Physics
એરિયાન
એરિયાન : યુરોપીય અંતરીક્ષ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવેલ પ્રમોચન રૉકેટ. આ રૉકેટના ત્રણ તબક્કાઓ પ્રવાહી બળતણ વડે કાર્ય કરે છે. પહેલા અને બીજા તબક્કામાં હાઇડ્રેઝીન અને નાઇટ્રોજન ટેટ્રૉક્સાઇડ ઉપચાયક (oxidiser) તરીકે કાર્ય કરે છે. ત્રીજા તબક્કામાં પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઑક્સિજનનો ઉપયોગ થાય છે. એરિયાન રૉકેટની કુલ ઊંચાઈ 47…
વધુ વાંચો >ઍરિસ્ટોટલ
ઍરિસ્ટોટલ : (ઈ. પૂ. 384, સ્ટેગિરસ, મેસેડોનિયા; અ. 322, ચાલ્કિસ, યુબિયા, ગ્રીસ) : ગ્રીક દાર્શનિક. પ્લેટોનો શિષ્ય અને મહાન ઍલેક્ઝાન્ડરનો ગુરુ. પશ્ચિમમાં વિકસેલી અનેક વિદ્યાશાખાઓનો તે આદ્ય પિતા ગણાય છે. વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિના વિકાસમાં તેનો ફાળો અનન્ય છે. તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો તો તેણે પાયો નાંખ્યો. ઉપરાંત રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે…
વધુ વાંચો >ઍલેક્સેઈ ઍલેક્સેયેવિચ ઍબ્રિકોસૉવ
ઍલેક્સેઈ ઍલેક્સેયેવિચ ઍબ્રિકોસૉવ (Alexei Alexeyevich Abrikosov) (જ. 25 જૂન 1928, મૉસ્કો, રશિયન એસએફએસઆર, યુ.એસ.એસ.આર.; અ. 29 માર્ચ 2017 પાવો એલ્ટો, કેલિફોર્નિયા, યુ. એસ.) : રશિયન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2003ના નોબેલ પુરસ્કારના વિજેતા. સંઘનિત (condensed) દ્રવ્ય-ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન કરવા બદલ આ પુરસ્કાર મળ્યો હતો. 1948માં મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક…
વધુ વાંચો >એલ્નિકો
એલ્નિકો (Alnico) : ચિરસ્થાયી ચુંબક બનાવવા માટેની મિશ્રધાતુઓ. આ મિશ્રધાતુઓમાં આયર્ન (લોહ), ઍલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને તાંબું હોય છે. કોઈ વાર ટાઇટેનિયમ અને નિયોબિયમ પણ ઉમેરાય છે. ઍલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટ ઉપરથી એલ્નિકો નામ પડ્યું છે. વધુ વપરાતી મિશ્રધાતુ એલ્નિકો-5માં 24 % Co, 14 % Ni, 8 % Al, 3…
વધુ વાંચો >એ.સી. વિદ્યુતપ્રવાહ
એ.સી. વિદ્યુતપ્રવાહ (AC current) : સમયની સાથે મૂલ્ય તેમજ દિશા નિયમિત રીતે બદલાયા કરે તેવો વિદ્યુતપ્રવાહ. અંગ્રેજીમાં તેને alternating current (ટૂંકમાં a.c.) કહે છે. આવો વિદ્યુતપ્રવાહ એક જ દિશામાં વહેતા direct current (d.c.) કરતાં સાવ ઊલટો છે. a.c.માં વીજપ્રવાહ(કે તેને ઉત્પન્ન કરનારા વિદ્યુતચાલક બળ – EMF)નું મૂલ્ય, સરખા સમયના ગાળામાં…
વધુ વાંચો >ઍસેટોએસેટિક એસ્ટર
ઍસેટોએસેટિક એસ્ટર (ઇથાઇલ ઍસેટોએસેટેટ) : બે ચલાવયવી (tautomeric) સૂત્રો ધરાવતું અગત્યનું કાર્બનિક સંયોજન. આ બે ચલાવયવી નીચે પ્રમાણે છે : ગ્યુથરે 1863માં બનાવ્યું અને તેનું ઇનોલ-સૂત્ર (β-હાઇડ્રૉક્સિ, કીટોનિક એસ્ટર) સૂચવ્યું જ્યારે ફ્રેંકલૅન્ડ અને ડુપ્પાએ 1865માં તે બનાવ્યું અને તેનું કીટો-સૂત્ર (કીટો બ્યુટિરિક એસ્ટર) સૂચવ્યું. તેના ખરા સૂત્ર બાબતનો વિવાદ લાંબો…
વધુ વાંચો >એસ્ટન ફ્રાંસિસ વિલિયમ
એસ્ટન, ફ્રાંસિસ વિલિયમ (જ. 1 સપ્ટેમ્બર 1877, હાર્બોન, ઇંગ્લૅન્ડ; અ. 20 નવેમ્બર 1945, કેમ્બ્રિજ) : દળ-સ્પેક્ટ્રોગ્રાફના શોધક અને 1922ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. 1901માં બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી ટાર્ટરિક ઍસિડ અને તેના વ્યુત્પન્નોની પ્રકાશ-ક્રિયાશીલતા(optical activity)ના અભ્યાસ ઉપર એક સંશોધનલેખ પ્રસિદ્ધ કરીને રસાયણજ્ઞ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. 1895માં ઍક્સ-કિરણો તથા 1896માં વિકિરણધર્મિતાની…
વધુ વાંચો >ઍસ્ટ્રૉલૅબ
ઍસ્ટ્રૉલૅબ : ઈ. પૂ. ત્રીજી સદીમાં ખગોળીય પદાર્થોનાં સ્થાન તેમજ ઊંચાઈ નક્કી કરવા માટે ગ્રીસમાં ઉપયોગમાં લેવાયેલું વિશ્વનું પ્રાચીન ઉપકરણ. ગ્રીક ભાષામાં astro = તારો અને labio = શોધક ઉપરથી આ ઉપકરણને ઍસ્ટ્રૉલૅબ (તારાશોધક – star finder) એવું નામ આપવામાં આવ્યું. તેનું કાર્ય ખગોળીય પદાર્થની ઊંચાઈ ઉપરથી સમય તેમજ નિરીક્ષકનું…
વધુ વાંચો >ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ઑબ્ઝર્વેટરી
ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ઑબ્ઝર્વેટરી : ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયામાં આવેલા શહેર કૂનાબરાબ્રાનથી 29 કિમી. અંતરે સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝર્વેટરી (ઊંચાઈ, 1165 મી.) પાસે જ, બ્રિટિશ અને ઑસ્ટ્રેલિયન સરકારોના સંયુક્ત ઉપક્રમે ચાલતી ઑબ્ઝર્વેટરી. તેમાં યુ. કે. સાયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા નિર્મિત 122 સેમી. શ્મિટ ટેલિસ્કોપ(f = 183 સેમી.)ને 1973થી કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. તેના…
વધુ વાંચો >ઑઇલર, કેલ્પિન હાન્સ ફૉન
ઑઇલર, કેલ્પિન હાન્સ ફૉન (જ. 15 ફેબ્રુઆરી 1873, ઓગ્સબર્ગ; અ. 6 નવેમ્બર 1964, સ્ટૉકહોમ) : શર્કરાના આથવણ અંગેના પ્રદાન માટે સર આર્થર હાર્ડેન સાથે રસાયણશાસ્ત્રના 1929ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. પિતા રૉયલ બેવેરિયન રેજિમેન્ટમાં જનરલ. મ્યુનિક એકૅડેમી ઑવ્ પેઇન્ટિંગમાં 1891-1893 દરમિયાન કળાનો અભ્યાસ. રંગના પ્રશ્નો, ખાસ કરીને વર્ણપટના રંગના અભ્યાસમાંથી તેઓ…
વધુ વાંચો >