Mechanical engineering

કૅપસ્ટન

કૅપસ્ટન : દોરડાં, સાંકળ અને કેબલ્સની મદદથી વહાણ અથવા જહાજવાડામાં ઘણા જ વજનદાર પદાર્થો ખસેડવા માટે વપરાતું યાંત્રિક સાધન. રેલવેના યાર્ડમાં પણ, વજન લઈ જતી કારને સ્થિતિમાં રાખવા (positioning) તે વપરાય છે. કૅપસ્ટનમાં એક નળાકાર હોય છે. તે હાથથી, વરાળની મદદથી અથવા વીજળીની મદદથી ચલાવાય છે. આ નળાકાર ઊભી ધરીની…

વધુ વાંચો >

કેબલ

કેબલ : રેસાના કે ધાતુના તારના ખૂબ જ મજબૂતાઈવાળા તાંતણા (strands) ગૂંથીને તૈયાર કરેલું દોરડું. તે પુલને ટેકો આપવા, કેબલ-કાર સાથે જોડવા, જહાજને ધક્કા સાથે જોડવા, ભારે વાહનો તથા સાધનોને ખેંચવા તથા બાંધકામમાં વાપરવામાં આવે છે. સંચારણ (transmission) કેબલ વિદ્યુતવહન માટે અથવા સંકેત-સંચારણ (communication signals) માટે વપરાય છે. ટેકા માટે…

વધુ વાંચો >

કૅમ

કૅમ : ચક્રીય ગતિને આવર્ત (reciprocating) ગતિ કે ત્રુટક (intermittent) ગતિમાં ફેરવવા કે તેનાથી ઊલટી ગતિ કરવા માટેનો યંત્રનો એક ભાગ. ‘કૅમ’ શબ્દ ઘણું કરીને કૉમ્બ (કૂકડાની કલગી) શબ્દની સાથે સંબંધ ધરાવે છે. આ શબ્દ દ્વારા તકતી કે ચક્રનો કૉમ્બનો આકાર સૂચવાય છે. સરળ રૂપે જોઈએ તો કૅમ પરિવર્તી ત્રિજ્યા…

વધુ વાંચો >

કૅલ્ક્યુલેટર

કૅલ્ક્યુલેટર : ઇલેક્ટ્રૉનિક સાધનની મદદથી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી અનેક અંકગણિતની પ્રક્રિયાઓ કરી આપતું સુવાહ્ય (portable) સાધન. વિક્રેતા, વેપારી અને ઇજનેરોને તેમના રોજબરોજના કામમાં ગણતરીમાં મદદરૂપ થાય છે. ગણતરી કરવાનાં યંત્રો શોધાયાં તેમાં લખોટાયંત્ર (abacus) ગણતરી કરવાનું સુંદર સાધન છે. તે બૅબિલોનિયનકાળથી પ્રચલિત છે. 1614માં જ્હૉન નેપિયરે ગણતરી કરવા…

વધુ વાંચો >

કેસેગ્રેઇન કેન્દ્ર અને કૂડે કેન્દ્ર

કેસેગ્રેઇન કેન્દ્ર (Cassegrain Focus) અને કૂડે કેન્દ્ર (Coude Focus) : પરાવર્તક પ્રકારના દૂરબીનમાં આવતાં કેન્દ્રો. ત્યાં દીપ્તિમાપક, વર્ણપટમાપક વગેરે સાધનો ગોઠવવામાં આવે છે. દૂરબીનનો અંતર્ગોળ પરાવર્તક અરીસો પ્રકાશનાં કિરણોને કેન્દ્રિત કરીને, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક નાના બહિર્ગોળ અરીસા તરફ મોકલે છે; જ્યાંથી તે પરાવર્તન પામીને અંતર્ગોળ અરીસાની વચ્ચે આવેલા છિદ્રમાંથી…

વધુ વાંચો >

કોમ્પ્યૂટર (કમ્પ્યૂટર)

કોમ્પ્યૂટર (કમ્પ્યૂટર) : વિવિધ કાર્યક્રમમાં આપેલી સૂચના અનુસાર માહિતીસંગ્રહ અને માહિતીપ્રક્રમણ માટેનું વીજાણુસાધન. તે સંજ્ઞાઓનું ઝડપથી અને ચોકસાઈપૂર્વક રૂપાંતર કરી શકતું મશીન છે. 1970 પછી ભારતમાં કોમ્પ્યૂટરનો બહોળો વિકાસ થયો છે અને વિશ્વના વિકસિત દેશોએ વિજ્ઞાનની આ શાખામાં કરેલ પ્રગતિ સાથે ભારતે તાલ મેળવી લીધેલ છે. એટલું જ નહિ; પરંતુ…

વધુ વાંચો >

કૉમ્પ્રેસર

કૉમ્પ્રેસર : વાયુના કદનો યાંત્રિક રીતે ઘટાડો કરી તેનું દબાણ વધારનાર સાધન. હવા તેમાં સામાન્યત: વપરાતો વાયુ છે. પણ કુદરતી વાયુ (natural-gas), ઑક્સિજન, નાઇટ્રોજન અને ઔદ્યોગિક વપરાશમાં આવતા અન્ય અગત્યના વાયુઓને પણ કૉમ્પ્રેસ કરવામાં આવે છે. ધનવિસ્થાપન (positive displacement) , કેન્દ્રત્યાગી (centrifugal) અને અક્ષીય (axial) એ ત્રણ સામાન્ય રીતે વપરાતાં…

વધુ વાંચો >

ક્યૂઇંગ સિદ્ધાંત

ક્યૂઇંગ સિદ્ધાંત : સંભાવનાશાસ્ત્ર(science of probability)નો એક મહત્વનો સિદ્ધાંત. પ્રતીક્ષા-કતાર(waiting queue)ના સિદ્ધાંત તરીકે પણ તે ઓળખાય છે. આ સિદ્ધાંત પ્રતીક્ષા કરતા ગ્રાહકની કતાર અને તેમને સેવા આપવાના સમય સાથે સંકળાયેલ ક્રિયાવિધિનું સૂચન કરે છે. જાહેર સેવાનાં તંત્રોમાં કોઈ પણ પ્રકારની સેવા મેળવવા માટે વ્યક્તિઓ આવે છે ત્યારે પ્રતીક્ષા-કતારમાં જોડાય છે…

વધુ વાંચો >

ક્રાંતિક પથપદ્ધતિ

ક્રાંતિક પથપદ્ધતિ (critical path method – CPM) : પરિયોજનાની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને નિયંત્રણ કરી તેને પરિપૂર્ણ કરવા માટેની પ્રવિધિ. આ પદ્ધતિનો ઉદય લગભગ 1955ની આસપાસ થયો, જ્યારે તેનો વિકાસ પરિયોજનાને નેટવર્ક દ્વારા દર્શાવવાથી થયો. આખી પરિયોજનાને જુદી જુદી નાની નાની અનેક પ્રવૃત્તિઓમાં વિભાજિત કરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓ…

વધુ વાંચો >

ક્રૅંક

ક્રૅંક : યાંત્રિક બંધતા (linkage) અથવા યંત્રરચના(mechanism)માં પરિભ્રમણકેન્દ્ર(centre-of-rotation)ની આજુબાજુ ઘૂમતી કડી (link). ક્રૅંકનું પરિભ્રમણકેન્દ્ર સામાન્યત: ક્રૅંકશાફ્ટની અક્ષ (axis) હોય છે. ક્રૅંક તેના કેન્દ્રની આસપાસ સંપૂર્ણ પરિભ્રમણ (360°) કરી શકે તેવી રીતે ગોઠવેલી હોય છે [જુઓ આકૃતિ (અ)], તો કેટલીક ડિઝાઇનમાં તે ફક્ત દોલિત (oscillate) અથવા ત્રુટક (intermittent) ગતિ કરે છે.…

વધુ વાંચો >