History of Gujarat

ઝૂલતા મિનારા, અમદાવાદ

ઝૂલતા મિનારા, અમદાવાદ : એકને હલાવવાથી બીજા મિનારામાં પણ કંપન થાય એવા અમદાવાદની મસ્જિદોના મિનારા. આવા મિનારા ઈ. સ. 1445માં બનેલી રાજપુર વિસ્તારની બીબીની મસ્જિદમાં તથા ઈ. સ. 1510માં બનેલ સીદી બશીરની મસ્જિદમાં છે. અહમદશાહ બીજાએ પોતાની માતા મખ્દુમ-એ-જહાનની યાદમાં ભૌમિતિક આકારોની ભાતના તળ-દર્શનવાળી બનાવેલી, ગોમતીપુરમાં 4598.7 ચોમી. વિસ્તારમાં પ્રસરેલી…

વધુ વાંચો >

ઠાકોર, જયંતીલાલ પ્રાણલાલ

ઠાકોર, જયંતીલાલ પ્રાણલાલ (જ. 4 માર્ચ 1913, લાલપુર, જિ. જામનગર; અ. મે 2004, અમદાવાદ) : આઝાદીની લડતના સેનાની અને રચનાત્મક કાર્યકર. તેઓ દાંતના ડૉકટર અને કુદરતી ઉપચારના નિષ્ણાત હતા. જન્મ બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. સાત વર્ષની વયે પિતાનું અવસાન થયું. બાળપણ અમદાવાદમાં વિતાવ્યું. શાળાના અભ્યાસકાળ દરમિયાન છાપાંઓ વહેંચવાં જેવાં નાનાંમોટાં…

વધુ વાંચો >

ઠાકોર સુમિત્રાબહેન ભૂપતરાય

ઠાકોર સુમિત્રાબહેન ભૂપતરાય (જ. 27 જુલાઈ 1914, અમદાવાદ; અ. ?) : સ્વતંત્રતાના આંદોલનમાં અને અમદાવાદના વિકાસગૃહમાં મહત્વનું યોગદાન આપનાર સંનિષ્ઠ સમાજસેવિકા. ભૂપતરાય ઠાકોર અને મંગળાગૌરીની આ પુત્રીનું બાળપણ ખાડિયા વિસ્તારની ઘાસીરામની પોળમાં વીત્યું હતું. મહાત્મા ગાંધીના આંદોલનમાં સરઘસ, પ્રભાતફેરી અને સભાઓમાં ભાગ લઈને સરલાદેવી સારાભાઈ, મૃદુલાબહેન સારાભાઈ અને પુષ્પાબહેન મહેતાની…

વધુ વાંચો >

ડભોઈ

ડભોઈ : વડોદરા જિલ્લામાં આવેલ તાલુકો અને તાલુકા મથક. ભૌગોલિક સ્થાન : 22o 11´ ઉ. અ. અને 73o 26´ પૂ. રે.. તાલુકાનું ક્ષેત્રફળ 6,32.6 ચોકિમી. છે. 2011માં  તાલુકાની વસ્તી 1,80,518 હતી. આ તાલુકામાં એક શહેર ડભોઈ તથા 118 ગામો આવેલાં છે. ડભોઈ શહેરની વસ્તી આશરે 51,240 (2011) હતી. ડભોઈના ‘દર્ભાવતી’…

વધુ વાંચો >

ડભોઈના દરવાજા

ડભોઈના દરવાજા : જુઓ, ‘ડભોઈ’.

વધુ વાંચો >

ડાંગ

ડાંગ : ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી સૌથી નાનો અને આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો. આ જિલ્લો 20°-33´ થી 21°-5´ ઉ. અ. અને 73°-28´ થી 73°-56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 59 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 50 કિમી. છે. જિલ્લાનું ક્ષેત્રફળ 1764 ચો.કિમી. છે. જિલ્લામાં જિલ્લામથક…

વધુ વાંચો >

ઢેબર, ઉછરંગરાય નવલશંકર

ઢેબર, ઉછરંગરાય નવલશંકર (જ. 21 સપ્ટેમ્બર 1905, ગંગાજળા, જામનગર; અ. 11 માર્ચ 1977, રાજકોટ) : ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને રચનાત્મક કાર્યકર. માતા ઊજમબા. નાગર જ્ઞાતિમાં જન્મેલ ઢેબરભાઈને માતાપિતા તરફથી સાત્વિકતા અને સેવાભાવનાનો વારસો મળ્યો હતો. ઢેબરભાઈએ 1922માં રાજકોટની શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને મુંબઈની સેન્ટ…

વધુ વાંચો >

તરસંગ

તરસંગ : બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભૂતપૂર્વ દાંતા રાજ્યની જૂની રાજધાની. તે ‘તરસંગ’, ‘તરસંગમ’ કે ‘તરસંગમક’ તરીકે પણ ઓળખાય છે. અંબાજી પાસેના ગબ્બરગઢના કેસરીસિંહે તરસંગિયા ભીલને મારીને આ સ્થળને ઈ. સ. 1269માં રાજધાની તરીકે પસંદ કર્યું હતું. આ સ્થળ દાંતા તાલુકામાં દાંતાથી 17 કિમી. દૂર આવેલ મહુડી ગામ પાસે છે. અલ્લાઉદ્દીન…

વધુ વાંચો >

તરુણાદિત્યનું મંદિર

તરુણાદિત્યનું મંદિર : ચાલુક્ય શાસન દરમિયાનનું સૂર્યમંદિર. ગુજરાતમાં મૈત્રક અને અનુમૈત્રકકાળ દરમિયાન ઘણાં સૂર્યમંદિરો હતાં. આ પ્રણાલી સોલંકી કાળ સુધી ચાલુ રહી હતી. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાલુક્યોનું રાજ્ય હતું. તેમની રાજધાની નક્ષિસપુર હતી. આ વંશના રાજા બલવર્માએ નક્ષિસપુર ચોર્યાશીનું એક ગામ જયપુર તરુણાદિત્યના મંદિરના નિભાવ માટે આપ્યું હતું. આ મંદિર કર્ણવીરિકા…

વધુ વાંચો >

તળાજા

તળાજા : ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 21° 21´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.. શેત્રુંજી અને તળાજી નદીઓના સંગમ ઉપર આવેલું આ નગર પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને નરસિંહ મહેતાના જન્મસ્થળ તરીકે જાણીતું છે. અહીં પ્રાચીન કાળમાં વસતા તાલવ દૈત્યના નામ ઉપરથી તેનું ‘તાલધ્વજપુર’ નામ…

વધુ વાંચો >