્ટન…
વધુ વાંચો >દૂરસંવેદન
દૂરસંવેદન (remote sensing) : દૂરના પદાર્થ(object)નું સ્પર્શ કર્યા વગર સંવેદન. દૂરના પદાર્થ અંગેની માહિતી મેળવવાના સાધનને સંવેદક કહેવાય છે. ઉદાહરણ તરીકે કૅમેરા. આંખ, કાન, ચામડી અને નાક આપણા શરીરનાં સંવેદકો છે. તેમની મદદથી અનુક્રમે જોઈ, સાંભળી, તાપમાનનો અનુભવ અને ગંધ પારખી શકાય છે. આંખ દૂરના પદાર્થમાંથી નીકળતાં વિદ્યુતચંબકીય કિરણોને ગ્રહણ…
વધુ વાંચો >ર્દશ્ય વર્ણપટ
ર્દશ્ય વર્ણપટ : વીજચુંબકીય વિકિરણનો લગભગ 400થી 800 નેમી (1 નેમી = 10–9 મી.) તરંગલંબાઈ વચ્ચેનો ર્દશ્યમાન ભાગ. પ્રકાશ એક પ્રકારના વીજચુંબકીય તરંગો તરીકે વર્તે છે. આ તરંગો જુદી જુદી તરંગલંબાઈ ધરાવતા હોવાથી જ્યારે સૂર્યપ્રકાશની એક કિરણાવલીને કાચના એક ત્રિપાર્શ્વમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ર્દશ્ય વર્ણપટ તરીકે ઓળખાતો રંગોનો…
વધુ વાંચો >દેસાઈ, ઉપેન્દ્ર ધીરજલાલ
દેસાઈ, ઉપેન્દ્ર ધીરજલાલ (જ. 10 માર્ચ 1925, અમદાવાદ) : ઇલેક્ટ્રૉનિક્સ, કૉસ્મિક કિરણો અને અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર ભારતીય વિજ્ઞાની. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1941માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થઈ મુખ્ય વિષય ભૌતિકશાસ્ત્ર અને ગૌણ વિષય ગણિતશાસ્ત્ર સાથે 1945માં બી.એસસી. થયા. તેમની કૉલેજ કારકિર્દી સામાન્ય હતી. પણ ઇલેક્ટ્રૉનિક્સમાં…
વધુ વાંચો >દ્યુતિ-તાપમાન
દ્યુતિ-તાપમાન (brightness temperature) : જે તાપમાને કોઈ એક તરંગલંબાઈએ શ્યામ-પદાર્થની તેજસ્વિતા વિકિરક સપાટીની તેજસ્વિતા જેટલી થાય તે તાપમાન. સામાન્ય રીતે આ તરંગલંબાઈ 0.655 mm લેવામાં આવે છે. આ રીતે માપેલા તાપમાન અને સ્પેક્ટ્રમી ઉત્સર્જકતા (emissivity) ∈ = 0.655 તથા વીનના વિકિરણના નિયમ ઉપરથી વસ્તુના સાચા તાપમાનની ગણતરી કરી શકાય છે. જો…
વધુ વાંચો >