Geography
ચિદમ્બરમ્
ચિદમ્બરમ્ : તામિલનાડુ રાજ્યના આર્કોટ જિલ્લાની દક્ષિણમાં, ચેન્નાઈ શહેરની નૈર્ઋત્ય દિશામાં 196 કિમી.ના અંતરે આવેલું પ્રસિદ્ધ પ્રાચીન તીર્થધામ. તે તિલ્લઈ, તિરુપાદિરિપ્યુલિયૂર, પુંડિકપુરમ્, વ્યાઘ્રપુરમ્, તિરુચિરંબલમ્ જેવાં વિવિધ નામોથી પણ ઓળખાય છે. દક્ષિણ રેલવેનું તે મહત્વનું મથક છે. નગરની પડખેથી કોળ્ળામ નદી વહે છે. આ શહેર વિશ્વવિખ્યાત પ્રાચીન હિંદુ નટરાજના મંદિર માટે…
વધુ વાંચો >ચિનાબ
ચિનાબ : પંજાબની પાંચ નદીઓમાંની એક. ઋગ્વેદમાં અસિકની (રેત વિનાની) નામથી આ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની લંબાઈ 960 કિમી. છે તથા સમુદ્રસપાટીથી 300 મીટર જેટલી ઊંચાઈ પરનું તેનું જલસ્રાવક્ષેત્ર 27,529 ચોકિમી. જેટલું છે. લાહુલ પ્રદેશમાં ઊગમ ધરાવતી તથા ચંદ્રા અને ભાગા નદીઓના સંગમથી તે ચિનાબ નામ ધારણ કરે…
વધુ વાંચો >ચિલી
ચિલી દક્ષિણ અમેરિકા ભૂમિખંડના દક્ષિણ છેડા પર પશ્ચિમ કાંઠે આવેલો દેશ. લૅટિન અમેરિકાનો આ દેશ પેરુની દક્ષિણમાં તથા આર્જેન્ટિનાની પશ્ચિમમાં પૅસિફિક મહાસાગરકાંઠે આવેલો છે. તે આશરે 17 ° 30´ દ.થી 56° 0´ દ. અક્ષાંશવૃત્ત તથા 67° 0´ પ.થી 75° 40´ પ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 7,56,626 ચોકિમી. થયો…
વધુ વાંચો >ચિલ્કા
ચિલ્કા : ઓડિસા રાજ્યમાં આવેલું ભારતનું સૌથી વિશાળ ખાડી સરોવર. મહાનદીના મુખત્રિકોણ પ્રદેશની નૈર્ઋત્ય દિશામાં આ સરોવર આવેલું છે. તેની લંબાઈ ઈશાનથી નૈર્ઋત્ય તરફ 65 કિમી.ની છે. ઓછા પાણીના કારણે શિયાળામાં તેનો વિસ્તાર નાનો બને છે અને ચોમાસામાં તે વધુ વિસ્તૃત બને છે. સરોવરમાં ક્ષાર ચોમાસામાં ઓછો અને શિયાળામાં વધુ…
વધુ વાંચો >ચિલ્ટર્ન ટેકરીઓ
ચિલ્ટર્ન ટેકરીઓ : ઇંગ્લૅન્ડના દરિયાકિનારે ચૉકના ખડકો ધરાવતી ટેકરીઓ. ભૌગોલિક સ્થાન : 51° 42´ ઉ. અ. અને 0° 48´ પ. રે.. આ ટેકરીઓ ઑક્સફર્ડશાયર, બકિંગહામશાયર, બેડફર્ડશાયર અને હર્ટફર્ડશાયર પરગણાંઓના દરિયાકિનારે આવેલી છે. આ ટેકરીઓ ઉપર બીચનાં વૃક્ષોનું જંગલ છે. સૌથી ઊંચી ટેકરી બકિંગહામશાયરના વેન્ડોવર નજીક છે અને તેની ઊંચાઈ 260…
વધુ વાંચો >ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર (ખંભાત)
ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર (ખંભાત) : ખંભાતના બજારમાં બંધાયેલું જિનાલય. આ જિનાલયના ઉપરના ભાગમાં મહાચિંતામણિ પાર્શ્વનાથ અને ભોંયરામાં સ્તંભન પાર્શ્વનાથ બિરાજે છે. આ મંદિર વિશાળ, ભોંયરાયુક્ત હોવાથી તેનું સ્થાપત્ય ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રકાશ આવે તે માટે નવીન પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિનાલયમાં આવેલ મૂળનાયકની પ્રતિમા ભવ્ય અને નયનરમ્ય…
વધુ વાંચો >ચીન
ચીન ભારતની ઉત્તરે આવેલો પ્રાચીન સંસ્કૃતિ અને સુદીર્ઘ ઇતિહાસ ધરાવતો દેશ. ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને સીમા : ચીનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં 18° ઉ. અ.થી 53° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો છે. આ રીતે તેનો દક્ષિણ તરફનો ભાગ ઉષ્ણ કટિબંધની આબોહવાવાળો અને મધ્ય તથા ઉત્તર તરફનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો છે. 74°…
વધુ વાંચો >ચીનનો સમુદ્ર
ચીનનો સમુદ્ર : ‘ચીનનો સમુદ્ર’ એટલે ચીનના પૂર્વ અને દક્ષિણ તરફના કિનારે આવેલો પીળો સમુદ્ર, પૂર્વ ચીન સમુદ્ર અને દક્ષિણ ચીન સમુદ્ર. દક્ષિણ ચીન સમુદ્ર દક્ષિણમાં છેક વિષુવવૃત્ત સુધી વિસ્તરેલો છે. પૂર્વ ચીન સમુદ્ર મધ્ય ચીનના પૂર્વ ભાગ તરફ અને છેક 41° ઉત્તર અક્ષાંશ સુધી પૂર્વમાં પીળો સમુદ્ર આવેલો છે.…
વધુ વાંચો >ચુર
ચુર : સ્વિટ્ઝર્લૅન્ડના ગ્રિસન્સ પરગણાનું પાટનગર તથા મુખ્ય વેપારકેન્દ્ર. રહાઇન તથા પ્લેશર નદીઓના સંગમ પર તે આવેલું છે. લીચટેનસ્ટેન સરહદથી આ નગર 24 કિમી. અંતરે છે. ત્યાંના મોટા ભાગના લોકો જર્મન ભાષા બોલે છે. વેપાર ઉપરાંત તે પર્યટનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. નગરને સીમાડે આવેલી પથ્થરની પ્રાચીન વિશાળ ઇમારતો, આસપાસના…
વધુ વાંચો >ચુરુ
ચુરુ : રાજસ્થાનનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 28° 45’ ઉ. અ. અને 74° 50’ પૂ. રે.. જિલ્લાનું ક્ષેત્રફળ 16,830 કિમી. છે. રાજસ્થાનના કુલ ક્ષેત્રફળનો તે 4.91% જેટલો ભાગ છે. ચુરુની પૂર્વ દિશાએ ઝુનઝુન અને સિકર જિલ્લા, પશ્ચિમ દિશાએ બિકાનેર, ઉત્તર દિશાએ હનુમાનગઢ, અગ્નિ દિશામાં સિકર અને દક્ષિણે…
વધુ વાંચો >