Geography
સોનોરાન રણ
સોનોરાન રણ : જુઓ રણ.
વધુ વાંચો >સોબાક પર્વતો (Sobaek mountains)
સોબાક પર્વતો (Sobaek mountains) : દક્ષિણ કોરિયાના દક્ષિણ ભાગમાં આવેલી વિશાળ પર્વતમાળા. ભૌગોલિક સ્થાન : 36° ઉ. અ. અને 128° પૂ. રે.. તેની લંબાઈ 350 કિમી. જેટલી છે. તે કાંગવૉન પ્રાંતમાંના 1,561 મીટર ઊંચા તિબાક પર્વતની ઉત્તરેથી નૈર્ઋત્ય તરફ યોશુ નજીકના કોહુંગ દ્વીપકલ્પ સુધી વિસ્તરેલી છે. આ પર્વતમાળામાંના સોબાક (1,428…
વધુ વાંચો >સોબાત (નદી)
સોબાત (નદી) : નાઇલની સહાયક નદી. તે મલકાલના ઉપરવાસમાં બહ્લ-અલ-જબલ(પહાડી નાઇલ)ને મળે છે. સુદાન ખાતે જોડાયા પછી તે શ્વેત નાઇલ કહેવાય છે. નાઝિટના અગ્નિભાગમાં ઇથિયોપિયાની સીમા પર ઉપરવાસની બે મુખ્ય નદીઓ – બારો અને પિબોર – ના સંગમથી સોબાત નદી બને છે. ઉપરવાસમાં બીજી ઇથિયોપિયન સહાયક નદીઓમાં જોકાઉ, ગિલો અને…
વધુ વાંચો >સોબ્રાલ (Sobral)
સોબ્રાલ (Sobral) : ઈશાન બ્રાઝિલના સિયેરા રાજ્યના વાયવ્ય ભાગમાં અકૅરાવ નદીને કાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 3° 35´ દ. અ. અને 40° 30´ પ. રે.. 1773માં તેને નગરનો અને 1841માં તેને શહેરનો દરજ્જો મળેલો છે. આ શહેર વેપાર-વાણિજ્ય, સુતરાઉ કાપડ અને કૃષિપેદાશોના પ્રક્રમણના મથક તરીકે જાણીતું બનેલું છે. અહીં…
વધુ વાંચો >સોમદેવસૂરિ
સોમદેવસૂરિ : ઈસવી સનની પંદરમી સદીમાં થઈ ગયેલ જૈન આચાર્ય. તેઓ શ્વેતામ્બર સંપ્રદાયના તપાગચ્છના આચાર્ય રત્નશેખરસૂરિના શિષ્ય હતા. આચાર્ય રત્નશેખરસૂરિએ સોમદેવસૂરિને રાણકપુરમાં આચાર્યપદ આપ્યું હતું. સોમદેવસૂરિ ઉત્તમ કવિ ઉપરાંત પ્રખર વાદી પણ હતા. એમની કાવ્યકળાથી મેવાડપતિ રાણો કુંભ આકર્ષિત થયો હતો. પાવાપુર–ચંપકનેરનો રાજા જયસિંહ અને જૂનાગઢનો રા’ મંડલિક 3જો (ઈ.…
વધુ વાંચો >સોમનાથ
સોમનાથ : જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : તે 20° 53´ ઉ. અ. અને 70° 24´ પૂ. રે. પર વેરાવળથી માત્ર આઠ કિમી. દૂર અરબી સમુદ્રને કાંઠે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલું છે. ભારતનાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ ક્રમે આવતું જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું હોવાથી હિન્દુઓનું પ્રખ્યાત…
વધુ વાંચો >સોમાલિયા
સોમાલિયા : આફ્રિકાખંડની મુખ્ય ભૂમિ પર છેક ઈશાનકોણમાં આવેલો દેશ. હિંદ મહાસાગર અને એડનના અખાત વચ્ચે આવેલી તેની ભૂશિર શિંગડાનો આકાર રચે છે. તે 2° 00´ દ. અ.થી 12° 00´ ઉ. અ. તથા 41° 00´થી 51° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 6,37,657 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર–દક્ષિણ…
વધુ વાંચો >સોમાલી (થાળું)
સોમાલી (થાળું) : હિન્દી મહાસાગરના ફાંટારૂપ અરબી સમુદ્રના નૈર્ઋત્ય ભાગના તળ પર આવેલું અધોદરિયાઈ થાળું. તે સોમાલિયાની ભૂશિરથી પૂર્વ તરફ આવેલું છે. કાર્લ્સબર્ગ ડુંગરધાર તેને ઈશાન તરફ આવેલા અરબી ગર્તથી અલગ પાડે છે. આ થાળું દક્ષિણમાં રહેલા મૅસ્કેરીન અને માડાગાસ્કર થાળાંને સાંકળે છે. અહીંની તળ-ઊંડાઈ 3,600 મીટર જેટલી છે. સોમાલી…
વધુ વાંચો >સોમાલીલૅન્ડ (જિબુટી)
સોમાલીલૅન્ડ (જિબુટી) : સોમાલિયા અને જિબુટીને આવરી લેતો ઐતિહાસિક વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 6° ઉ. અ. અને 48° પૂ. રે. આજુબાજુનો વિસ્તાર. પ્રાચીન મિસરવાસીઓમાં આ વિસ્તાર ‘Land of Punt’ના એક ભાગ તરીકે જાણીતો હતો. સાતમી અને બારમી સદીના વચ્ચેના ગાળામાં અરબી–મુસ્લિમ વેપારીઓ અહીંના દરિયાકિનારે આવીને વસ્યા. તેમણે હિન્દી મહાસાગરને કાંઠે…
વધુ વાંચો >સોમેઝ (નદી)
સોમેઝ (નદી) : વાયવ્ય રુમાનિયાના ટ્રાન્સિલ્વેનિયામાં આવેલી મહત્વની નદી. તેનું હંગેરિયન નામ સ્ઝેમોસ છે. તેના ઉપરવાસના ભાગમાં તે બે નદીઓથી તૈયાર થાય છે : સોમેઝુ મેર (મહા સોમેઝ) મન્ટી રોડનીમાંથી નીકળીને નૈર્ઋત્ય તરફ વહે છે; જ્યારે સોમેઝુ મિક (લઘુ સોમેઝ) મન્ટી અપુસેનીમાંથી બે ઝરણાં રૂપે નીકળીને ઈશાન તરફ વહે છે.…
વધુ વાંચો >