Nuclear engineering
રાજગોપાલ ચિદંબરમ્
રાજગોપાલ ચિદંબરમ્ (જ. 12 નવેમ્બર 1936, ચેન્નઈ) : પોકરણ-2 પરમાણુ-પરીક્ષણના સંયોજક અને પરમાણુ-ઊર્જા પંચના માજી અધ્યક્ષ. તેમણે શિક્ષણ ચેન્નઈની વિવિધ સંસ્થાઓમાંથી લીધું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (IISC), બગલોર ખાતેથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરીને 1962માં મુંબઈમાં આવેલ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર(B.A.R.C.)માં તેઓ જોડાયા. તેમને તેમના પીએચ.ડી.ના ઉત્તમ સંશોધન માટે તે વર્ષનો…
વધુ વાંચો >હેવી વૉટર પ્લાન્ટ (વડોદરા)
હેવી વૉટર પ્લાન્ટ (વડોદરા) : ન્યૂક્લિયર રિઍક્ટરમાં અવમંદક (moderator) તરીકે અને અન્ય હેતુઓ માટે જરૂરી ભારે-પાણી(heavy water)ના ઉત્પાદન માટે વડોદરા ખાતે નિર્મિત સંયંત્ર (plant). વડોદરા-સ્થિત ભારે-પાણીનો આ સંયંત્ર દેશનો એવો પ્રથમ પ્રકલ્પ છે જે એકલ-તાપીય (mono-thermal) એમોનિયા-હાઇડ્રોજન વિનિમય પ્રક્રિયાના આધારે ભારે-પાણીનું ઉત્પાદન કરે છે. આ સંયંત્ર વડોદરા રેલવે સ્ટેશનની ઉત્તરે…
વધુ વાંચો >