Geography

કૂક ટાપુઓ

કૂક ટાપુઓ : દક્ષિણ પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલો ટાપુસમૂહ. તે 8o.0′ દ. અ.થી 23o દ. અ. તથા 157o પ. રે.થી 167o પ. રે. વચ્ચેનો આશરે 22 લાખ ચોકિમી. જેટલો મહાસાગરીય વિસ્તાર આવરી લે છે, પરંતુ તેમના 15 જેટલા ટાપુઓનો કુલ ભૂમિવિસ્તાર 240 ચોકિમી. જેટલો છે તથા આ ટાપુઓને 145…

વધુ વાંચો >

કૂકની સામુદ્રધની

કૂકની સામુદ્રધની : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુ અને દક્ષિણ ટાપુને જુદો પાડતો જલવિસ્તાર. તેની ઓછામાં ઓછી પહોળાઈ 25 કિલોમીટર છે. આ સામુદ્રધુની વાયવ્યમાં આવેલા ટસ્માન સમુદ્રને અગ્નિદિશામાં આવેલા દક્ષિણ પૅસિફિક મહાસાગર સાથે જોડે છે. તેના કિનારે અનેક ફિયોર્ડ જોવા મળે છે. આ સામુદ્રધુની પર આવેલ ન્યૂઝીલૅન્ડની રાજધાની વેલિંગ્ટન…

વધુ વાંચો >

કૂચબિહાર

કૂચબિહાર (Coochbehar) : પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 26o 20′ ઉ. અ. અને 89o 20’ની આજુબાજુના) આશરે 3,387 ચોકિમી જેટલો વિસ્તાર આવરી લે છે. ભૌગોલિક ર્દષ્ટિએ તે હિમાલયના તરાઈ વિસ્તારનો એક ભાગ છે. તેની ઉત્તર અને પશ્ચિમ તરફ જલપાઈગુરી જિલ્લો, પૂર્વ તરફ આસામનો…

વધુ વાંચો >

કૃષ્ણા

કૃષ્ણા :આંધ્રપ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 16o 18′ ઉ. અ. અને 81o 13’ પૂ. રે. પર આવેલ છે. વિસ્તાર 3773 ચો. કિમી. છે. આ જિલ્લાની પૂર્વે બંગાળનો ઉપસાગર, પશ્ચિમે ગુંટુર, બાપટલા(Bapatla) અને ઉત્તરે ઈલુરુ અને એન.ટી. આર. જિલ્લા અને દક્ષિણે પણ બંગાળનો ઉપસાગર સીમા રૂપે આવેલ છે. આ જિલ્લાને…

વધુ વાંચો >

કૃષ્ણા નદી

કૃષ્ણા નદી : મહારાષ્ટ્ર, કર્ણાટક તથા આંધ્રપ્રદેશમાંથી વહેતી દક્ષિણ ભારતની એક મોટી નદી. પુરાણોમાં તે વિષ્ણુરૂપે વર્ણવવામાં આવે છે. કૃષ્ણા નદીનું મૂળ મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ઘાટમાં આવેલ મહાબળેશ્વર વિસ્તારમાં આવેલું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ સાંગલી થઈને તે કોલ્હાપુર નજીક કર્ણાટકના બેલગામ જિલ્લામાં પ્રવેશે છે. ત્યાંથી બિજાપુર, ગુલબર્ગ અને રાયપુર જિલ્લાઓની…

વધુ વાંચો >

કેટલ્સ

કેટલ્સ : હિમનદી-નિક્ષેપમાં મળી આવતાં કૂંડી આકારનાં બાકોરાં. આ પ્રકારનાં બાકોરાંનો વ્યાસ થોડાક મીટરથી માંડીને કેટલાક કિલોમીટર સુધીનો હોઈ શકે છે. હિમનદી-નિક્ષેપથી થોડા પ્રમાણમાં કે સંપૂર્ણપણે આચ્છાદિત બનેલા બરફના પીગળવાથી તે અસ્તિત્વમાં આવે છે. બરફના પીગળવાથી નિક્ષેપ માટે કોઈ આધાર રહેતો નથી. પરિણામે તે તૂટી પડે છે અને કેટલ્સની રચના…

વધુ વાંચો >

કે–2 (માઉન્ટ ગૉડવિન ઑસ્ટિન)

કે–2 (માઉન્ટ ગૉડવિન ઑસ્ટિન) : હિમાલય ગિરિમાળાનું માઉન્ટ એવરેસ્ટ પછીનું વિશ્વનું સર્વોચ્ચ (8611 મીટર) શિખર. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની ઉત્તર તરફની સરહદ પરની કારાકોરમ પર્વતમાળામાં તે આવેલું છે. શ્રીનગરની ઉત્તરે તે 260 કિમી. પર છે. કારાકોરમ પર્વતમાળાના સર્વેક્ષણ દરમિયાન ઊંચાઈના સંદર્ભમાં બીજા ક્રમે ઊંચાઈ હોવાથી કે-2 નામ આપવામાં આવ્યું…

વધુ વાંચો >

કેદારનાથ

કેદારનાથ : ઉત્તરાખંડના મધ્ય કુમાઉં પ્રદેશના ગઢવાલ જિલ્લાના પૌડી ઘાટની વાયવ્યે 72 કિમી. અને હરદ્વારથી 230 કિમી. દૂર રુદ્ર હિમાલયના શિખર પર આવેલું શૈવ તીર્થધામ. 30° 44′ ઉ. અ. અને 76° 5′ પૂ. રે. ઉપર 3,643 મી.ની ઊંચાઈએ આવેલું છે. અહીં નજીકમાં ગંગા (અલકનંદા) વહે છે અને શંકરાચાર્યની સમાધિ છે.…

વધુ વાંચો >

કૅન

કૅન : ભૂમધ્ય સમુદ્રના કિનારે દક્ષિણ ફ્રાન્સનું રિવિયેરામાં નીસથી 19 કિમી. દૂર આવેલ સહેલાણીઓ માટેનું પ્રખ્યાત પ્રવાસધામ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 43° 42′ ઉ.અ. અને 7° 15′ પૂ.રે. નીસ પછીનું ફ્રાન્સનું તે બીજા નંબરનું પ્રવાસધામ મનાય છે. આલ્પ્સ પર્વતમાં આવેલું આ રમણીય સ્થાન મૂળ માછીમારોનું ગામડું હતું.…

વધુ વાંચો >

કૅન ઇલાઇશા કેન્ટ

કૅન, ઇલાઇશા કેન્ટ (જ. 3 ફેબ્રુઆરી 1820, ફિલાડેલ્ફિયા; અ. 16 ફેબ્રુઆરી 1857, હવાના, ક્યૂબા) : ઉત્તર ધ્રુવના શોધક. શિક્ષણ વર્જિનિયા તથા પેન્સિલવેનિયા યુનિવર્સિટીઓમાં 1842માં ડૉક્ટરની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી અમેરિકાના નૌકાદળમાં આસિસ્ટન્ટ સર્જન તરીકે જોડાયા. 1850માં પ્રથમ ગ્રિનેલ અન્વેષણમાં સર્જન તથા પ્રકૃતિવાદી તરીકે જોડાયા. તે જ વર્ષે અમેરિકાના તટવર્તી…

વધુ વાંચો >