Industry Business and Management

શાખપત્ર (વાણિજ્યિક)

શાખપત્ર (વાણિજ્યિક) : નિકાસકારે નિકાસ કરેલા માલ સામે લખેલી હૂંડી સ્વીકારવાની તેને ખાતરી આપતો અને તેની તરફેણમાં વિદેશી આયાતકારના બૅંકરે લખી આપેલો પત્ર. આયાતકારની સૂચનાને આધારે તેના બૅંકર નિકાસકારને એવી લેખિત જાણ કરે છે કે આયાતકારે ઠરાવેલી શરતો અને મર્યાદા અનુસાર નિશ્ચિત સમયમર્યાદામાં નિકાસ કરવામાં આવનારા માલની નિર્ધારિત રકમની ચુકવણી…

વધુ વાંચો >

શાહ, પ્રફુલ્લ અનુભાઈ

શાહ, પ્રફુલ્લ અનુભાઈ (જ. 20 જાન્યુઆરી 1938, અમદાવાદ) : ગુજરાતના ઉદ્યોગપતિ અને વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત. પિતાનું નામ અનુભાઈ ચિમનલાલ શાહ, જેઓ વ્યાપાર કરતા હતા. માતાનું નામ માણેકબહેન. તેમનું સમગ્ર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ત્યારબાદ મુંબઈની પોદ્દાર કૉલેજમાંથી તેમણે 1957માં મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની પદવી તથા 1961માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સની…

વધુ વાંચો >

શાહ, મનુભાઈ દલસુખભાઈ

શાહ, મનુભાઈ દલસુખભાઈ (જ. 25 ઑગસ્ટ 1930, વઢવાણ સિટી) : કાપડ-ઉદ્યોગના વ્યવસ્થાપનક્ષેત્રે કીર્તિ પ્રાપ્ત કરનાર નિષ્ણાત તથા ગ્રાહક સુરક્ષાના ભેખધારી. પિતા દલસુખભાઈ અમદાવાદમાં કાપડનો વ્યાપાર કરતા હતા. માતાનું નામ દીપુબહેન. વર્ષ 1948માં અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલ શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા  પછી ગુજરાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસાર્થે 1948માં દાખલ થયા અને વર્ષ…

વધુ વાંચો >

શાહ, મેઘજીભાઈ પેથરાજ

શાહ, મેઘજીભાઈ પેથરાજ (જ. 15 સપ્ટેમ્બર 1904, ડબાસંગ, જામનગર; અ. 30 જુલાઈ 1964, લંડન) : સાહસિક ઉદ્યોગપતિ અને દાનવીર. જૈન ઓસવાલ જ્ઞાતિના સામાન્ય વ્યાપારી પેથજીભાઈને ત્યાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ડબાસંગમાં લીધું હતું. 11મા વર્ષે માસિક રૂપિયા આઠના પગારથી શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. 1919માં બે વર્ષની બંધણીથી ઇમ્તિયાઝ ઍન્ડ સન્સની…

વધુ વાંચો >

શાહી પસંદગી (imperial preference)

શાહી પસંદગી (imperial preference) : ઓગણીસમી સદીનાં અંતિમ વર્ષોથી શરૂ કરીને વીસમી સદીના પ્રથમ ચાર દસકા દરમિયાન ઇંગ્લૅન્ડના સામ્રાજ્યના દેશોએ સામ્રાજ્યના વેપારને વિસ્તારવા માટે અપનાવેલી વેપારનીતિ. બ્રિટિશ સામ્રાજ્યના દેશો વચ્ચેના વેપારને વિસ્તારવાની અને સુદૃઢ કરવાની દિશામાં 1897થી પગલાં ભરવાની શરૂઆત થયેલી. એ વર્ષે કૅનેડાએ ઇંગ્લૅન્ડથી થતી આયાતો પરની જકાતમાં ઘટાડો…

વધુ વાંચો >

શાહુકાર

શાહુકાર : ખેડૂત તથા અન્ય વર્ગને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ આપનાર વ્યક્તિ. સામાન્ય રીતે ભારતના ખેડૂતોને (ક) બિયારણ, ખાતર અને ઘાસચારાની ખરીદ જેવા ખેતીખર્ચ અને અનાવૃષ્ટિના વર્ષમાં ઘરખર્ચ માટે એકથી સવા વર્ષના ટૂંકા ગાળાનાં ધિરાણ, (ખ) જમીનમાં સુધારા-વધારા કરવાનો ખર્ચ, અને ખેતીવાડીનાં સાધનો તથા ઢોરઢાંખર ખરીદવા માટે એકથી…

વધુ વાંચો >

શિપિંગ કૉન્ફરન્સ

શિપિંગ કૉન્ફરન્સ : એકસરખા જ સામુદ્રિક માર્ગ ઉપર વારંવાર આવ-જા કરતાં લાઇનર જહાજોના માલિકોના સમૂહની યાત્રીઓનું ભાડું અને માલ-પરિવહનનું નૂર નક્કી કરવા માટે અવારનવાર મળતી પરિષદ. દરિયાઈ માર્ગવ્યવહારમાં નિશ્ચિત સમયે નૂરના નિશ્ચિત દરે અને નિશ્ચિત માર્ગે માલ વહન કરતાં જહાજો લાઇનર તરીકે ઓળખાય છે. માલ વહન કરવામાં સમય, નૂરના દર…

વધુ વાંચો >

શેઠ, અમૃતલાલ હરગોવિંદદાસ

શેઠ, અમૃતલાલ હરગોવિંદદાસ (જ. 29 ઑગસ્ટ 1889, કુહા, જિ. અમદાવાદ; અ. 11 માર્ચ 1974, અમદાવાદ) : દૂરંદેશી ધરાવનારા ઉદ્યોગપતિ, નીડર મહાજન અને વિદ્યાપ્રેમી દાનવીર. પિતાનું નામ હરગોવિંદદાસ. માતાનું નામ નાથીબા. તેમણે બી.એ., એલએલ.બી.ની પરીક્ષાઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી પસાર કરી હતી. 1912માં તેઓ મુંબઈની ભાઈશંકર કાંગાની પ્રખ્યાત સૉલિસિટરની પેઢીમાં જોડાયા હતા. બે…

વધુ વાંચો >

શૅરદલાલ

શૅરદલાલ : શૅર, સ્ટૉક અને અન્ય જામીનગીરીઓનાં ખરીદનાર અને વેચનારની વચ્ચે કડી જેવી મધ્યસ્થીની સેવા આપનાર. શૅરદલાલે  કોઈકના વતી શૅર, સ્ટૉક વગેરેનાં ખરીદ-વેચાણ કરવાનાં હોય છે, ત્યારે પ્રતિપક્ષને શોધીને સોદો સંપૂર્ણ કરવાની જરૂર ઊભી થતી નથી. ખરીદનારા કે વેચનારાએ જે ભાવે સોદો કરવાની શૅરદલાલને સૂચના આપી હોય તે ભાવે શૅરદલાલ…

વધુ વાંચો >

શૅરબજાર

શૅરબજાર શૅરો અને જામીનગીરીઓના વિનિમયમાં પ્રવૃત્ત માન્ય, સુસંગઠિત, સ્વાયત્ત સંસ્થા. તેનો હેતુ શૅરો અને જામીનગીરીઓના વ્યવસાયમાં પ્રવૃત્ત સંસ્થાઓ અને રોકાણકારો વચ્ચે કડીરૂપ બની તેના વિનિમય તથા હસ્તાંતર માટે યોગ્ય ભૂમિકા અને સુવિધા પૂરી પાડવાનો છે. તે કાર્ય માટે કેટલાંક શૅરબજારોએ જાહેર લિમિટેડ કંપનીઓ, ગૅરંટી સાથેની લિમિટેડ કંપનીઓ અને સ્વાયત્ત મંડળોની…

વધુ વાંચો >