Hindi literature
વાત્સ્યાયન, કપિલા
વાત્સ્યાયન, કપિલા (જ. 25 ડિસેમ્બર 1928, દિલ્હી) : કલા, સાહિત્ય, શિક્ષણ, લેખન, રાજદ્વારી વહીવટ, સંસ્થા-સંચાલન – એમ વિવિધ ક્ષેત્રે જ્વલંત કારકિર્દી ધરાવતી મહિલાઓ પૈકીનાં એક. પિતા શ્રીરામ લાલ મલિક સ્વદેશપ્રેમી તેમજ કાયદાશાસ્ત્રી. માતા શ્રીમતી સત્યવતી કલાસાહિત્ય, ચિત્રકળા તેમજ હસ્તકળા અને હુન્નરમાં રસ ધરાવતાં હતાં. કપિલાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી, કોલકાતા, શાંતિનિકેતન…
વધુ વાંચો >વાધન, અમરસિંગ
વાધન, અમરસિંગ (જ. 14 જુલાઈ 1947, અમૃતસર, પંજાબ) : હિંદી તથા પંજાબી લેખક. તેમણે હિંદીમાં, અંગ્રેજીમાં અને રાજ્યશાસ્ત્રમાં એમ.એ. તથા પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી., પીજી ડીસીટી, સીસીજીની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ સિન્ડિકેટ બૅંક સ્ટાફ ટ્રેનિંગ કૉલેજ, નવી દિલ્હીના સિનિયર ફેકલ્ટી મેમ્બર રહ્યા તેમજ અધ્યાપન-કાર્ય કર્યું. તેમણે 1970-78 દરમિયાન પંજાબની વિવિધ કૉલેજોમાં…
વધુ વાંચો >વાસવાણી, કિશોર
વાસવાણી, કિશોર [જ. 11 ઑગસ્ટ 1944, સુખર, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : હિંદી લેખક. તેમણે જીવાજી યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી તથા ફિલ્મ એપ્રિસિયેશન કોર્સ કર્યો. તેઓ વડોદરા ખાતે નૅશનલ કાઉન્સિલ ફૉર પ્રમોશન ઑવ્ સિંધી લૅંગ્વેજના નિયામક; સ્ટેલા મેરીઝ કૉલેજમાં બૉર્ડ ઑવ્ સ્ટડીઝના સભ્ય; પુણે યુનિવર્સિટી, અવિનાશીલિંગમ્…
વધુ વાંચો >વિજયવર્ગીય, દયાકૃષ્ણ
વિજયવર્ગીય, દયાકૃષ્ણ (જ. 8 એપ્રિલ 1929, ચજવા, જિ. બરન, રાજસ્થાન) : હિંદી કવિ અને લેખક તથા ધારાશાસ્ત્રી. 1957-62 સુધી તેઓ ધારાસભ્ય (રાજસ્થાન); 1980 અને 1990-93 દરમિયાન રાજસ્થાન સાહિત્ય અકાદમીના પ્રમુખ; 1978-83 સુધી રાજસ્થાન યુનિવર્સિટીમાં સેનેટર અને 1996 પછી અખિલ ભારતીય સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. અત્યાર સુધીમાં તેમણે 26 ગ્રંથો આપ્યા…
વધુ વાંચો >વિજયવર્ગીય, પ્રેમચંદ
વિજયવર્ગીય, પ્રેમચંદ (જ. 30 જૂન 1927, કોટા, રાજસ્થાન) : હિંદી લેખક. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, કોટાના પ્રમુખ; 198387 દરમિયાન વનસ્થળી વિદ્યાપીઠમાં હિંદી અને મૉડર્ન ઇન્ડિયન લગ્વેજિઝ વિભાગના વડા; ‘વનસ્થળી પત્રિકા’ નામક ત્રિમાસિકના સંપાદક તથા ઇગ્નો યુનિવર્સિટીના ચાન્સેલર રહ્યા હતા. તેઓ વનસ્થળી…
વધુ વાંચો >વિજયવર્ગીય, રામગોપાલ
વિજયવર્ગીય, રામગોપાલ (જ. 1905, બલેર, જિ. સવાઈ માધોપુર, રાજસ્થાન) : હિંદી કવિ, લેખક અને ચિત્રકાર. તેમણે ચિત્રકારનો ડિપ્લોમા મેળવ્યા બાદ રાજસ્થાન લલિતકલા અકાદમીના અધ્યક્ષ તરીકે કામગીરી કરી. ત્યારબાદ લેખનકાર્ય અને ચિત્રકામને વર્યા. તે અગાઉ 1960-66 સુધી તેઓ રાજસ્થાન સ્કૂલ ઑવ્ આર્ટ્સ, જયપુરના આચાર્યપદે રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 13 ગ્રંથો…
વધુ વાંચો >વિદ્યાપતિ
વિદ્યાપતિ : ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલ તે નામે એક વિખ્યાત મૈથિલ કવિ. ચૈતન્યદેવના અનુયાયી વૈષ્ણવ ભક્તકવિ. સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ગણપતિના પુત્ર અને જયદત્તના પૌત્ર. તેઓ મુખ્યત્વે મિથિલાનરેશ શિવસિંહના આશ્રિત કવિ તેમજ સભાપંડિત હતા. મહારાજાએ તેમને બિસપી ગામ ભેટ ધર્યું હતું. તેમના વંશજો ઘણા લાંબા કાળ પર્યંત આ ગામમાં રહ્યા હતા,…
વધુ વાંચો >વિભુકુમાર
વિભુકુમાર (જ. 13 માર્ચ 1942, સાગર, મધ્યપ્રદેશ) : હિંદી લેખક અને નાટ્યકાર. તેમણે સાગર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને રવિશંકર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ 1965-71 દરમિયાન ‘હસ્તાક્ષર’ ત્રિમાસિકના સંપાદક તથા મધ્યપ્રદેશમાં શેરી-નાટકોની પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા હતા. તેમણે દુર્ગા મહાવિદ્યાલય, રાયપુરમાં હિંદીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી છે. તેમણે અત્યાર સુધીમાં 7 ગ્રંથો…
વધુ વાંચો >વિમલ ગંગા પ્રસાદ
વિમલ ગંગા પ્રસાદ (જ. 3 જૂન 1939, ઉત્તરકાશી, ઉ.પ્ર.) : હિંદી કવિ તથા કથાસાહિત્યકાર. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., કર્યા બાદ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભારત સરકારની કેન્દ્રીય હિંદી નિયામકની કચેરીના નિયામકપદેથી સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ જે. એન. યુનિવર્સિટીમાં હિંદી અનુવાદના પ્રાધ્યાપક રહ્યા. વળી તેમણે દિલ્હી યુનિવર્સિટી કૉલેજના રીડર; ‘રંગિકા’ થિયેટર…
વધુ વાંચો >વિયોગી હરિ
વિયોગી હરિ (જ. 1896, છત્તરપુર, મધ્યપ્રદેશ; અ. 1988) : હિંદીના લેખક. મૂળ નામ હરિપ્રસાદ દ્વિવેદી. નાની વયે પિતાનું અવસાન. છત્તરપુરમાં અભ્યાસ કરી 1915માં મૅટ્રિક. તે પછી કૃષ્ણ પ્રત્યેના પ્રેમથી આકર્ષાઈ વિવિધ યાત્રાધામોનો પ્રવાસ. તેમનો હરિજનસેવક સંઘ, ભૂદાન આંદોલન, ભારત સેવક સમાજ અને બીજાં સામાજિક સંગઠનો સાથે પ્રવૃત્તિ-સહયોગ હતો. અસ્પૃશ્યતા-નિવારણમાં દૃઢ…
વધુ વાંચો >