Oceanograghy

સમુદ્ર (Seas) (વૈજ્ઞાનિક સંદર્ભમાં)

સમુદ્ર (Seas) (વૈજ્ઞાનિક સંદર્ભમાં) : ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળવિસ્તાર. પૃથ્વી ઉપર 71 % વિસ્તાર જળજથ્થાનો  મહાસાગરો અને સમુદ્રોનો તથા બાકીનો 29 % જેટલો ભૂમિખંડોથી બનેલો છે. ખારા પાણીના આ અફાટ વિસ્તારને સમુદ્રશાસ્ત્રીઓએ ચાર મુખ્ય વિભાગોમાં વહેંચ્યો છે : (1) પૅસિફિક, (2) આટલાંટિક, (3) હિંદી મહાસાગર અને…

વધુ વાંચો >

સમુદ્રકંપ (સુનામી) (Seaquake – tsunami)

સમુદ્રકંપ (સુનામી) (Seaquake – tsunami) સમુદ્રતળ પર થતો (ભૂ)કંપ તથા તેને કારણે ઉદ્ભવતાં મહાકાય સમુદ્રમોજાં. સમુદ્ર/મહાસાગરના તળ પર થતા ભૂકંપથી ઉદ્ભવતી ઊર્જાને કારણે કાંઠા પર ધસી આવતાં રાક્ષસી મોજાં ‘સુનામી’ તરીકે ઓળખાય છે. સમુદ્રીય પોપડા પર થતા ભૂકંપને સૈદ્ધાંતિક રીતે સમુદ્રકંપ (seaquake) કહે છે. ગુરુત્વાકર્ષણ-બળ અને પવનને કારણે સમુદ્રસપાટી પર…

વધુ વાંચો >

સમુદ્રગહન નિક્ષેપ (bathyal deposits)

સમુદ્રગહન નિક્ષેપ (bathyal deposits) : અગાધ ઊંડાઈ ધરાવતા સમુદ્રતળ પર છવાયેલા નિક્ષેપો. 2000-4000 મીટર કે તેથી વધુ ઊંડાઈએ મળતાં લાલ મૃદ કે પ્રાણીજ સ્યંદનોથી તૈયાર થયેલા નિક્ષેપોને ઊંડા જળના નિક્ષેપો કહે છે. મોટાભાગના સમુદ્રગહન નિક્ષેપો સૂક્ષ્મ કણકદવાળા હોય છે, પરંતુ ક્યારેક તે સ્થૂળ કદમાં પણ મળે છે. સમુદ્રતળ પર જોવા…

વધુ વાંચો >

સમુદ્રજળ

સમુદ્રજળ : સમુદ્ર-મહાસાગર-થાળામાં રહેલો જળરાશિ. પૃથ્વીની સપાટી પર આવેલા સમુદ્રો-મહાસાગરોની ભૌગોલિક સ્થિતિ જોતાં તેમની વિશાળતાનો ખ્યાલ આવે છે. ઉત્તર ગોળાર્ધમાં 45°થી 70° અક્ષાંશો વચ્ચે ખંડોનો ભૂમિભાગ પથરાયેલો છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં 35°થી 65° અક્ષાંશો વચ્ચે 98 % જેટલો જળરાશિ પથરાયેલો છે. આ વિતરણ પરથી કહી શકાય કે ઉત્તર ગોળાર્ધ એ…

વધુ વાંચો >

સમુદ્રતરંગ-ઊર્જા

સમુદ્રતરંગ–ઊર્જા : બિનપરંપરાગત ઊર્જા. આ એવી ઊર્જા છે, જેમાં પૃથ્વીનાં મર્યાદિત ખનિજ જેવાં સંસાધનોનો ઉપયોગ થતો નથી. આથી જીવાવશેષ (fossil) અને ન્યૂક્લિયર વિખંડનશીલ ઈંધણનો બિનપરંપરાગત ઊર્જાના સ્રોતમાં સમાવેશ થતો નથી. આ પ્રકારની ઊર્જા માટે ભરતી-ઓટનો ઉપયોગ કરવામાં આવે છે. બંધની પાછળ પાણી એકત્રિત કરવામાં આવે છે, જેને પાછળથી છોડીને ટર્બોજનરેટર…

વધુ વાંચો >

સમુદ્રતળ-વિસ્તરણ (Sea Floor Spreading)

સમુદ્રતળ–વિસ્તરણ (Sea Floor Spreading) : સમુદ્રતળનું વિસ્તરણ થવાની ઘટના. મધ્ય મહાસાગરીય ડુંગરધારોની મધ્ય અક્ષની રેખીય ફાટમાંથી વખતોવખત નીકળતા રહેતા દ્રવની પથરાતા જવાની તેમજ એકબીજાથી દૂર વિસ્તરતા જવાની ક્રિયા. સમુદ્રતળ-વિસ્તરણનો આ પ્રકારનો અધિતર્ક પ્રિન્સ્ટન યુનિવર્સિટીના પ્રાધ્યાપક હૅરી હેસે 1960માં સર્વપ્રથમ વાર રજૂ કર્યો. તેણે એવું પ્રતિપાદિત કર્યું કે ભૂમધ્યાવરણમાંથી ઉદ્ભવતા સંવહન-પ્રવાહો…

વધુ વાંચો >

સમુદ્રતાપીય ઊર્જા-પરિવર્તન (Ocean Thermal Energy Conversion – OTEC)

સમુદ્રતાપીય ઊર્જા–પરિવર્તન (Ocean Thermal Energy Conversion – OTEC) : સમુદ્રના પાણીના તાપમાનમાં ફેરફારને લીધે ઊર્જા ઉત્પન્ન કરવાની રીત. સમુદ્રની સપાટી પરના પાણીનું તાપમાન સૂર્યકિરણોની ગરમીને લીધે ઊંડાણમાં આવેલ પાણીની સરખામણીમાં વધુ હોય છે. આ ફેરફાર 50° સે. જેટલો હોય છે. અમુક જગ્યાએ તો આટલો તફાવત માત્ર 90 મીટરની ઊંડાઈમાં જ…

વધુ વાંચો >

સમુદ્રપ્રવાહો (Ocean Currents)

સમુદ્રપ્રવાહો (Ocean Currents) : સમુદ્રજળનું સમક્ષૈતિજ અને લંબ રૂપે પરિભ્રમણ. ભૂપૃષ્ઠ પર વહેતા નદીપ્રવાહની જેમ મહાસાગરોમાં પણ વિશાળ જળજથ્થા હજારો વર્ષથી નિયત દિશામાં વહે છે, તેને સમુદ્રપ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આ પૈકી કેટલાક પ્રવાહો ખૂબ જ ઝડપી છે, જ્યારે કેટલાક ભાગ્યે જ વહેતા જણાય છે. સમુદ્રપ્રવાહ તરીકે વહેતાં જળ…

વધુ વાંચો >

સમુદ્રશાસ્ત્ર (Oceanography)

સમુદ્રશાસ્ત્ર (Oceanography) : સમુદ્રો અને મહાસાગરો સાથે સંકળાયેલાં તમામ પાસાંઓને આવરી લેતાં લક્ષણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન. સમુદ્રશાસ્ત્ર એ આધુનિક વિજ્ઞાન છે, જે જલાવરણની ભૌતિક, રાસાયણિક, ભૂસ્તરીય, જૈવિક, ગતિવિષયક તથા ભૌગોલિક બાબતોની માહિતી પૂરી પાડે છે. વિજ્ઞાનની વિવિધ શાખાઓ સાથે તે સંકળાયેલું હોવાથી તેમજ તેમની આંતરસંબંધિત પ્રક્રિયાઓ સાથે નિકટનો સંબંધ ધરાવતું…

વધુ વાંચો >

સમુદ્રસપાટી (sea level)

સમુદ્રસપાટી (sea level) : સમુદ્ર(મહાસાગર)ની જલસપાટી અથવા જલાવરણની બાહ્ય સપાટી. સમુદ્રસપાટી એ પૃથ્વી પરના જલાવરણ-માપન માટેની જળરચનાત્મક પરિમિતિ છે. પૃથ્વી પર અનેક બાબતો માટે કરવામાં આવતી અનેક મુશ્કેલ માપણીઓ પૈકીનું આ પણ એક માપન ગણાય છે, કારણ કે જળસપાટી સાથે સંબંધ ધરાવતી બીજી ઘણી બધી આંતરપ્રક્રિયાઓ સાથે તે સંકળાયેલું રહે…

વધુ વાંચો >