History of India
ગર્દભિલ્લ
ગર્દભિલ્લ (ઈ. પૂ. પહેલી સદી) : ઉજ્જનના ગર્દભિલ્લ વંશના પ્રવર્તક રાજવી. તેનું નામ દર્પણ હતું. ગર્દભી વિદ્યાનો ઉપાસક હોવાથી તે ગર્દભિલ્લ કહેવાયો. પ્રબંધ ચિંતામણિના લેખક મેરુતુંગાચાર્યના મતે બલમિત્ર અને ભાનુમિત્રના અને નભવાહનના અનુક્રમે 60 અને 40 વર્ષના શાસન પછી ગર્દભિલ્લ વંશનું શાસન 152 વરસ સુધી પ્રવર્ત્યું. ગર્દભિલ્લે 13 વરસ રાજ્ય…
વધુ વાંચો >ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલ
ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલ (1773) : ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટમાં કેન્દ્રીકરણ સ્થાપવા માટે અમલમાં આવેલી વ્યવસ્થા. ઈ. સ. 1599માં લંડનના કેટલાક વ્યાપારીઓએ પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવા એક કંપની સ્થાપવા નિર્ણય કર્યો અને ઈ. સ. 1600ના ડિસેમ્બરની 31 તારીખે ઇંગ્લૅન્ડની રાણી ઇલિઝાબેથે તેમને પૂર્વના દેશો અને હિંદુસ્તાન સાથે વ્યાપાર કરવાનો પરવાનો…
વધુ વાંચો >ગંગો (પશ્ચિમના)
ગંગો (પશ્ચિમના) : દક્ષિણ ભારતના ગંગ વંશના મૈસૂરના શાસકો. આ વંશના રાજવીઓ પોતાને ઇક્ષ્વાકુ વંશના ગણાવતા હતા. જાણવા જેવું છે કે આ વંશનો સ્થાપક કોંગુણિવર્મા ઉર્ફે માધવ પહેલો ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત(ઈ. સ. 350–400)ના સમયમાં હયાત હતો. માધવ બીજો (ઈ. સ. 400–435) નીતિશાસ્ત્ર અને ઉપનિષદોનો જ્ઞાતા હતો અને એણે દત્તકના ‘કામસૂત્ર’…
વધુ વાંચો >ગંગો (પૂર્વના)
ગંગો (પૂર્વના) : ઇન્દ્રવર્મા પહેલાએ કલિંગ પ્રદેશમાં ઈ. સ. 496માં સ્થાપેલ ગંગ વંશના શાસકો. આ નવા વંશની રાજધાની કલિંગનગર(ગંજામ જિલ્લામાં આવેલા મુખલિંગમ્)માં હતી. આ વંશના ઇષ્ટદેવ ગંજામ જિલ્લામાં આવેલા મહેન્દ્રગિરિના શિખર ઉપરના ગોકર્ણેશ્વર મહાદેવ હતા. આ નવા રાજવંશનો સ્થાપક ઇન્દ્રવર્મા પહેલો (ઈ. સ. 496–536) હતો. પાછળથી એના રાજ્યાભિષેકના વર્ષ(ઈ. સ.…
વધુ વાંચો >ગારુલક રાજ્ય
ગારુલક રાજ્ય : સૌરાષ્ટ્રમાં મૈત્રકોના આધિપત્ય નીચે શાસન કરતા રાજાઓનું રાજ્ય. ‘ગારુલક’ નામમાં ‘ગારુડક’ શબ્દ અભિપ્રેત લાગે છે. આ રાજાઓ પરમ ભાગવત હતા. ગારુલક રાજાઓનાં બે દાનશાસન મળ્યાં છે : વરાહદાસ બીજાનું ઈ. સ. 549નું અને સિંહાદિત્યનું ઈ. સ. 574નું. આ વંશનો પહેલો જ્ઞાત રાજા શૂર પહેલો મૈત્રક રાજવી ભટાર્ક(લગભગ…
વધુ વાંચો >ગાંધી, કસ્તૂરબા મોહનદાસ
ગાંધી, કસ્તૂરબા મોહનદાસ (જ. 11 એપ્રિલ 1869 પોરબંદર; અ. 22 ફેબ્રુઆરી 1944, પુણે) : ગાંધીજીનાં પત્ની. તેમના નમ્ર, મિતભાષી, મૃદુ તેમજ મક્કમ સ્વભાવ વિશે ગાંધીજી કહેતા કે સત્યાગ્રહનું રહસ્ય પોતે તેમની પાસેથી શીખ્યા છે. તેમની ચોક્કસ જન્મતારીખ તો મળતી નથી; પરંતુ તે ગાંધીજી કરતાં લગભગ છ મહિના મોટાં હતાં. એટલે…
વધુ વાંચો >ગાંધી, પ્રભુદાસ છગનલાલ
ગાંધી, પ્રભુદાસ છગનલાલ (જ. 4 ડિસેમ્બર, 1901, પોરબંદર, સૌરાષ્ટ્ર; અ. 6 મે 1995, રાજકોટ) : ગાંધીજીના અન્તેવાસી ભત્રીજા. ગુજરાતી આત્મકથાકાર, જીવનકથાકાર. બાળપણ દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં તથા ગાંધીજીના શિક્ષણના પ્રયોગો દ્વારા પ્રારંભિક કેળવણી અને જીવનનું ઘડતર પ્રાપ્ત કર્યાં. 1915માં ગાંધીજી સાથે ભારત આવ્યા, અમદાવાદ કોચરબ આશ્રમમાં સ્થિર થયા. ત્યાર બાદ…
વધુ વાંચો >