Iresine – a genus of flowering plants in the family Amaranthaceae- it contains 20 to 25 species.
આઇરિસિન
આઇરિસિન : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કુળ ઍમેરેન્થૅસીની એક નાની પ્રજાતિ. તે શાકીય અથવા ઉપક્ષુપ જાતિઓ ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ કટિબંધીય અમેરિકા-(ઇક્વેડોર)ની મૂલનિવાસી છે. તેનાં સહસભ્યોમાં લાંપડી, મોરશિખા, કણેજરો, કાંટાળો ડાંભો, રાજગરો, તાંદળજો, ગોરખભાંજો અને અંઘેડીનો સમાવેશ થાય છે. ઍમેરેન્થેસીના ત્રણ સંવર્ગો (tribes) પૈકી આઇરિસિનનું સ્થાન ગોમ્ફ્રીનીમાં છે.…
વધુ વાંચો >