History of India

ગોપાલન્, એ. કે.

ગોપાલન્, એ. કે. (જ. 1 ઑક્ટોબર 1902, માલિવયી, કેરળ; અ. 21 માર્ચ 1977, તિરુવનંથપુરમ્) : માર્કસવાદી સામ્યવાદી પક્ષના નેતા તથા અગ્રણી સાંસદ. સામંતશાહી કુટુંબમાં જન્મ. પિતા પ્રગતિશીલ વિચારસરણીના મલયાળમ સાપ્તાહિકોના તંત્રી. તેમણે એક માધ્યમિક શાળા શરૂ કરેલી. તેઓ તાલુકા બોર્ડના ચૂંટાયેલા સભ્ય પણ હતા. માતા તરફથી જાહેર પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન…

વધુ વાંચો >

ગોરખપુર

ગોરખપુર : ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 45´ ઉ. અ. અને 83° 22´ પૂ. રે.ની આજુબાજુનો 3,321 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મહારાજગંજ, પૂર્વ તરફ કુશીનગર અને દેવરિયા, દક્ષિણ તરફ આઝમગઢ તથા પશ્ચિમ તરફ સંત કબીરનગર…

વધુ વાંચો >

ગોરે, નારાયણ ગણેશ

ગોરે, નારાયણ ગણેશ (જ. 15 જૂન 1907, હિંદળે, જિ. રત્નાગિરિ; અ. 1 મે 1993, પુણે) : ભારતના અગ્રણી સમાજવાદી નેતા તથા સ્વાતંત્ર્યસેનાની. ગરીબ કુટુંબમાં જન્મ. પિતા સરકારી કારકુન. પ્રાથમિક શિક્ષણ પુણે અને પછી મુંબઈ વિશ્વવિદ્યાલયના બી.એ. (1929) તથા એલએલ.બી. (1935). પુણેના પર્વતી મંદિર અસ્પૃશ્યતાનિવારણ સત્યાગ્રહમાં ભાગ લઈ જાહેર જીવનની શરૂઆત…

વધુ વાંચો >

ગોલપારા (Goalpara)

ગોલપારા (Goalpara) : અસમ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 25´ ઉ. અ. અને 89° 25´ પૂ. રે. આજુબાજુનો 1824 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બ્રહ્મપુત્ર નદીથી અલગ પડતા ધુબરી, બૉંગાઇગાંવ અને બારપેટા જિલ્લા તથા દક્ષિણ તરફ…

વધુ વાંચો >

ગોવા-મુક્તિસંગ્રામ

ગોવા-મુક્તિસંગ્રામ : ગોવામાંના પોર્ટુગીઝ શાસનને હઠાવી તેને સંપૂર્ણ સ્વતંત્ર બનાવવા ખેલાયેલો મુક્તિસંગ્રામ. ગોવામાંથી પોર્ટુગીઝ સત્તાને હઠાવવા માટે ચાલેલું યુદ્ધ છેક સત્તરમી સદીથી આરંભાયું હતું. સૌપ્રથમ ઈ. સ. 1654માં કાસ્ત્રુ નામના ખ્રિસ્તી ધર્મગુરુએ હિંદુઓની મદદથી ગોવામાંથી પોર્ટુગીઝોને હાંકી કાઢવાની યોજના કરી હતી; પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી હતી. પછીથી 1787માં કૌતુ…

વધુ વાંચો >

ગોવિંદ ગુપ્ત

ગોવિંદ ગુપ્ત (પાંચમી સદી) : ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો ધ્રુવસ્વામિનીદેવીથી ઉત્પન્ન થયેલો પુત્ર. એ ગુપ્ત સમ્રાટ હોવાનું મનાય છે. પિતાના સમયમાં એ યુવરાજપદે હતો અને ત્યારબાદ ઈ. સ. 412થી 415 દરમિયાન એનું અલ્પકાલીન શાસન પણ પ્રવર્ત્યું હતું. ‘વસુબંધુચરિત’માં એનો ‘કુમાર બાલાદિત્ય’ તરીકે નિર્દેશ થયો છે. એમાં નોંધાયા પ્રમાણે આ સમ્રાટે…

વધુ વાંચો >

ગોવિંદ 2જો

ગોવિંદ 2જો (લગભગ ઈ. સ. 773–780) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા, કૃષ્ણ 1લાનો જ્યેષ્ઠ પુત્ર અને ઉત્તરાધિકારી. એ ‘પ્રભૂતવર્ષ’ અને ‘વિક્રમાવલોક’ એવાં અપર-નામ ધરાવતો. એ યુવરાજ હતો ત્યારે એણે વેંગીના રાજા વિષ્ણુવર્ધન ચોથાને હરાવી પરાક્રમ દર્શાવેલું. એ કુશળ અશ્વારોહ હતો. રાજા થયા પછી એણે ગોવર્ધન(જિ. નાસિક)માં વિજય કરેલો; પરંતુ પછી…

વધુ વાંચો >

ગોવિંદ 3જો

ગોવિંદ 3જો (શાસનકાળ ઈ. સ. 793–814) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો સહુથી પ્રતાપી રાજવી. પિતા ધ્રુવે એને યુવરાજ નીમીને સ્વેચ્છાએ ગાદીત્યાગ કર્યો હતો. એના મોટા ભાઈ સ્તંભે સામંતો અને પડોશીઓની મદદ લઈ એની સામે બળવો કર્યો, પણ ગોવિંદે બળવો શમાવી દઈ એને વફાદારીની શરતે ગંગવાડીનો અધિકાર પુન: સુપરત કર્યો. ગોવિંદે ગંગ…

વધુ વાંચો >

ગોવિંદ 4થો

ગોવિંદ 4થો (શાસનકાળ 930–936) : રાષ્ટ્રકૂટ વંશની કર્ણાટક શાખાનો દશમો રાજવી અને ઇન્દ્રરાજ ત્રીજાનો પુત્ર. ઇતિહાસમાં સુવર્ણવર્ષ ગોવિંદરાજથી જાણીતો છે. પોતાના મોટા ભાઈ અમોઘવર્ષ બીજાને દગાથી મરાવી એણે ગાદી હાથ કરેલી (ઈ. સ. 930). આથી એનાં વિધવા ભાભી બિનસલામતીના ભયથી સગીર પુત્રને લઈ વેંગી ચાલ્યાં ગયેલાં. એની પ્રશસ્તિમાં એને દાનવીર,…

વધુ વાંચો >

ગોહિલો

ગોહિલો : રજપૂતોમાં સૌથી વધુ કુળવાન તથા શૌર્ય અને ટેક માટે સુપ્રસિદ્ધ રાજવંશ. ગુહિલ ઉપરથી ગુહિલપુત્ર, ગુહિલુત્ત અને ગુહિલોત વંશવાચક શબ્દો બન્યા. ગેહિલોત અને ગૈહલોત શબ્દો પણ પ્રચલિત છે. ગોભિલ, ગૌહિલ્ય અને ગોહિલ જેવી વંશવાચક અટક પણ શિલાલેખોમાં જોવા મળે છે. આ વંશનો સ્થાપક ગુહદત્ત ઈ. સ. 566માં થઈ ગયો…

વધુ વાંચો >