Physics

ડૉસ, કદરુન્ડલિગે સીતારામ ગુરુરાજ

ડૉસ, કદરુન્ડલિગે સીતારામ ગુરુરાજ [જ. 10 ઑગસ્ટ 1906, નાગમંગલા (કર્ણાટક); અ. 18 ઑક્ટોબર 1989] : ભારતના ભૌતિક રસાયણવિજ્ઞાની. મૈસૂર અને બૅંગાલુરુમાં શ્રેષ્ઠ સિદ્ધિ સાથે શિક્ષણ મેળવી, સેન્ટ્રલ કૉલેજ, બૅંગાલુરુમાં અધ્યાપક/સહાયક – પ્રાધ્યાપક (1928–43); નૅશનલ શુગર ઇન્સ્ટિટ્યૂટ, કાનપુર ખાતે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક અને કાર્યકારી નિયામક (1943–57); સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરાઈકુડીના મદદનીશ…

વધુ વાંચો >

ડ્રાયર

ડ્રાયર : ભીની વસ્તુને સૂકવવા માટેનું ઉપકરણ. તેમાં વસ્તુને ગરમ કરવા માટે વાયુ, ગરમ પ્રવાહી, વિદ્યુત અથવા ઉષ્માવિકિરણનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાયરનો ઉપયોગ ઘરગથ્થુ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે કરવામાં આવે છે. (1) વાળ સૂકવવા માટેનું ‘હૅરડ્રાયર’ અને  (2) વૉશિંગ મશીનમાં કપડાં સૂકવવા માટે વપરાતું ડ્રાયર એ બે મુખ્ય ઘરગથ્થુ ડ્રાયર…

વધુ વાંચો >

ડ્રિલ

ડ્રિલ : દાગીનામાં છિદ્ર પાડવા માટેનું એક યાંત્રિક  ઓજાર. છિદ્ર પાડવાની ક્રિયાને ડ્રિલિંગ કહે છે; તે ડ્રિલિંગ યંત્ર ઉપર થાય છે. દાગીનાના પ્રકારને ધ્યાનમાં લઈ લેથ ઉપર પણ તે ક્રિયા થાય છે. પદાર્થ કે દાગીના ઉપર અવલંબિત, ડ્રિલનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે : (1) કાર્બન સ્ટીલ ડ્રિલ, હાઈસ્પીડ…

વધુ વાંચો >

તત્વવૈપુલ્ય

તત્વવૈપુલ્ય (chemical abundance) : વિશ્વમાં વિવિધ તત્વો(elements)ના અસ્તિત્વની પ્રચુરતા. આ પ્રચુરતા કેવી રીતે અસ્તિત્વમાં આવી તેની સૈદ્ધાંતિક સમજૂતી આધુનિક વિજ્ઞાન આપી શકે છે. આ સમજૂતી મુજબ જે મહાવિસ્ફોટ (big bang) દ્વારા વિશ્વનું સર્જન થયું, તેના અતિ પ્રારંભિક તબક્કામાં (એટલે કે ગણતરીની મિનિટોમાં જ !) હાઇડ્રોજનના નાભિ એટલે કે પ્રોટ્રોન, તેના…

વધુ વાંચો >

તત્વાંતરણ

તત્વાંતરણ (transmutation of elements) : પરમાણુના ન્યૂક્લિયસના ફેરફાર દ્વારા, એક તત્વનું બીજા તત્વમાં કરવામાં આવતું રૂપાંતરણ. એક જ તત્વના બધા જ પરમાણુઓના ન્યૂક્લિયસમાં પ્રોટૉનની સંખ્યા એકસરખી હોય છે. ન્યૂક્લિયસમાંના પ્રોટૉનની સંખ્યામાં  ફેરફાર થતાં, જુદા જ તત્વનો પરમાણુ ઉદભવે છે. પરમાણ્વીય કણોની આપલે દ્વારા, પરમાણુ તેના ન્યૂક્લિયસમાંના પ્રોટોનની સંખ્યામાં ફેરફાર કરી…

વધુ વાંચો >

તનાવક્ષમતા

તનાવક્ષમતા (tensile strength) : ખેંચી રાખેલા પદાર્થની, તૂટી ગયા સિવાય, મહત્તમ ભાર સહન કરી શકવાની શક્તિ. ખેંચાણ પહેલાંના તેના મૂળ આડછેદના ક્ષેત્રફળ વડે ભાગવાથી મળતી ભૌતિક રાશિ માટે તેનું પરિમાણ એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ છે;  અને MKS માપ પદ્ધતિમાં તેને કિલોગ્રામ દર ચોરસ મીટર વડે દર્શાવવામાં આવે છે. તનાવક્ષમતા…

વધુ વાંચો >

તરલ

તરલ (fluid) : સરળતાથી વહી શકે તેવો વાયુરૂપ કે પ્રવાહી પદાર્થ. થોડુંક જ બળ આપવાથી કે દબાણ કરવાથી તરલનું સ્વરૂપ ધારણ કરે છે. વળી તરલ સ્થિતિસ્થાપક હોવાથી, બળ કે દબાણ જેવું દૂર થાય કે તરત જ તે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે. સામાન્ય તાપમાને પાણી તરલ અને પ્રવાહી છે.…

વધુ વાંચો >

તરલનો સંગ્રહ

તરલનો સંગ્રહ : પ્રવાહી અથવા વાયુ જેવા તરલ પદાર્થોના સંગ્રહ માટેની પદ્ધતિઓ અને સાધનો. માનવી જ્યારથી ખોરાક સાથે પાણીનો સંગ્રહ કરતો થયો ત્યારથી તરલસંગ્રહ માટેનો તાંત્રિકી વિકાસ થતો રહ્યો છે. તરલસંગ્રહની જરૂરિયાત માનવીના દૈનિક જીવનમાં તથા ઉદ્યોગોમાં બંને ક્ષેત્રે રહી છે. માટલાં, નળા, વૉટર-બૉટલ, ડબ્બા, ટાંકી વગેરે ઘરમાં પાણીસંગ્રહનાં સામાન્ય…

વધુ વાંચો >

તરલ પ્રવાહ અને તેની માપણી

તરલ પ્રવાહ અને તેની માપણી : પ્રવાહી, વાયુ, બારીક ઘન પદાર્થો કે આવા દ્રવોના મિશ્રણનું પ્રવાહ રૂપે પરિવહન અને તે પ્રવાહનું માપન. તરલ પદાર્થની એ ખાસિયત છે કે તે કાયમ રૂપે વિરૂપણ(Shear)નો પ્રતિકાર કરતો નથી. કોઈ ચોક્કસ તાપમાને  અને દબાણે તરલની ઘનતા નિશ્ચિત હોય છે. તાપમાન કે દબાણમાં ફેરફાર થાય…

વધુ વાંચો >

તરલપ્રવાહમાપકો

તરલપ્રવાહમાપકો : તરલપ્રવાહમાંના કોઈ નિયત બિંદુ કે વિસ્તાર આગળ તેના વેગનું મૂલ્ય કે તેની દિશા માપનાર ઉપકરણ. પ્રવાહી તથા વાયુસ્વરૂપ પદાર્થો સરળતાથી વહી શકતા અથવા પ્રસરી શકતા હોવાથી તેમને તરલ તરીકે ઓળખવામાં આવે છે. તરલ કણોની સમગ્રતયા ગતિને તરલપ્રવાહ કે તરલવહન કહે છે. દ્રવગતિવિજ્ઞાન (hydrodynamics) તથા વાયુગતિવિજ્ઞાન(airodynamics)માં તરલગતિનો અભ્યાસ ખૂબ…

વધુ વાંચો >