Physics

અનુલંબ તરંગો

અનુલંબ તરંગો (longitudinal waves) : તરંગોના માધ્યમના કણોનાં દોલનો અથવા કોઈ સદિશ રાશિના તરંગના પ્રસરણની દિશાને સમાંતર દોલનો હોય તેવા તરંગો. આવા તરંગો સંગત તરંગો તરીકે પણ ઓળખાય છે. ધ્વનિના તરંગો અનુલંબ તરંગોનું ખૂબ જાણીતું ઉદાહરણ છે. તરંગોનો બીજો પ્રકાર લંબગત (transverse) તરંગો તરીકે ઓળખાય છે. તેમાં થતાં દોલનો તરંગના…

વધુ વાંચો >

અપકેન્દ્રી બળ

અપકેન્દ્રી બળ (centrifugal force) : કેન્દ્રની આસપાસ કોઈ પદાર્થ-કણને ફરતો રાખનાર અભિકેન્દ્રી (centripetal) બળના જેટલું, પણ વિરુદ્ધ દિશામાં પ્રવર્તતું કાલ્પનિક (fictitious) બળ. વર્તુળમય પથ ઉપર ગતિ કરતા પદાર્થકણને તેના ગતિપથ ઉપર જકડી રાખતા કેન્દ્ર તરફ પ્રવર્તતા બળને અભિકેન્દ્રી બળ કહે છે. ધારો કે m દ્રવ્યમાનનો એક પદાર્થકણ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર ગતિપથ…

વધુ વાંચો >

અપમિશ્રણ

અપમિશ્રણ (doping) : જર્મેનિયમ (Ge) કે સિલિકોન (Si) જેવાં આંતરિક અર્ધવાહકો(intrinsic semiconductors)ના ગુણધર્મોમાં આમૂલ ફેરફાર કરવાના હેતુથી થતી જરૂરી તત્વોની મેળવણી. આ ક્રિયાથી શુદ્ધ અર્ધવાહકના વિદ્યુત ગુણધર્મોમાં યથેચ્છ ફેરફારો લાવી શકાય છે. અહીં અપમિશ્રણ એટલે ગમે તે બિનજરૂરી ચીજ નહિ, પણ જરૂરી તત્વ જરૂરી પ્રમાણમાં એમ સમજવાનું છે. અપમિશ્રણથી સંપ્રાપ્ત…

વધુ વાંચો >

અપરૂપણ ગુણાંક

અપરૂપણ ગુણાંક (shearing modulus) : ઘન પદાર્થ ઉપર અનુપ્રસ્થ (transverse) આંતરિક બળ લાગતાં તેના સ્થિતિસ્થાપક ગુણ ઉપર થતી અસર દર્શાવતો અચલાંક. ઘન પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ A હોય અને સપાટીની સમાંતર દિશામાં લગાડેલ બળ F હોય તો અપરૂપણ પ્રતિબળ (stress) F/A થાય છે. આને પરિણામે થતી અપરૂપણ વિકૃતિ (strain) θ હોય…

વધુ વાંચો >

અપારદર્શકતા

અપારદર્શકતા (opacity) : વિદ્યુતચુંબકીય વિકિરણ(radiation)-ને, ખાસ કરીને પ્રકાશને, પોતાનામાંથી પસાર ન થવા દે તેવો પદાર્થનો ગુણધર્મ. અપારદર્શકતા એ પારદર્શકતા(transmittance)થી વિરુદ્ધનો ગુણ છે. એટલે કે તેઓ એકબીજાથી વ્યસ્તપ્રમાણમાં છે. અપારદર્શકતાને O અને પારદર્શકતાને τ થી દર્શાવીએ તો O = 1/τ. જો પ્રકાશીય ઘનતા (optical density) d હોય તો કોઈ પણ પદાર્થ…

વધુ વાંચો >

અભિબિન્દુતા અને અપબિન્દુતા

અભિબિન્દુતા અને અપબિન્દુતા (convergence and divergence) : ગણિત સહિત વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં વિશિષ્ટ અર્થમાં વપરાતા શબ્દો. ભૌતિકશાસ્ત્રના પ્રકાશિકી(optics)માં અંતર્ગોળ (concave) આરસી તથા બાહ્યગોળ (convex) લેન્સ પ્રકાશનાં સમાંતર કિરણોને એક બિન્દુ ઉપર કેન્દ્રિત કરે છે. આ ઘટનાને અભિબિન્દુતા કહે છે. આથી વિરુદ્ધ બાહ્યગોળ આરસી અને અંતર્ગોળ લેન્સ સમાંતર કિરણોને એવી રીતે…

વધુ વાંચો >

અભિવૃદ્ધિ

અભિવૃદ્ધિ (accretion) : નદીનાં જળ દ્વારા વહન થતા કણોની નિક્ષેપક્રિયાને પરિણામે જૂની ભૂમિમાં થતી નવી ભૂમિની ક્રમિક વૃદ્ધિ. અકાર્બનિક દ્રવ્યજથ્થાના સંદર્ભમાં અભિવૃદ્ધિ એક એવી પ્રવિધિ ગણાય છે, જેમાં તેનો બહારનો ભાગ તાજા કણોના ઉમેરાતા જવાથી વિકસીને વૃદ્ધિ પામતો જતો હોય. અભિવૃદ્ધિ-શિરાઓ (accretion veins) : ખનિજીકરણ પામતા જતા વિભાગોમાં વિશિષ્ટ સંજોગો…

વધુ વાંચો >

અભિસરણ

અભિસરણ : જુઓ, રસાકર્ષણ.

વધુ વાંચો >

અમાગેટના પ્રયોગો

અમાગેટના પ્રયોગો : વાયુઓ ઉપર અતિ ઉચ્ચ દબાણની અસરના અભ્યાસ માટે ફ્રેંચ વિજ્ઞાની અમાગેટે કરેલા પ્રયોગો. બૉઇલે ચોક્કસ જથ્થાના વાયુના અચળ તાપમાને કદ અને દબાણ વચ્ચેનો સંબંધ ગણિતની ભાષામાં PV = K (અચળાંક) તરીકે રજૂ કર્યો. બૉઇલ કરતાં વધુ ઊંચાં દબાણ વાપરીને ઍન્ડ્રૂઝે સાબિત કર્યું કે સામાન્ય વાયુઓ આ નિયમને…

વધુ વાંચો >

અમાનો, હિરોશી (Amano, Hiroshi)

અમાનો, હિરોશી (Amano, Hiroshi) (જ. 11 સપ્ટેમ્બર 1960, હમામાત્સુ, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને ઇસામુ આકાસાકી તથા શૂજી નાકામુરા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. શાળાકીય દિવસોમાં અમાનોને અભ્યાસ પ્રત્યે અણગમો હતો, પરંતુ તેઓ ગણિતના વિષયમાં કુશળ…

વધુ વાંચો >