Gujarati literature

રામલો રૉબિનહુડ (1962)

રામલો રૉબિનહુડ (1962) : ચુનીલાલ મડિયા-રચિત પ્રહસન. હાસ્યકાર-કટાક્ષકાર મડિયા ‘રામલો રૉબિનહુડ’ના નાટ્યલેખનમાં સુપેરે ખીલે છે. કટાક્ષયુક્ત, સચોટ સંવાદશૈલીને કારણે આ નાટકે પ્રહસન તરીકે આગવું કાઠું કાઢ્યું છે. મડિયાએ વર્તમાનપત્રમાં કોઈ ગુનેગારને પકડવા ઇનામની જાહેરાત વાંચી. મનમાં તુક્કો સૂઝ્યો અને તેમાંથી નીપજ્યું તે આ નાટક ‘રામલો રૉબિનહુડ’. કેટલાકના અનુમાન મુજબ આ…

વધુ વાંચો >

રાયચુરા, ગોકુળદાસ દ્વારકાદાસ

રાયચુરા, ગોકુળદાસ દ્વારકાદાસ (જ. 1890, બાલાગામ, તા. કેશોદ, જિ. જૂનાગઢ; અ. 1951) : ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના અભ્યાસી અને સંપાદક. જ્ઞાતિએ લુહાણા. વતન ચોરવાડ. એમના પિતાશ્રી વાર્તાકાર હતા. એમનાં માતુશ્રીનો કંઠ મધુર હતો, તે બંનેનો પ્રભાવ એમના પર હતો. પિતાના વાર્તાલેખનનો શોખ એમનામાં પૂરો ઊતર્યો હતો. એમને સાહિત્યવાચનનો પણ…

વધુ વાંચો >

રાવળ, અનંતરાય મણિશંકર, ‘શૌનક’

રાવળ, અનંતરાય મણિશંકર, ‘શૌનક’ (જ. 1 જાન્યુઆરી 1912, અમરેલી; અ. 18 નવેમ્બર 1988, અમદાવાદ) : સંનિષ્ઠ અધ્યાપક, તટસ્થ સમભાવશીલ અને સમતોલ વિવેચક તથા સંપાદક. વતન સૌરાષ્ટ્રનું વળા (વલભીપુર). બે વર્ષની વયે માતાનું અવસાન થતાં દાદીમા દ્વારા ઉછેર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. 1928માં મેટ્રિક. 1932માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સંસ્કૃત ઑનર્સ…

વધુ વાંચો >

રાવળ, છગનલાલ

રાવળ, છગનલાલ (જ. 12 માર્ચ 1859, લુણાવાડા; અ. 8 ઑગસ્ટ 1947) : પ્રાચીન ગુજરાતી કાવ્યોના સંશોધક અને સંગ્રાહક-સંપાદક તથા અનુવાદક. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. લુણાવાડાના વતની. પિતા વિદ્યારામ. માતા ઝવેરબાઈ. 1881માં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાંનો ત્રણ વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરી તેઓ કેળવણી ખાતામાં જોડાયા અને 1915માં નિવૃત્ત થયા. તેમણે શિક્ષક…

વધુ વાંચો >

રાવળ, પ્રજારામ નરોત્તમ

રાવળ, પ્રજારામ નરોત્તમ (જ. 3 મે 1917, વઢવાણ; અ. 28 એપ્રિલ 1991, સુરેન્દ્રનગર) : ગુજરાતી કવિ, અનુવાદક, આયુર્વેદના અધ્યાપક અને ચિકિત્સક. પ્રાથમિક શિક્ષણ વતન વઢવાણની રાષ્ટ્રીય શાળામાં અને માધ્યમિક શિક્ષણ પણ ત્યાંની જ દાજીરાજ હાઇસ્કૂલમાં. ત્યાંથી મેટ્રિક થઈ 1941માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી પ્રથમ વર્ગ મેળવી સ્નાતક. પછી એક વર્ષ ઉમેદવાર…

વધુ વાંચો >

રાવળ, શંકરપ્રસાદ છગનલાલ

રાવળ, શંકરપ્રસાદ છગનલાલ (જ. 26 જાન્યુઆરી 1887, વડોદરા; અ. 24 એપ્રિલ 1957) : ગુજરાતી સાહિત્યના સંશોધક, સંપાદક, ચરિત્રકાર. વડોદરાના વતની. કુટુંબનો ધંધો ખેતીનો. એમની 9 વર્ષની વયે પિતાનું અવસાન થયું અને કુટુંબના નિર્વાહનો ભાર માતા જડાવબાઈને માથે રહ્યો. 5 વર્ષની ઉંમરે વડોદરામાં ગુજરાતી નિશાળમાં 3 ધોરણો પૂરાં કરી આગળ અભ્યાસ…

વધુ વાંચો >

રાસમાલા

રાસમાલા : અંગ્રેજ અધિકારી ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સે લખેલ ગુજરાત પ્રાંતનો ઇતિહાસ. તેમણે 1850-56 દરમિયાન ગુજરાતના ઇતિહાસને લગતી માહિતી વહીવંચાઓના ચોપડા; રાસના ભંડાર; દેવાલય, વાવ, કૂવા અને છત્રીઓ ઉપરના લેખો; ‘પ્રબંધચિંતામણિ’, ‘દ્વયાશ્રય’, ‘શત્રુંજય માહાત્મ્ય’, ‘કુમારપાલચરિત્ર’ વગેરે ગ્રંથો; ઇંગ્લૅન્ડમાંનું ઇન્ડિયા હાઉસનું દફતર વગેરે સાધનો દ્વારા એકત્ર કરી, અંગ્રેજીમાં એક સળંગ વિસ્તૃત તવારીખ…

વધુ વાંચો >

રોજનીશી

રોજનીશી : જુઓ ડાયરી.

વધુ વાંચો >

રોહડિયા, રતુદાન બાણીદાન, ‘દેવહંસ’

રોહડિયા, રતુદાન બાણીદાન, ‘દેવહંસ’ (જ. 11 સપ્ટેમ્બર 1937, સુમરી, જિ. જામનગર) : નવલકથાકાર, વાર્તાકાર, સંપાદક અને વિવિધ સાહિત્યના અઠંગ અભ્યાસી. માત્ર બે ધોરણનું ઔપચારિક શિક્ષણ. બાળપણથી જ બહેરા-મૂંગા હોવાથી ગૃહઅભ્યાસથી ચારણી સાહિત્યની વેરવિખેર પડેલી હસ્તપ્રતો એકત્ર કરવાનું બીડું ઝડપ્યું. તેને માટે સમગ્ર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખૂબ…

વધુ વાંચો >

લલિત

લલિત (જ. 3૦ જૂન 1877, જૂનાગઢ; અ. 24 માર્ચ 1947) : ગુજરાતી કવિ. ‘લલિત’ તેમનું ઉપનામ છે. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. માતા સાર્થકગૌરી તરફથી સંગીતના સંસ્કાર અને પિતા મહાશંકર તરફથી સાહિત્યના સંસ્કાર સાંપડ્યા હતા. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢ અને રાજકોટમાં લીધું. 19૦3માં ગોંડળમાં સંગ્રામજી હાઇસ્કૂલમાં નોકરી કરી. 19૦8થી 191૦ સુધી…

વધુ વાંચો >