History of Gujarat

પાવાગઢ (ભૂસ્તરીય)

પાવાગઢ (ભૂસ્તરીય) : મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવારૂપ ગુજરાતનો પર્વતસમૂહ. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વડોદરાથી આશરે 48 કિલોમીટરને અંતરે આવેલા પાવાગઢ પર્વતસમૂહ(22o 28′ ઉ. અક્ષાંશ, 73o 34′ 30″ પૂ. રેખાંશ)ની ટેકરીઓ વિશિષ્ટ ભૂમિસ્વરૂપ તો રચે જ છે, પરંતુ ભૂસ્તરીય દૃષ્ટિએ તેમનું આગવું મહત્ત્વ એટલા માટે છે કે મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવા…

વધુ વાંચો >

પીટીટ મીઠુબહેન હોરમસજી

પીટીટ, મીઠુબહેન હોરમસજી (જ. 11 એપ્રિલ 1892, મુંબઈ; અ. 16 જુલાઈ 1973, સૂરત) : સ્વાતંત્ર્ય-સેનાની અને સમાજસેવિકા. મુંબઈના ધનાઢ્ય પારસી પરિવારમાં તેમનો જન્મ. હિંદના પહેલા બૅરોનેટ સર દીનશા માણેકજી તેમના વડદાદા થાય. મીઠુબહેનના પિતાનું નામ હોરમસજી અને માતાનું નામ પીરોજબાઈ હતું. તેમના કુટુંબના મૂળપુરુષ નસરવાનજી કાવસજી ઠીંગણા કદના હોવાથી ‘પીટીટ’…

વધુ વાંચો >

પીર ઇમામશાહ

પીર ઇમામશાહ : જુઓ ઇમામશાહ.

વધુ વાંચો >

પુષ્યદેવ

પુષ્યદેવ : ઈ. સ.ની આઠમી સદીમાં સૈન્ધવ વંશનો ઘૂમલીનો રાજા. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આઠમી સદીમાં ‘સૈન્ધવ’ નામે રાજવંશ સ્થપાયો. એ વંશ પાંડવોના સમકાલીન સિંધુરાજ જયદ્રથમાંથી ઉત્પન્ન થયેલો મનાતો હતો. ઘૂમલીનાં દાનશાસનોમાં પૂર્વજોની વંશાવળી પુષ્યદેવ સુધી આપવામાં આવી છે. પુષ્યદેવ લગભગ ઈ. સ. 735થી 750માં રાજ્ય કરતો હતો. એ અહિવર્મા પહેલાના પુત્ર…

વધુ વાંચો >

પુષ્યેણ

પુષ્યેણ : આઠમી સદીમાં થઈ ગયેલ વલ્લભપુરનો રાજા. વળા(વલ્લભીપુર)માંથી મહારાજ અહિવર્માના પુત્ર મહારાજ મહાસેનાપતિ પુષ્યેણનું મુદ્રાંક મળેલું. અગાઉ આ પુષ્યેણ તે ઘૂમલીના દાનશાસનમાં જણાવેલ પહેલો રાજા પુષ્યદેવ હોવાનો સંભવ મનાયેલો, પરંતુ હવે આંબળાસ(જિ. જૂનાગઢ)માંથી મળેલ તામ્રપત્ર પરથી એ બે વ્યક્તિ ભિન્ન હોવાનું માલૂમ પડ્યું છે. આ દાનશાસન મહારાજ મહાસેનાપતિ પુષ્યેણના…

વધુ વાંચો >

પ્રભાસક્ષેત્ર

પ્રભાસક્ષેત્ર : ગુજરાતનું પુરાણ-પ્રસિદ્ધ અને અગ્રિમ સ્થાન ધરાવતું તીર્થક્ષેત્ર. સ્કન્દપુરાણનો સપ્તમ ખંડ ‘પ્રભાસખંડ’ કહેવાય છે, એના આરંભિક અધ્યાયોમાં પ્રભાસક્ષેત્રનું માહાત્મ્ય નિરૂપાયું છે. એમાં આ ક્ષેત્રનો વિસ્તાર બાર યોજનનો હોવાનું જણાવ્યું છે. સ્કન્દપુરાણના આ ખંડમાં પ્રભાસક્ષેત્રમાં આવેલાં અનેક દેવાલયો અને નાનાંમોટાં તીર્થસ્થાનોનું નિરૂપણ કરાયું છે. એ પરથી સ્કન્દપુરાણના આ ખંડની રચનાના…

વધુ વાંચો >

ફર્હતુલ્મુલ્ક

ફર્હતુલ્મુલ્ક : દિલ્હીના સુલતાન ફિરોજશાહ તુગલુક અને સુલતાન નાસિરુદ્દીનનો ગુજરાતનો સૂબો. ફિરોજશાહે ગુજરાતના નાઝિમ (સૂબા) તરીકે તેની 1380માં નિમણૂક કરી. તેનું મૂળ નામ મલેક મુફર્રહ હતું. સુલતાને તેને ‘ફર્હતુલ્મુલ્ક’(રાજ્યનો આનંદ)નો ઇલકાબ આપ્યો હતો. તેણે 1380થી 1388 સુધી ફિરોજશાહના શાસન હેઠળ અને 1388થી 1391 દરમિયાન સુલતાન નાસિરુદ્દીનના શાસન હેઠળ નાઝિમ તરીકે…

વધુ વાંચો >

ફંકપ્રસવણ

ફંકપ્રસવણ : સૌરાષ્ટ્રના ગારુલક વંશના રાજાઓની રાજધાની. આ વંશના રાજાઓ મૈત્રકોના સામંત હતા. સામાન્ય રીતે દાનની જાહેરાત રાજ્યના પાટનગરમાંથી થાય છે. તે રીતે દાનશાસન ઉપરથી ફંકપ્રસવણ ગારુલક રાજ્યનું પાટનગર હોવાનું જણાય છે. દાનશાસનોમાં જણાવેલ ગામોનાં નામો ઉપરથી ફંકપ્રસવણ પશ્ચિમ-સૌરાષ્ટ્રમાં દ્વારકા નજીક હોવાનું અનુમાન છે. વરાહદાસ બીજાનું ઈ. સ. 549નું દાનશાસન…

વધુ વાંચો >

ફુલાણી, લાખો

ફુલાણી, લાખો (જ. 920; અ. 979, આટકોટ, સૌરાષ્ટ્ર) : કચ્છનો સમા વંશનો મૂળરાજ સોલંકીનો સમકાલીન રાજવી. તેના પિતાનું નામ ફૂલ તથા માતાનું નામ સોનલ હતું. તેનો જન્મ ‘યશોરાજ’ની કૃપાથી થયો હતો એવી માન્યતા છે. પિતાનું નામ ફૂલ હોવાથી તે ફુલાણી તરીકે ઇતિહાસમાં જાણીતો થયો. લાખાના ‘લખમસી’, ‘લાખણસી’, ‘લક્ષરાજ’ જેવાં અન્ય…

વધુ વાંચો >

બકુલાદેવી

બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…

વધુ વાંચો >