Gujarati literature
શાહ, ફૂલચંદ ઝવેરભાઈ
શાહ, ફૂલચંદ ઝવેરભાઈ (જ. 10 સપ્ટેમ્બર 1879, નડિયાદ, ગુજરાત; અ. 14 માર્ચ 1954, નડિયાદ) : ગુજરાતી નાટ્યકાર, કવિ અને ચિત્રકાર. સંસ્કારી ખડાયતા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ઝવેરભાઈ અને માતા કૃષ્ણાબાના સંગીત અને નાટ્યકલાના ચાહક પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સહાધ્યાયીઓ સાથે નડિયાદમાં લીધું;…
વધુ વાંચો >શાહ, રમણલાલ ચી.
શાહ, રમણલાલ ચી. (જ. 3 ડિસેમ્બર 1926, પાદરા, જિ. વડોદરા; અ. 24 ઑક્ટોબર 2005, મુંબઈ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક, પ્રવાસકથાઓના લેખક તેમજ જૈનદર્શનના ઊંડા અભ્યાસી. પિતાનું નામ ચીમનલાલ, માતાનું નામ રેવાબહેન. પ્રાથમિક શાળાનો અભ્યાસ પાદરાની સરકારી શાળામાં. માધ્યમિકથી મૅટ્રિક સુધીનું શિક્ષણ મુંબઈમાં. 1948માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ., 1950માં…
વધુ વાંચો >શાહ, રાજેન્દ્ર કેશવલાલ
શાહ, રાજેન્દ્ર કેશવલાલ (જ. 28 જાન્યુઆરી 1913, કપડવણજ) : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને નવો વળાંક આપનાર પ્રમુખ કવિ. પિતા કેશવલાલ વ્યવસાયે વકીલ. સાદરામાં પ્રથમ સરકારી વકીલ તરીકે રહ્યા પછી તે કાળે વડોદરાના ભાદરવા રાજ્યમાં જજ તરીકે નિયુક્ત થયા. અહીં શ્રેયસ્સાધક વર્ગના પરિચયમાં આવ્યા અને પોતાની ધર્મપિપાસાને કારણે શ્રીમન્નૃસિંહાચાર્યના અંતરંગ વર્તુળમાં પ્રવેશ…
વધુ વાંચો >શાહ, વાડીલાલ મોતીલાલ
શાહ, વાડીલાલ મોતીલાલ (જ. 11 જુલાઈ 1878, વીરમગામ, ગુજરાત; અ. 21 નવેમ્બર 1931) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર અને સુધારાવાદી નિબંધલેખક. સ્થાનકવાસી જૈન કુટુંબમાં જન્મ. તીવ્ર જ્ઞાનપિપાસુ અને લેખક. પિતા મોતીલાલ તરફથી સંસ્કારવારસો મળ્યો. પ્રાથમિક શિક્ષણ વીરમગામમાં. માધ્યમિક શિક્ષણ માટે 14 વર્ષની વયે અમદાવાદમાં ટ્યૂશન કરતાં કરતાં ગુજરાત કૉલેજમાં જોડાયા. ત્યાં…
વધુ વાંચો >શાહ, શ્રીકાંત
શાહ, શ્રીકાંત (જ. 29 ડિસેમ્બર 1936, બાંટવા, સૌરાષ્ટ્ર) : ગુજરાતીમાં ઍબ્સર્ડ નાટકોના જાણીતા લેખક તથા કવિ. પિતા વલ્લભદાસ કાપડનો વ્યાપાર કરતા. માતાનું નામ વસંતબહેન. સમગ્ર શિક્ષણ સૌરાષ્ટ્રમાં. 1959માં ડી. કે. વી. કૉલેજ, જામનગરથી મનોવિજ્ઞાન મુખ્ય વિષય સાથે બી.એ. તથા 1962માં ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની પદવી મેળવી. અનુસ્નાતક સ્તરે ઔદ્યોગિક મનોવિજ્ઞાન વિષયમાં…
વધુ વાંચો >શાહ, સુભાષ રસિકલાલ
શાહ, સુભાષ રસિકલાલ (14 એપ્રિલ 1941, બોરસદ, ખેડા જિલ્લો) : ગુજરાતના ખ્યાતનામ નાટ્યકાર, નવલકથાકાર અને કવિ. સન 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર (સ્ટેટિસ્ટિક્સ) વિષય સાથે એમ.એસસી.. સન 1964થી 1983 દરમિયાન અમદાવાદની સિટી કૉમર્સ કૉલેજમાં એ જ વિષયના વ્યાખ્યાતા. સન 1984-85માં ગુજરાત યુનિવર્સિટીના ‘સેન્ટર ફૉર ડેવલપમેન્ટ કમ્યૂનિકેશન’ના કોઑર્ડિનેટર. સન 1978થી…
વધુ વાંચો >શાંત કોલાહલ
શાંત કોલાહલ (1962) : ગુજરાતના જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા કવિ રાજેન્દ્ર શાહ(જ. 1913)નો ‘ધ્વનિ’ પછીનો બીજો કાવ્યસંગ્રહ. તેને 1964નો સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. રાજેન્દ્ર શાહની કવિતાનાં કેટલાંક લાક્ષણિક તત્ત્વો, જે પ્રથમ વાર ‘ધ્વનિ’માં દેખાયાં તે, અહીં પણ જોવા મળે છે. રાજેન્દ્ર શાહ અંતર્મુખ કવિ છે. એમની કવિતાસૃષ્ટિ અહમના નાભિકેન્દ્રમાંથી…
વધુ વાંચો >શુક્લ, તુષાર દુર્ગેશ
શુક્લ, તુષાર દુર્ગેશ (જ. 29 એપ્રિલ 1955, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત કવિ, લેખક, વાર્તાકાર, સંવાદકાર, વક્તા, નાટ્યલેખક, અભિનેતા, મંચ સંચાલક, યુવાપેઢીના માર્ગદર્શક અને પ્રશાસક. ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ માટે તેમણે આપેલા યોગદાન માટે તુષાર શુક્લને ભારત સરકાર તરફથી 2025માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. સર્જનાત્મક વલણ તેમને વારસામાં મળ્યું…
વધુ વાંચો >શુક્લ, દુર્ગેશ
શુક્લ, દુર્ગેશ (જ. 9 નવેમ્બર 1911, રાણપુર, સૌરાષ્ટ્ર; અ. 13 જાન્યુઆરી 2006, અમદાવાદ) : નાટ્યકાર, કવિ. વઢવાણના વતની. ભાવનગરમાં સ્નાતક થયા પછી 1938-49 દરમિયાન મુંબઈની ગોકળીબાઈ અને પીપલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક. પછી લેખનને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકાર્યો. ટૂંકી વાર્તા, કવિતા, નવલકથા અને નાટ્યસર્જન કરી ગાંધીયુગમાં તેમણે તેમની વિશિષ્ટ સર્જકતાનો પરિચય…
વધુ વાંચો >શુક્લ ભૂદેવ અને રસવિલાસ
શુક્લ ભૂદેવ અને રસવિલાસ (1550-1615 ?) : ગુજરાતના અલંકારશાસ્ત્રી. ગુજરાતના જંબુસરના વતની ભૂદેવ શુક્લના પિતાનું નામ શુકદેવ અથવા સુખદેવ હતું. ભૂદેવ શુક્લ તેમના પ્રથમ પુત્ર હતા. તેમના ગુરુનું નામ શ્રીકંઠ દીક્ષિત હતું. તેમની પાસે ‘કાવ્યપ્રકાશ’નો અભ્યાસ ભૂદેવ શુક્લે કરેલો. શ્રીકંઠ દીક્ષિતને જામ સત્તરસાલ ઉર્ફે શત્રુશલ્યે રાજ્યાશ્રય આપેલો. નવાનગરના જામ શત્રુશલ્યનો…
વધુ વાંચો >