Painting
રિબેલ્ટા, ફ્રાંચિસ્કો
રિબેલ્ટા, ફ્રાંચિસ્કો (જ. 1565, સ્પેન; અ. 12 જાન્યુઆરી 1628, વાલેન્ચિયા, સ્પેન) : સ્પેનના મુખ્ય બરૉક ચિત્રકાર. માડ્રિડમાં અલ ઍસ્કૉરિયલ કળાશાળામાં નૅવેરેટે અલ મુડો પાસે ચિત્રકલાની તાલીમ લીધી. ઇટાલિયન બરૉક ચિત્રકાર કારાવાજિયોની સીધી અસર રિબેલ્ટા ઉપર પડી, તેથી તેમનાં ચિત્રોમાં પડછાયાનું આલેખન પ્રકાશિત સપાટી કરતાં પણ વધુ વિગતે થવું શરૂ થયું.…
વધુ વાંચો >રિવર્સ, લૅરી (Rivers, Larry)
રિવર્સ, લૅરી (Rivers, Larry) (જ. 17 ઑગસ્ટ 1923, ન્યૂયૉર્ક સિટી) : અમૂર્ત અભિવ્યક્તિવાદી અમેરિકન ચિત્રકાર. ચિત્રમાં બળૂકો આવેગ દર્શાવતા લસરકા માટે તે જાણીતો છે. મૂળ નામ ઇટ્ઝ્રોખ લોઇઝા ગ્રોસ્બર્ગ (Yitzroch Loiza Grossberg). ‘જિલિયાર્ડ સ્કૂલ ઑવ્ મ્યુઝિક’માં રિવર્સે સંગીતસંરચના(composition)નો અભ્યાસ કર્યો અને ધંધાદારી સેક્સોફૉનિસ્ટ બન્યો. 1947થી 1948 સુધી ન્યૂયૉર્ક નગર અને…
વધુ વાંચો >રિવેરા, ડિયેગો
રિવેરા, ડિયેગો (જ. 8 ડિસેમ્બર 1886, ગ્વાનાહુઆતો, મેક્સિકો; અ. 25 નવેમ્બર 1957, મેક્સિકો સિટી, મેક્સિકો) : મેક્સિકોના આધુનિક ચિત્રકાર. 1896થી 1906 સુધી મેક્સિકોની સાન કાર્લોસ એકૅડેમીમાં તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. 1907થી 1921 સુધી તેમણે યુરોપમાં વસવાટ કરી સ્પેન, ફ્રાંસ અને ઇટાલીમાં વિવિધ કલામહાશાળાઓમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન માતીસ, પિકાસો ઇત્યાદિ…
વધુ વાંચો >રિંગેલ ફ્રાન્ઝ (Ringel Franz)
રિંગેલ, ફ્રાન્ઝ (Ringel, Franz), (જ. 1940, ગ્રાઝ, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. આરંભે ગ્રાઝની સ્કૂલ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં પ્રો. એડેમેટ્ઝના માર્ગદર્શન હેઠળ અને વિયેનાની વિયેના એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં પ્રો. કુટરસ્લોહ(Giitersloh)ના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. તેમણે 1966માં વિયેના ખાતે પોતાની કલાનું વૈયક્તિક પ્રદર્શન કર્યું. 1968માં હર્ઝિગ, જુન્ગ્વર્થ, કોખર્શીટ, પૉન્ગ્રેટ્ઝ…
વધુ વાંચો >રુઇસ્ડાયલ, જેકબ વાન
રુઇસ્ડાયલ, જેકબ વાન (જ. 1628/1629, હાર્લેમ, હોલૅન્ડ; દફનવિધિ : 14 માર્ચ 1682, ઍમ્સ્ટરડૅમ, હોલૅન્ડ) : નિસર્ગચિત્રો સર્જનાર મહાન ડચ બરોક ચિત્રકાર. ચિત્રકાર પિતા આઇઝેક દ ગોયરનો તે શિષ્ય. પિતાએ પાછળથી રુઇસ્ડાયલ અટક અપનાવેલી. હાર્લેમના નિસર્ગ-ચિત્રકાર કૉર્નેલિસ વ્રૂનની ઊંડી અસર તરુણ રુઇસ્ડાયલ પર પડી. 1640થી તેણે ચિત્રસર્જન શરૂ કર્યું અને 1648માં…
વધુ વાંચો >રુબ્લિયૉવ, આન્દ્રેઇ
રુબ્લિયૉવ, આન્દ્રેઇ (જ. આશરે 1360થી 1370, રશિયા; અ. આશરે 1430, રશિયા) : મધ્યયુગની રશિયન ચિત્રકલાના સૌથી વધુ પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ ચિત્રકારોમાંના એક. મધ્યયુગમાં ગ્રીસથી રશિયા આવી વસેલા અને ‘થિયોપેન્સ ધ ગ્રીક’ નામે જાણીતા બનેલા મહાન ચિત્રકારના તેઓ મદદનીશ બન્યા; આથી તેમણે ગ્રીસ અને કૉન્સ્ટૅન્ટિનોપલમાં તત્કાલ પ્રવર્તમાન ખ્રિસ્તી ધાર્મિક મૂર્તિગત લક્ષણવિદ્યા,…
વધુ વાંચો >રૂઓ, જ્યૉર્જ
રૂઓ, જ્યૉર્જ (જ. 1871, ફ્રાન્સ; અ. 1951, ફ્રાન્સ) : ફ્રેન્ચ અભિવ્યક્તિવાદી ચિત્રકાર. ઊંડી ધાર્મિક પ્રકૃતિ ધરાવતા રૂઓ ફ્રેન્ચ કારીગર કુટુંબમાં જન્મેલા. તેમણે કાચ પર રંગીન ચિત્રકામ કરવાની (stained glass painting) તાલીમ લીધેલી. ગુસ્તાવ મોરોના સ્ટુડિયોમાં તેમની ઓળખાણ હાંરી માતીસ અને અન્ય ફોવ ચિત્રકારો સાથે થઈ. થોડા જ સમયમાં તેઓ મોરોના…
વધુ વાંચો >રૂપસંહિતા
રૂપસંહિતા : એક આવકાર્ય અને સંગ્રહણીય રૂપકલા-કોશ. અખિલ ભારતીય ખ્યાતિ ધરાવતા કલાકાર વાસુદેવ સ્માર્ત દ્વારા સંપાદિત ભારતીય કલા-પરંપરામાં આલંકારિક આકૃતિઓનો ઘણો મોટો સંગ્રહ ધરાવતું પ્રકાશન. આ સંગ્રહનું પ્રથમ પ્રકાશન 1971ના અરસામાં થયેલું. તે આવૃત્તિ વેચાઈ ગયા બાદ નવાં ઉમેરણો સાથે બીજી આવૃત્તિ 1983માં પ્રગટ કરવામાં આવી; અને ત્રીજી સંવર્ધિત આવૃત્તિ…
વધુ વાંચો >રૂપા કચરા
રૂપા કચરા : જામનગરના સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ હરોળના ચિતારા. જામનગરના રાજવી જામ વિભાજીના સમય (1852-1895) દરમિયાન તેઓ થઈ ગયા. જાતિએ તેઓ કડિયા જ્ઞાતિના હતા. એમની અનેક ચિત્રકૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમાં અમદાવાદના સ્વામિનારાયણ મંદિર(કાલુપુર)ના રંગમહેલમાં પ્રદર્શિત કરેલી શ્રી ઘનશ્યામ મહારાજની દોલોત્સવની તથા બાળ ઘનશ્યામ અને ધર્મભક્તિની ચિત્રકૃતિઓ જૂનામાં જૂની છે.…
વધુ વાંચો >રૂબેન્સ, (ઝ) પીટર પૉલ
રૂબેન્સ, (ઝ) પીટર પૉલ (જ. 28 જૂન 1577, સીજન, જર્મની; અ. 30 મે 1640, ઍન્ટવર્પ ફ્લૅન્ડર્સ) : બરૉક શૈલીના મહાન ફ્લૅમિશ ચિત્રકાર. બરૉક શૈલીની લાક્ષણિક કામોત્તેજક પ્રચુરતાના પ્રખર પુરસ્કર્તા. તેમની ઉત્તમ કૃતિઓમાં સંખ્યાબંધ વ્યક્તિચિત્રો અને ધાર્મિક ચિત્રોનો સમાવેશ થતો હોવા છતાં ગ્રેકોરોમન પુરાકથાઓના આલેખન માટે તેમને અસાધારણ લોકપ્રિયતા મળી. તેમનું…
વધુ વાંચો >