Physics
તંતુપ્રકાશિકી
તંતુપ્રકાશિકી (fibre optics) : કાચ અથવા પ્લાસ્ટિકના પારદર્શક તંતુઓ વડે પ્રકાશના ગુણક, પૂર્ણ આંતરિક પરાવર્તન(multiple total internal reflection)ના સિદ્ધાંત પર રચાયેલી ભૌતિકશાસ્ત્રની એક શાખા. આવા પ્રાકાશિક તંતુઓ અમુક સેન્ટિમીટર જેટલા નાના અંતરથી તે 160 કિલોમીટર કરતાં વધુ અંતર સુધી પ્રકાશનું વહન કરતા હોય છે. તંતુઓ એકલા કે સમૂહમાં કાર્ય કરતા…
વધુ વાંચો >તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચ
તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈ : ગણિતશાસ્ત્ર, સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન, ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાન અને અંતરિક્ષ-કિરણોના ક્ષેત્રે મૌલિક સંશોધન માટે 1945માં મુંબઈ ખાતે સ્થાપવામાં આવેલું રાષ્ટ્રીય સંશોધનકેન્દ્ર. ભૌતિકવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અદ્યતન સંશોધનની સુવિધાઓ સુલભ થાય તથા રાષ્ટ્રના યુવાન અને પ્રખર બૌદ્ધિકોને સંશોધનની તકો પૂરી પાડી શકાય એ હેતુથી આ સંસ્થા…
વધુ વાંચો >તાપદીપ્તિ સમયાંકન
તાપદીપ્તિ સમયાંકન : પદાર્થને ગરમ કરવાથી ઉત્સર્જિત થતા વિકિરણને આધારે સમય નક્કી કરવાની પદ્ધતિ. સ્ફટિકમાં અણુ અથવા પરમાણુની ગોઠવણી સંપૂર્ણપણે નિયમિત હોય છે (જુઓ આકૃતિ 1). આવી નિયમિત ગોઠવણીમાં ક્યાંયે અસાતત્ય અથવા અનિયમિતતા હોય તો તેમાં ક્ષતિ (defect) છે એમ કહેવાય. ક્ષતિ બિંદુ પ્રકારની અથવા રેખીય પ્રકારની હોય છે (જુઓ…
વધુ વાંચો >તાપમાન (temperature)
તાપમાન (temperature) : પરમાણુની સરેરાશ ગતિઊર્જા. એક પદાર્થથી બીજા પદાર્થ તરફ અથવા એક સ્થળથી બીજા સ્થળ તરફ ઉષ્માના પ્રવાહ સાથે સંકળાયેલી તે વિભાવના છે. તાપમાન ઠંડા અને ગરમપણાનો માત્ર સંવેદ (senses) નથી પરંતુ તેને માપક્રમ ઉપર પણ વ્યક્ત કરી શકાય છે તથા ઉષ્મામાપક (thermometer) ઉપર તેની નોંધ પણ થાય છે.…
વધુ વાંચો >તાપમાન-વ્યુત્ક્રમણ
તાપમાન-વ્યુત્ક્રમણ (temperature inversion) : ઊંચાઈ વધે તેની સાથે તાપમાન ઘટે એવી સામાન્ય સ્થિતિને બદલે તેનાથી ઊલટું, વધતી ઊંચાઈની સાથે તાપમાન વધતું જાય તે સ્થિતિ. સામાન્ય રીતે વાતાવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાન ઘટે છે, પણ કેટલાક સંજોગો એવા છે જેમાં ઊલટું બને છે, એટલે કે, ઊંચાઈની સાથે તાપમાન પણ વધે…
વધુ વાંચો >તાપમાપન
તાપમાપન (temperature measurement) : તાપમાનનું માપન. તાપમાન એટલે અણુની સરેરાશ ગતિજ ઊર્જા અને ગરમી (ઉષ્મા) એટલે પદાર્થના બધા અણુઓની કુલ ગતિજ ઊર્જા. તાપમાન અંશ(degree)માં અને ગરમી કૅલરીમાં મપાય છે. તાપમાન એ મૂળભૂત એકમ નથી. પરંતુ સાધિત (derived) એકમ છે. માટે તેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ગરમીને લીધે પદાર્થના અમુક ગુણધર્મોમાં…
વધુ વાંચો >તાપવિદ્યુતજ્ઞાપકો
તાપવિદ્યુતજ્ઞાપકો (pyroelectric detectors) : ઊંચું તાપમાન માપવા માટેનું ઉપકરણ. ટુર્મેલિન, લિથિયમ સલ્ફેટ જેવા સ્ફટિકોના તાપમાનમાં ફેરફાર કરવાથી સ્ફટિકની ધ્રુવીય અક્ષના સામસામેના છેડાઓ ઉપર વિરુદ્ધ વિદ્યુતભાર પેદા થાય છે. સમમિતીય કેન્દ્ર ન ધરાવતા હોય તેવા સ્ફટિકોમાં આવી ઘટના બને છે. સ્ફટિકના કુલ 32 વર્ગોમાંથી માત્ર 10 વર્ગના સ્ફટિકમાં જ સમમિતીય કેન્દ્રનો…
વધુ વાંચો >તાપવિદ્યુત-યુગ્મ
તાપવિદ્યુત-યુગ્મ (thermoelectric couple) : ખગોલીય પિંડ(celestial objects)માંથી ઉત્સર્જિત થતી ઉષ્માના માપન માટે વપરાતું અત્યંત સંવેદનશીલ ઉપકરણ. તેમાં પ્લૅટિનમ અને બિસ્મથ જેવી ધાતુના નાના વાહકના સંગમસ્થાન(junction)નો ઉપયોગ થાય છે. આ રીતે રચાતા પરિપથ સાથે સંવેદી ગૅલ્વેનોમીટર જોડવામાં આવે છે. મોટા પરાવર્તકના કેન્દ્ર પર તાપવિદ્યુત-યુગ્મને મૂકવામાં આવે છે. તારા કે અન્ય પદાર્થમાંથી…
વધુ વાંચો >તાપસ્થાપક
તાપસ્થાપક (thermostat) : બંધિયાર પ્રણાલીના અથવા કોઈ સાધનની અંદરના તાપમાનને અંકુશમાં રાખવા માટેની એક સહાયક પ્રયુક્તિ. વાતાનુકૂલન એકમ, વિદ્યુત-કંબલ (electric blanket), તાપક (heater), પ્રશીતિત્ર (refrigerator) અને બંધચૂલા (oven) વગેરે સાધનોમાં તાપસ્થાપકનો ઉપયોગ થાય છે. તાપસ્થાપક એવી પ્રયુક્તિ છે જે બંધ વિસ્તાર અથવા સાધનની અંદરનું તાપમાન નિશ્ચિત રાખે છે. તાપમાનના તફાવતનું…
વધુ વાંચો >તાપાયનિક પ્રયુક્તિઓ
તાપાયનિક પ્રયુક્તિઓ (thermionic devices) : તાપાયનિક ઉત્સર્જનની પ્રક્રિયા દ્વારા ઉષ્માનું સીધેસીધું વિદ્યુતમાં રૂપાંતર કરવાની પ્રયુક્તિ. આવી પ્રયુક્તિનો કોઈ પણ ઘટક ગતિ કરતો નથી. શૂન્યાવકાશ પ્રણાલીમાં રાખેલા વિદ્યુતવાહકને ગરમ કરવાથી તેની સપાટીમાંથી ઇલેક્ટ્રૉન ઉત્સર્જિત થવાની ઘટનાને તાપાયનિક ઉત્સર્જન કહે છે. ઇલેક્ટ્રૉન ટ્યૂબના કૅથોડ તરીકે તાપાયનિક ઉત્સર્જક (emitters)નો ઉપયોગ થાય છે. આમ,…
વધુ વાંચો >