History of Gujarat

અમદાવાદ નગરપાલિકા/મહાનગરપાલિકા

અમદાવાદ નગરપાલિકા/મહાનગરપાલિકા : ભારતના છઠ્ઠા નંબરના આ મહાનગરના ઇતિહાસની જેમ તેની મહાનગરપાલિકાનો ઇતિહાસ પણ ઊજળો અને અદ્વિતીય છે, તે એ અર્થમાં કે દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ઉદય પહેલાં આ શહેરના નાગરિકોએ પાયાની નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે સ્વૈચ્છિક રીતે કર આપવાનું સ્વીકારેલું. શહેરના લાભ માટે કેટલી જકાત (octroi duty) લેવી…

વધુ વાંચો >

અમદાવાદ મિલમાલિક મંડળ

અમદાવાદ મિલમાલિક મંડળ : અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે 1861માં સૌપ્રથમ કાપડની મિલ સ્થાપ્યા પછી વધુ મિલો સ્થપાતી જતી હતી. આથી ઉદય પામતા મિલઉદ્યોગનાં હિતોનું રક્ષણ કરવા તેના અગ્રેસરો રણછોડલાલ છોટાલાલ, મંગળદાસ ગીરધરદાસ, મનસુખભાઈ ભગુભાઈ અને લાલભાઈ દલપતભાઈ જેવા મિલમાલિકોએ 1891માં અમદાવાદ મિલમાલિક મંડળની સ્થાપના કરી. રણછોડલાલ છોટાલાલ તેના પ્રથમ પ્રમુખ બન્યા.…

વધુ વાંચો >

અમરેલી

અમરેલી : ગુજરાત રાજ્યનો એક જિલ્લો અને તેનું વડું મથક. જિલ્લાનો વિસ્તાર : 6,760 ચોકિમી. જિલ્લાનો ઉત્તરનો ભાગ ટેકરાળ છે. શેત્રુંજી, રાવલ, ધાતરવાડી, શિંગવડો, સુરમત, રંઘોળી, વડી, ઠેબી, શેલ, કાળુભાર અને ઘેલો વગેરે નદીઓ અમરેલી જિલ્લામાંથી વહે છે. શેત્રુંજી નદી પરના બંધ પાસે ખોડિયાર ધોધ આવેલો છે. આબોહવા સમધાત છે.…

વધુ વાંચો >

અર્જુનદેવ

અર્જુનદેવ (શાસનકાળ 1262–1275) : ગુજરાતનો વાઘેલા વંશનો રાજા. એના સમયના ઉપલબ્ધ લેખો પરથી એની સત્તા સૌરાષ્ટ્રમાં છેક વેરાવળ સુધી, ઉત્તર-પશ્ચિમ કચ્છ સુધી અને ઉત્તરમાં છેક ઈડર સુધી પ્રસરી હતી. એ શૈવ ધર્મ પાળતો હતો. એણે સ્થાનિક પંચકુલની સંમતિથી નૌવાહ પીરોજને સોમનાથમાં મસ્જિદ બાંધવાની અનુમતિ આપી હતી. ‘વિચારશ્રેણી’માં એનો રાજ્યકાલ 1262-1275…

વધુ વાંચો >

અર્ણોરાજ

અર્ણોરાજ (જ. ?; અ. 1153) : શાકંભરી(સાંભર)ના ચાહમાન કે ચૌહાણ રાજા અજયરાજનો પુત્ર. એ આન્ન નામે પણ ઓળખાતો હતો. તેણે માલવરાજ નરવર્માની સત્તાનો હ્રાસ કર્યો હતો. કુમારપાળે એને હરાવ્યો હતો. સિદ્ધરાજે પુત્ર માનેલા ચાહક નામે કુમારે અર્ણોરાજને કુમારપાળ સામે ઉશ્કેર્યો હોવાનું મેરુતુંગ જણાવે છે. અર્ણોરાજે મુસ્લિમ ચડાઈને પાછી હઠાવેલી, પરંતુ…

વધુ વાંચો >

અલફખાન

અલફખાન (જ. –; અ. 1316) : ગુજરાતનો પહેલો મુસ્લિમ સૂબો. તે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીનો સાળો હતો. નામ મલેક સંજર. સૂબા તરીકે તેનું નોંધપાત્ર કામ ગુજરાતના છેલ્લા હિંદુ રાજા કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવળદેવીને દેવગિરિ પાસેથી પકડીને સુલતાનના આદેશ મુજબ દિલ્હી મોકલવાનું હતું. ત્યારપછી ગોહિલવાડ, રાણપુર, સૈજકપુર વગેરે ઈ. સ. 1309માં…

વધુ વાંચો >

અલાઉદ્દીન અતા મુહંમદ

અલાઉદ્દીન અતા મુહંમદ (સોળમી સદી) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1526થી 1537)ના સમકાલીન વિદ્વાન અને ઉચ્ચ કોટિના અરબી શાયર. જ્યારે સુલતાન બહાદુરશાહ મુઘલ બાદશાહ હુમાયૂંના હાથે પરાજય પામીને દીવમાં પોર્ટુગીઝો પાસે નાસી ગયો, ત્યારે પોર્ટુગીઝોએ શાયર અલાઉદ્દીન અતા મુહંમદને કેદ કર્યા હતા. અરબીમાં ‘ઉજૂબાતુઝ્ઝમાન’ (જમાનાની અજાયબીઓ) અને ‘નાદિરતુદ્દૌરાન’ (યુગોની અજાયબી) નામના તેમના…

વધુ વાંચો >

અલી મુહમ્મદખાન

અલી મુહમ્મદખાન (જ. ઈ. 1700 આસપાસ, સંભવત: બુરહાનપુર, જિ. નિમાઇ, મધ્યપ્રદેશ) : પ્રસિદ્ધ ફારસી ઇતિહાસકાર અને ગુજરાતના દીવાન. મૂળ નામ મીર્ઝા મુહમ્મદ હસન. પિતાનું નામ મુહમ્મદ અલી. ઔરંગઝેબ(ઈ. સ. 1658-1707)ના સમયમાં શાહજાદા જહાંગીરશાહની જાગીરના વકાયેઅ-નિગાર (reporter) તરીકે નિમાયેલા પોતાના પિતાની સાથે ઈ. સ. 1708માં તેઓ અમદાવાદ આવેલા. ઈ. સ. 1744માં…

વધુ વાંચો >

અવન્તિ

અવન્તિ : સોળ મહાજનપદોમાંનું એક. ‘અવન્તિ’ એ માલવ પ્રદેશની જૂની સંજ્ઞા હોવાનું પાણિનિ તેમ મહાભારત – રામાયણ – પુરાણો – ઉત્કીર્ણ લેખો વગેરેથી જાણવામાં આવ્યું છે, જેની રાજધાની ‘અવંતિ’ કિંવા ઉજ્જયિની હતી. ત્યાંના લોકો ‘આવંત્ય’ કહે છે. ‘મહાવસ્તુ’ અને ‘લલિતવિસ્તાર’(બૌદ્ધ ગ્રંથો)માં જંબૂદ્વીપનાં સોળ જનપદોમાંના એક તરીકે એનો ઉલ્લેખ થયેલો છે.…

વધુ વાંચો >

અશ્વાવબોધતીર્થ

અશ્વાવબોધતીર્થ : અશ્વને જ્યાં પૂર્વભવનો અવબોધ થયેલો તે ભરૂચનું જૈન તીર્થ. ભૃગુપુર(ભરૂચ)ના રાજા જિતશત્રુના અશ્વમેધ ઘોડાને રેવા (નર્મદા) નદીના દર્શનથી જાતિસ્મરણ થયું. પૂર્વભવના મિત્રસમા અશ્વને પ્રતિબોધ આપવા સુવ્રતસ્વામી ખાસ ભરૂચ આવ્યા. મુનિને વંદન કરી જિતશત્રુએ અશ્વનો પૂર્વભવ પૂછ્યો. સુવ્રતસ્વામીના કહેવા પ્રમાણે ચંપાનગરીના રાજા  સુરસિદ્ધનો મિત્ર મતિસાર બીજા ભવમાં સાગરદત્ત નામે…

વધુ વાંચો >