Hindi literature
પ્રસાદ, એલ. વી.
પ્રસાદ એલ. વી. (જ. 17 જાન્યુઆરી 1908, ગામ દલુરુ, તા. સામવારાપાડુ, જિ. પશ્ચિમ ગોદાવરી; અ. 22 જૂન 1994) : હિંદી અને દક્ષિણ ભારતીય ભાષાઓનાં ચલચિત્રોના અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, સ્ટુડિયો અને પ્રયોગશાળાના માલિક. ભારતમાં સવાક્ ચલચિત્રોનો યુગ શરૂ થયો એ અરસાથી ચલચિત્રો સાથે તેઓ જોડાયા હતા. પૂરું નામ અક્કિનેની લક્ષ્મીવર પ્રસાદ…
વધુ વાંચો >પ્રસાદ, જયશંકર
પ્રસાદ જયશંકર (જ. 1889, વારાણસી; અ. 1937) : હિંદી સાહિત્યકાર. અત્યંત સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત કુટુંબના. પિતા દેવીપ્રસાદ સાહુ. પરિવાર શિવ-ઉપાસક હોવાના કારણે પ્રસાદજીનું ‘જયશંકર’ નામ પાડવામાં આવ્યું. પ્રારંભમાં સંસ્કૃત, હિંદી, ફારસી અને ઉર્દૂનું શિક્ષણ ઘેર રહીને લીધું. કિશોરવયમાં પિતા અને પછી માતાનું છત્ર ગુમાવ્યું. એ પછી મોટા ભાઈના અવસાનને કારણે…
વધુ વાંચો >પ્રિયપ્રવાસ (1914)
પ્રિયપ્રવાસ (1914) : કવિશ્રી અયોધ્યાસિંહ ઉપાધ્યાય ‘હરિઔધ’નું ખડી બોલી હિંદીનું સર્વપ્રથમ પ્રબંધકાવ્ય. ‘પ્રિયપ્રવાસ’નું કથાનક ‘શ્રીમદ્ ભાગવત’માંથી લેવામાં આવ્યું છે. કુલ 17 સર્ગોમાં વિભાજિત વિરહકાવ્યનો મુખ્ય પ્રસંગ છે કૃષ્ણનું મથુરાગમન. કથાનકના સૂક્ષ્મ સૂત્રને કારણે કેટલાક વિદ્વાનો ‘પ્રિયપ્રવાસ’ને મહાકાવ્ય માનતા નથી. અહીં વિરહની વિવિધ ભાવદશાઓનું મુખ્યત્વે ચિત્રણ થયું છે. કાવ્યના આરંભે કૃષ્ણને…
વધુ વાંચો >પ્રેમચંદ
પ્રેમચંદ – કલમ કા સિપાહી (1962) : હિંદીના નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક અમૃતરાય (જ. 1921) લિખિત પ્રેમચંદ(1876–1936)ની જીવનકથા. હિંદીના અગ્રણી સર્જક પ્રેમચંદની સર્વપ્રથમ સર્વાંગસંપૂર્ણ જીવનકથા હોવા ઉપરાંત આ પુસ્તક જીવનકથાની લેખનકળાનો હિંદીમાં સર્વપ્રથમ સફળ પ્રયાસ લેખાય છે. તેમાંની મબલખ દસ્તાવેજી સામગ્રી, ક્ષોભરહિત સચ્ચાઈ, જોમભરી, સરળ, સ્વાભાવિક રજૂઆત-શૈલીના કારણે આ…
વધુ વાંચો >બક્ષી, હંસરાજ
બક્ષી, હંસરાજ (જ. ઈ. સ. 1662, પન્ના, મ.પ્ર.; અ.) : બુંદેલખંડના મહારાજા છત્રસાલના પૌત્ર સભાસિંહના દીવાન કવિ. પિતા કાયસ્થ કેશવરાય પણ પન્નારાજ્યના પદાધિકારી હતા. બક્ષીજી હિંદી સાહિત્ય અને નિજાનંદ (પ્રણામી) ધર્મના માન્ય વિદ્વાન હતા. તેમણે દશ ગ્રંથોની રચના કરી છે. એમાં (1) ‘સ્નેહસાગર’, (2) ‘વિરહવિલાસ’, (3) ‘બારહમાસા’, (4) ‘તેરમાસા’ તેમજ…
વધુ વાંચો >બચ્ચન, હરિવંશરાય શ્રીવાસ્તવ
બચ્ચન, હરિવંશરાય શ્રીવાસ્તવ (જ. 1907, પ્રયાગ) : પ્રસિદ્ધ હિંદી કવિ. એમ.એ., પીએચ.ડી. સુધીનું શિક્ષણ પ્રયાગમાં તથા કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં. કેમ્બ્રિજમાં તેમના સંશોધનનો વિષય હતો અંગ્રેજી કવિ યેટ્સ. એના પરનો એમનો ગ્રંથ ખૂબ વખણાયો. 1942થી 1952 સુધી વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા; ત્યારપછી થોડોક સમય આકાશવાણી સાથે રહ્યા. તે પછી વિદેશ મંત્રાલયમાં હિન્દીના…
વધુ વાંચો >બાણભટ્ટ કી આત્મકથા (1946)
બાણભટ્ટ કી આત્મકથા (1946) : હિંદી સાહિત્યકાર આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીની ઐતિહાસિક નવલકથા. તેમાં નાયક બાણની આત્મકથા બાણની જ શૈલીમાં રજૂ થઈ છે. બાણભટ્ટ, નિપુણિકા અને ભટ્ટિનીના પ્રણયત્રિકોણની કથાની આસપાસ સાતમી-આઠમી શતાબ્દીના ભારતનું સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક પરિર્દશ્ય તેમણે ગૂંથી લીધું છે. પ્રેમ અને સમર્પણની ઉદાત્ત ભાવનાથી રસાયેલી આ નવલકથામાં…
વધુ વાંચો >બિહારી
બિહારી (જ. 1595, ગ્વાલિયર; અ. 1663) : એકમાત્ર કાવ્યગ્રંથ દ્વારા હિંદી કવિતાના ઇતિહાસમાં અનન્ય સ્થાન મેળવનાર કવિ. પિતાનું નામ કેશવરાય. બિહારીએ પિતાના ગુરુ મહંત નરહરિદાસ પાસે સંસ્કૃત-પ્રાકૃતના કાવ્યગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી બિહારી પોતાના સાસરે, મથુરામાં રહ્યા. નિ:સંતાન બિહારીએ પોતાના ભત્રીજા નિરંજનને દત્તક લીધો હતો. બિહારીએ આગ્રા જઈને ઉર્દૂ-ફારસીનું…
વધુ વાંચો >બેનીપુરી રામવૃક્ષ
બેનીપુરી, રામવૃક્ષ (જ. જાન્યુઆરી 1902, બેનીપુર, તા. કટરાં, જિ. મુજફ્ફરપુર; અ. 7 સપ્ટેમ્બર 1968) : બિહારના આધુનિક હિંદી ગદ્યના યશસ્વી લેખક અને આંદોલનકાર. એક સાધારણ ખેડૂતકુટુંબમાં જન્મ. પિતા ફુલવંતસિંહ. બાળપણમાં માતા-પિતાનું નિધન. પાલનપોષણ નનિહાલમાં. પ્રાથમિક શિક્ષણ નાના ગામ બંશીપચરામાં. પછી બનેવી પાસે મુજફ્ફરપુરમાં રહીને ભૂમિહાર બ્રાહ્મણ કૉલેજિયટ સ્કૂલમાં પ્રવેશ. આઠમા…
વધુ વાંચો >ભક્તમાલ
ભક્તમાલ (1658) : રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તકવિ નાભાજી કે નાભાદાસનો પ્રસિદ્ધ ગ્રંથ. હિંદીના ચરિત્રસાહિત્યનો પ્રથમ ગ્રંથ. રામાનંદ સંપ્રદાયના ગુરુ અગ્રદાસની આજ્ઞાથી નાભાજીએ આ ગ્રંથની રચના કરી હતી. વ્રજભાષામાં લખાયેલો આ ગ્રંથ 198 છપ્પય (ષટ્પદીઓ) અને કેટલાક દોહાઓ ધરાવે છે. ગ્રંથ સૂત્ર રૂપે લખાયો હોઈ તે ભાષ્ય કે ટીકાઓની સહાય વિના…
વધુ વાંચો >