History of India
મુઘલ શાસન
મુઘલ શાસન બાબરથી બહાદુરશાહ ‘ઝફર’ સુધી (1526થી 1857 દરમિયાન) ભારતમાં પ્રવર્તેલું મુઘલ બાદશાહોનું શાસન. સમકાલીન રાજકીય સ્થિતિ : સોળમી સદીના ત્રીજા દાયકામાં બાબરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારત પરસ્પર લડતાં અનેક નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત હતું. કોઈ કેન્દ્રીય સત્તા નહોતી અને સર્વોપરિતા માટે રાજ્યો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. કોઈ…
વધુ વાંચો >મુજવંત
મુજવંત : ઋગ્વેદના સમયનું હિમાલયનું એક શિખર. ઋગ્વેદમાં આ શિખરનો ઉલ્લેખ સોમ મેળવવાના સ્થળ–સ્રોત (source) તરીકે કરવામાં આવ્યો છે. આ શિખર સંભવત: પંજાબની ઉત્તરે કાશ્મીરની ખીણની નૈર્ઋત્યમાં આવેલું હતું. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >મુજવંતો
મુજવંતો : હિમાલયમાં રહેતા પર્વતાળ ટોળીના લોકો. અથર્વવેદમાં મહાવૃષો, ગાંધારો, બાહલિકો સહિત મુજવંતોનો પણ ‘દૂર રહેનારા લોકો’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યજુર્વેદમાં પણ મુજવંતોને ‘દૂરના પ્રદેશમાં રહેતા લોકો’ તરીકે નિર્દેશવામાં આવ્યા છે. હિમાલય પર્વતમાં આવેલ મુજવંત ટેકરીઓ ઉપરથી ત્યાં વસતા લોકો માટે આ નામ આપવામાં આવ્યું હોય એમ માનવામાં…
વધુ વાંચો >મુઝફ્ફરનગર (જિલ્લો)
મુઝફ્ફરનગર (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના સહરાનપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29 28´ થી 29 48´ ઉ. અ. અને 77 42´ થી 77 70´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સહરાનપુર જિલ્લો, દક્ષિણે મેરઠ જિલ્લો, પશ્ચિમે હરિયાણા રાજ્યના કરનાલ જિલ્લાના પાણીપત અને થાનેસર તાલુકા…
વધુ વાંચો >મુઝફ્ફરપુર
મુઝફ્ફરપુર : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 00´ ઉ. અ. અને 85° 20´ પૂ. રે.ની આજુબાજુનો 3,172 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પૂર્વ ચંપારણ, શેઓહર અને સીતામઢી જિલ્લા, પૂર્વમાં દરભંગા જિલ્લો, અગ્નિ તરફ સમસ્તીપુર જિલ્લો, દક્ષિણે…
વધુ વાંચો >મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર
મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર (જ. 16 મે 1857, ધૂળે, ખાનદેશ; અ. 13 જાન્યુઆરી 1921, અમરાવતી, વિદર્ભ) : મવાળ રાજકીય વિચારસરણી ધરાવતા દેશનેતા, કૉંગ્રેસના પ્રમુખ; વિદર્ભના ઔદ્યોગિક વિકાસના અગ્રેસર. રઘુનાથ નરસિંહ મુધોળકરનો જન્મ પ્રતિષ્ઠિત મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી ધૂળેની જિલ્લા અદાલતમાં દફતરદાર (record-keeper) હતા. રઘુનાથે ધૂળેમાં 1873માં મૅટ્રિકની પરીક્ષા પાસ…
વધુ વાંચો >મુન્તખબુત્ તવારીખ
મુન્તખબુત્ તવારીખ : (1) અકબર(1556–1605)ના સમકાલીન પ્રસિદ્ધ ઇતિહાસકાર અબ્દુલ કાદિર બદાયૂની(અ. ઈ. સ. 1596)લિખિત ત્રણ ગ્રંથોમાં મુસ્લિમ શાસકોનો ઇતિહાસ. તેના પ્રથમ ગ્રંથમાં ગઝનવી વંશથી શરૂ કરીને બાબર અને હુમાયૂંનો ઇતિહાસ છે. બીજા ગ્રંથમાં અકબરના રાજ્યઅમલનો 1594 સુધીનો ઇતિહાસ છે. તેમાં અકબરનાં ધાર્મિક અને વહીવટી પગલાં તથા તેના વર્તન બાબતે સ્પષ્ટ…
વધુ વાંચો >મુર્શિદાબાદ (જિલ્લો)
મુર્શિદાબાદ (જિલ્લો) : પશ્ચિમ બંગાળ રાજ્યનો મધ્ય પૂર્વમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 43´થી 24° 50´ ઉ. અ. અને 87° 49´થી 88° 46´ પૂ. રે. વચ્ચેનો 5,324 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ઉત્તર તરફ તે ગંગા નદી દ્વારા માલ્દા જિલ્લાથી અલગ પડે છે. પૂર્વમાં બાંગ્લાદેશનો રાજશાહી જિલ્લો આવેલો…
વધુ વાંચો >મુલતાન (ઇતિહાસ)
મુલતાન (ઇતિહાસ) : પાકિસ્તાનના પશ્ચિમ પંજાબના નૈર્ઋત્ય ભાગમાં આવેલા જિલ્લાનું શહેર. તે ધર્મગુરુઓના શહેર તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 30 11´ ઉ. અ. અને 71 28´ પૂ. રે. તે ચિનાબ (ચંદ્રભાગા) નદીને કાંઠે સ્થિત છે. આ શહેરનો વિસ્તાર 560 ચો. કિમી. જ્યારે તેની મહત્તમ ઊંચાઈ 153 મીટર છે. પાકિસ્તાનનાં…
વધુ વાંચો >મુલ્લા, અબ્દુન નબી શેખ
મુલ્લા, અબ્દુન નબી શેખ : મુઘલ શહેનશાહ હુમાયૂં અને અકબરના શરૂઆતના સમયના આગેવાન ઇસ્લામી પંડિત (ઉલેમા). તે રૂઢિચુસ્ત વિચારો ધરાવતા હતા તથા ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતા. કાયદાના સંરક્ષક તરીકે સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમનો અભિપ્રાય આખરી માનવામાં આવતો હતો. અકબરે વિદ્યાભ્યાસ કર્યો નહોતો; તેથી તેના રાજ્યઅમલનાં શરૂઆતનાં વરસોમાં તેણે તેમનું…
વધુ વાંચો >