Geography

ક્વાલાલુમ્પુર

ક્વાલાલુમ્પુર : મલેશિયાની રાજધાની. તે 3°.09´ ઉત્તર અક્ષાંશ, 101°. 43´ પૂર્વ રેખાંશ ઉપર આવેલી છે. તે મલાયા દ્વીપકલ્પના સમુદ્રકિનારાથી 40. કિમી. દૂર તથા કેલંગ અને ગોમ્બાક નદીઓના સંગમ ઉપર આવેલું છે. વાર્ષિક સરેરાશ તાપમાન 21°થી 32° સે. રહે છે. ભેજનું પ્રમાણ વિશેષ રહે છે. આ શહેરની સ્થાપના 1857માં થઈ હતી.…

વધુ વાંચો >

કવાંગ્સી (Guangxi Zhuang)

કવાંગ્સી (Guangxi Zhuang) : દક્ષિણ ચીનમાં આવેલો સ્વાયત્ત પ્રદેશ. ભૌ. સ્થાન : 24° 00´ ઉ. અ. અને 109°.00´ પૂ.રે. તેની પશ્ચિમે ચીનનો યુનાન પ્રાંત, ઉત્તરે ક્વેઇચાઉ, ઈશાનમાં હુનાન, અગ્નિ દિશામાં ક્વાંગસીયુઆંગ તથા નૈર્ઋત્યમાં વિયેટનામ અને ટોંકિનનો અખાત આવેલો છે. તેનો મોટા ભાગનો પ્રદેશ ડુંગરાળ છે. તેનો કુલ વિસ્તાર 2,20,400 ચોકિમી.…

વધુ વાંચો >

ક્વિબેક (Quebec)

ક્વિબેક (Quebec) : પૂર્વ કૅનેડાના છઠ્ઠા ભાગના વિસ્તારને આવરી લેતો 45°-62° ઉ. અ. અને 57°-79° પ. રે. વચ્ચે આવેલો તેનો સૌથી મોટો પ્રાંત. વિસ્તાર : 15,42,056 ચોકિમી. જેમાં ભૂમિવિસ્તાર 13,65,128 ચોકિમી. છે. તેની ઉત્તરે હડસન ભૂશિર અને ઉનગાવા ઉપસાગર, પૂર્વે લાબ્રાડોર (ન્યૂફાઉન્ડલૅન્ડ) અને સેંટ લૉરેન્સનો અખાત, દક્ષિણે ન્યૂ બ્રૂન્સવિક અને…

વધુ વાંચો >

ક્વિલોન

ક્વિલોન : કેરળ રાજ્યમાં અરબી સમુદ્રને કિનારે 8°-53° ઉત્તર અક્ષાંશ અને 76°-35° પૂર્વ રેખાંશ ઉપર આવેલું નાનું બંદર. આ શહેર તિરુવનન્તપુરમ્થી 64 કિમી. અને એલેપ્પીથી 90 કિમી. ઉત્તરે દરિયાકાંઠા અને અષ્ટમુડી બૅકવૉટરના દક્ષિણ છેડા વચ્ચે આવેલું છે. ક્વિલોન 1904માં રેલવે-સ્ટેશન બન્યું. તેને રેલવે દ્વારા તિરુવનન્તપુરમ્ સાથે 1918માં અને એર્નાકુલમ્ સાથે…

વધુ વાંચો >

ક્વીટો

ક્વીટો : ઉત્તર ઇક્વેડૉરના ઉચ્ચ પ્રદેશમાં ઍન્ડીઝનાં ઊંચાં શિખરો અને ભેખડો વચ્ચે આવેલી ઇક્વેડૉરની રાજધાની તથા વસ્તીની ર્દષ્ટિએ બીજા નંબરનું શહેર. ભૌ. સ્થાન : 0°.13´ દ. અ. અને 76°.30´ પ.રે. વિષુવવૃત્તથી દક્ષિણે માત્ર 22 કિમી. દૂર 4,794 મીટરની ઊંચાઈએ આવેલા આ શહેરની આબોહવા ઉનાળામાં પણ ખુશનુમા રહે છે. સરેરાશ તાપમાન…

વધુ વાંચો >

ક્વીન્સલૅન્ડ

ક્વીન્સલૅન્ડ : ઑસ્ટ્રેલિયાનું ઈશાન દિશામાં આવેલું ઘટક રાજ્ય. ભૌગોલિક સ્થાન 22° દ. અ. અને 145 પૂ. રે. તેની વાયવ્યે કાર્પેન્ટેરિયાની ખાડી, ઈશાન અને પૂર્વમાં કૉરલ સમુદ્ર તથા દક્ષિણ પૅસિફિક મહાસાગર, દક્ષિણમાં ન્યૂ સાઉથ વેલ્સ, નૈર્ઋત્યમાં દક્ષિણ ઑસ્ટ્રેલિયા તથા પશ્ચિમમાં નૉર્ધર્ન ટેરિટરી આવેલાં છે. આ રાજ્ય દેશનાં છ ઘટક રાજ્યોમાં વિસ્તારની…

વધુ વાંચો >

ક્વેટા

ક્વેટા : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતનું પાટનગર. તેનું સૌથી મોટું શહેર અને લશ્કરી મથક. ક્વેટા લગભગ 30° ઉ. અ. અને 66°-02´ પૂ. રે. ઉપર આવેલું છે અને કરાંચીથી તેનું અંતર 608 કિમી. છે. ઈરાન અને અફઘાનિસ્તાન જવા માટે પ્રવેશદ્વારરૂપ બોલનઘાટ લશ્કરી ર્દષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. આઝાદી પૂર્વે અહીં લશ્કરી છાવણી…

વધુ વાંચો >

ક્વેસ્ટા

ક્વેસ્ટા : ભૂમિ-આકારનો એક લાક્ષણિક પ્રકાર. મૂળ સ્પૅનિશ શબ્દ. ભૂમિ-આકારની બે બાજુઓના ઢોળાવના ઓછાવત્તા પ્રમાણ માટે પ્રયોજાતો ભૂપૃષ્ઠશાસ્ત્રીય એકમ (geomorphological unit). જે ભૂમિ-આકારમાં એક બાજુનો ઢોળાવ આછો ઢળતો હોય અને ખડક સ્તરોની નમનદિશા પણ ઢોળાવતરફી હોય અને બીજી બાજુનો ઢોળાવ સમુત્પ્રપાત(scarp)ની જેમ ઉગ્ર હોય એવા ભૂમિ-આકારના ઢોળાવો માટે આ શબ્દ…

વધુ વાંચો >

ક્ષેત્રનું આકાશી અભિલેખન

ક્ષેત્રનું આકાશી અભિલેખન (aerial mapping) : ભૂભાગના નકશાના આલેખન, અભિલેખન તથા પુનરાવર્તન(revision)ની અદ્યતન તકનીક. આકાશમાંથી લીધેલાં છાયાચિત્રોને આધારે તે કરવામાં આવે છે. ફોટો-સર્વેક્ષણવિજ્ઞાન(photogrammetry)ના ક્ષેત્રમાં થયેલા વિકાસને લીધે આકાશમાંથી કરવામાં આવતી સર્વેક્ષણની પદ્ધતિના ઉપયોગ દ્વારા નકશા તૈયાર કરવા અને જરૂર પડે ત્યારે તેમાં સુધારાવધારા કરવાની પ્રક્રિયા વધુ સરળ અને વિશ્વસનીય બની…

વધુ વાંચો >

ખગારિયા

ખગારિયા (Khagaria) : બિહાર રાજ્યનો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 30´ ઉ. અ. અને 86° 29´ પૂ. રે. વિસ્તાર : 1485.8 ચો.કિમી. તેની ઉત્તરે દરભંગા અને સહરસા, પૂર્વ તરફ માધેપુરા અને ભાગલપુર, દક્ષિણ તરફ ભાગલપુર, મુંગેર અને બેગુસરાઈ તથા પશ્ચિમ તરફ બેગુસરાઈ અને સમસ્તીપુર જિલ્લા આવેલા છે. ભૂપૃષ્ઠ–જળપરિવાહ…

વધુ વાંચો >